________________
૧૯૧
અધ્ય. ૫ ભૂમિકા થાય. અહીંતુ શબ્દ તેના સંખ્યય વર્ષાયુષ જ એવું વિશેષ જણાવવાને માટે છે. અસંખ્યય વર્ષ આયુવાળાને યુગલધાર્મિકપણાથી કર્મભૂમિકોની માફક દેવોમાં જ ઉત્પાદ હોય. તેમાંથી કેટલાંક તવોત્પાદ રૂપ આયુકર્મ ઉપચિત કરે છે.
આ અંતરમાં “મોર ઓfહમરણ” ઇત્યાદિ ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ સારી રીતે જાણી શકાતો નથી. ચૂર્ણિકારે પણ આની વ્યાખ્યા કરી નથી - (આ પ્રમાણે વૃત્તિકાર કહે છે) હવે બાલપંડિત મિશ્ર મરણના સ્વરૂપને કહે છે -
• નિર્યુક્તિ - ૨૨૨ + વિવેચન -
અવિરતનું મરણ તે બાલમરણ છે અને વિરતનું મરણ તે પંડિત મરણ છે.દેશ વિરતનું મરણ તે બાલપંડિત મરણ જાણ. -૦- વિરમણ તે વિરત - હિંસા, અસત્યથી ઉપરમણ જેમાં વિધમાન નથી તે અવિરત. તેઓનું મૃત્યુ સમયે પણ દેશવિરતિ ન સ્વીકારીને જે મિથ્યાદશા કે સમ્યગુર્દશામાં મરણ તે અવિરત અર્થાત્ બાલ મરણ કહેવાય. વિરત - સર્વ સાવધથી નિવૃત્તિ સ્વીકારેલાનું મરણ તે પંડિત મરણ છે તેમ તીર્થકર અને ગણધર આદિએ કહેલું જાણ. મિશ્ર એટલે બાલ પંડિત મરણ તે દેશથી છે તેથી - સ્થળ પ્રાણ હિંસાદિથી વિરત હોવાથી તે દેશવિરતોનું જાણવું.
એ પ્રમાણે ચારિત્ર દ્વારથી બાલ આદિ ત્રણ મરણ જણાવીને જ્ઞાન દ્વારથી છપ્રસ્થમરણ છે, કેવલિનું રમણ તે કેવલિમરણ છે
• નિર્ણન - ૨૩ + વિવેચન -
જે શ્રમણો મતિ આદિ ચાર જ્ઞાને મરે છે તે પ્રસ્થ મરણ છે. કેવલિનું મરણ તે કેવલિ મરણ છે.
-૦-મરવું- પ્રાણોને તજવા. છદ્મ - જ્ઞાનાવરણાદિનું છાદન કરે કે તેમાં રહે તે છઘસ્થ તેમનું મરણ તે છદ્મસ્થમરણ. અહીં પહેલાં મન પર્યાયનો નિર્દેશ વિશુદ્ધિકૃત પ્રાધાન્ય આશ્રિત ચારિત્રિને જ તે થાય છે, તેથી છે. એ પ્રમાણે અવધિ આદિમાં યથાયોગ સ્વ બુદ્ધિથી જાણવું. કેવલિમરણ- કેવળ જ્ઞાનોત્પન્નને સર્વ કર્મ પુદ્ગલને ખેરવીને મરે છે તે જાણવું. હવે વૈહાયસ અને ગૃધપૃષ્ઠમરણ -
• નિર્યુક્તિ • ૨૨૪ + વિવેચન -
ગીધ, શમળી, શિવાદિ વડે પોતાનું ભક્ષણ, તેને ન નિવારવું, તેમના વડે ભક્ષણ કરાવવું તે ગૃધ્રપૃષ્ઠ મરણ. અથવા ગીધોનું લક્ષ્ય - પૃષ્ઠ, ઉદર આદિ જેમાં મરે છે, તે ગૃધ્રપૃષ્ઠ, તે પણ • x- પોતાની પૃષ્ઠ આદિ ગીધ આદિ વડે ભક્ષણ કરાય છે. પછી નિર્દેશ કરાયેલો હોવા છતાં તેનું પહેલાં પ્રતિપાદન અત્યંત મહાસત્ત્વ વિષયપણાથી કર્મનિર્જરા પ્રતિ પ્રાધાન્ય જણાવવાને માટે છે.
વૈહાયસ-ઉંચે વૃક્ષની શાખાદિમાં બંધન તે ઉંબંધન, તે જેની આદિમાં છે તે વૃક્ષ, પર્વત, ભૃગુપત આદિથી આત્મજનિત મરણ, તેને ઉલ્લંધનાદિ કહે છે. ઉચ્છદ્ધનું જ વિહાયસ્ થવું તે, તેની પ્રાધાન્ય વિવક્ષાથી આ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org