________________
અધ્ય. ૫ ભૂમિકા
૧e0
૪ અધ્યયન -૫- “અકામમરણીય
છે.
ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું આરંભે છે. તેનો આ સંબંધ છે -.
અનંતર અધ્યયનમાં - *- મરણ સુધી અપ્રમાદનું વર્ણન કર્યું. તેથી મરણ કાળમાં પણ અપ્રમાદ ધારણ કરવો. તે મરણ વિભાગના પરિજ્ઞાનથી જ થાય છે. તેનાથી જ “બાળમરણ” હેય અને પંડિત મરણાદિ ઉપાદેય છે, તેમ જાણે. તથા તત્ત્વથી અપ્રમત્તતા જન્મે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર વર્ણવીને નામનિષ્પન્ન નિક્ષેપમાં “અકામ મરણીય” એ નામ છે. કામ મરણનું પ્રતિપક્ષ તે અકામ મરણ, તેથી કામ અને મરણનો નિક્ષેપ કરવો જોઈએ. તે પ્રતિપાદિત કરવા નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૨૦૮ + વિવેચન -
“કામ”નો નિક્ષેપ ચાર ભેદે અને મરણનો છ ભેદે છે. તેમાં કામના કરાય તે કામ. તે પૂર્વે શ્રામસ્યપૂર્વક નામના દશવૈકાલિકના બીજા અધ્યયનમાં કહેલ છે. ત્યાં તેનું અનેક રીતે વર્ણન છે. તેમાં જે અહીં પ્રસ્તુત છે. તેને દર્શાવવા માટે કહે છે - ઇચ્છા કામ વડે અહીં અધિકાર છે.
કારણ છ ભેદે કહ્યું, તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે, તેથી બાકીના ચાર કહે છે. બીજા વળી છની ગાથા કહે છે. દ્રવ્યાદિ ચારને જણાવે છે.
• નિર્યુક્તિ • ૨૦૯ + વિવેચન :
દ્રવ્યનું મરણ તે દ્રવ્યમરણ, કુસુંભ અન્ન આદિમાં જાણવું. જે જેના પોતાના કાર્યને સાધવા પ્રતિ સમર્થરૂપ છે. તે તેનું જીવિત રૂઢ છે. તેનો અભાવ તે મરણ છે. તેથી કુસુભાદિથી રંગવું વગેરે સ્વકાર્ય સામર્થ્ય તે જીવિત, તેનો અભાવ તે મરણ. • x - ક્ષેત્રમાણ - જે ક્ષેત્રમાં મરણ - ઇંગિની મરણાદિ વર્ણવાય કે કરાય છે. અથવા તે શસ્ય આદિ ઉત્પત્તિ ક્ષમત્વને હણે છે, ત્યારે તે ક્ષેત્રનું મરણ છે. કાલ મરણ - જે કાળમાં મરણ વર્ણવાય છે કે કરાય છે, અથવા કાળના • ગ્રહ ઉપરાગાદિ વડે વૃષ્ટિ આદિ સ્વકાર્યને ન કરવું આ બંને સુગમપણે હોવાથી તત્ત્વથી દ્રવ્યમરણથી ભિન્ન નિર્યુક્તિકારે કહ્યું નથી. • x x- ભાવ વિષયમાં નિક્ષેપમાં આયુષ્યનો ક્ષય જાણવો.
મરણ પણ ત્રણ ભેદે છે - (૧) ઓઘ મરણ - સામાન્યથી સર્વ પ્રાણીના પ્રાણ પરિત્યાગરૂપ થાય છે. (૨) ભત્ર મરા - જેનારકાદિથી નરક આદિ ભવ વિષયપણાથી વિવક્ષિત છે. (૩) તરુભવિક મરણ . જેમાં જ મનુષ્ય ભવ આદિમાં મરીને ફરી તેમાંજ ઉપજીને જે મરે છે, તે વ્યાખ્યાનિકામ અભિપ્રાય. વૃદ્ધો આ રીતે વ્યાખ્યા કરે છે - તે ભાવ મરણ બે ભેદે છે- ઓધ મરણ અને તદ્દભવ મરણ. - x અહીં આમાંનો જેના વડે અધિકાર છે, તે કહે છેમનુષ્ય ભવ ભાવી ભવ મરણ અંતર્વર્તી મનુષ્ય ભવિક મરણથી અધિકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org