________________
૪/૧૨૩
૧૧
ગુરુના અભિપ્રાયથી, નિરોઘ - આહારાદિના પરિહારરૂપ છે, તે છંદનિરોધ, તેનાથી જ ઉક્ત ન્યાયથી મુક્તિ પામે છે તેથી તે વસ્તુ વિષય અભિલાષા રૂપ ઇચ્છા કે છંદ, તેના નિરોધથી મુક્તિ થાય, કેમકે તે જ તેની વિબંધક છે.
લૌકિકો પણ કહે છે - જે કોટિ ગ્રંથો વડે કહેવાય, તે અર્ધશ્લોક વડે કહે છે, તૃષ્ણાનો જો પરિત્યાગ કરે છે, તો પરમપદને પામે છે.
અથવા છંદ, ના પર્યાય રૂપે વેદ અને આગમ છે. તેથી છંદથી નિરોધ - ઇંદ્રિયાદિ નિગ્રહરૂપ. તે છંદનિરોધ. તેનાથી મોક્ષ મેળવે છે. સર્વથા જીવિત પ્રતિ અનપેક્ષતાથી નહીં. - ૪ - અહીં ઉદાહરણ આપે છે -
અશ્વ, જે શિક્ષિત હોય - દોડવું, કુદવું આદિ શિક્ષા ગ્રાહિત હોય. તથા તેના શરીરને કવચ વડે આચ્છાદિત કરેલ હોય. એ રીતે તે શિક્ષિત અને વર્મધારી હોય. અહીં શિક્ષક તંત્ર વડે સ્વતંત્રતાનો અપોહ કહ્યો. તેનો આ અર્થ છે જેમ અશ્વ સ્વાતંત્ર્યના વિરહથી પ્રવર્તમાન હોય તો તલવાર આદિથી વૈરી વડે હણાતો નથી, એ. રીતે તે મુક્તિને પામે છે અને જો સ્વતંત્ર હોય, પહેલાંથી અશિક્ષિત હોય તો રણમાં હણાય છે.
અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે -
એક રાજાએ બે કુલપુત્રોને એક એક અશ્વ શિક્ષણ પોષણાર્થે આપ્યો. તેમાં એક કાલને ઉચિત યવસયોગાસનથી સંરક્ષણ કરતો દોડવું, લાલિત, કુદવું આદિ કળા શીખવે છે. બીજો કુલપુત્ર અને ઇષ્ટ યવસ - યોગાસનને આપે છે, ઘાણીમાં વહન કરાવે છે, પણ શિક્ષા આપતો નથી. બાકીના પોતે ખાઈ જતો.
સંગ્રામ કાળે તે બંનેને ઉપસ્થિત કરવા રાજાએ કહ્યું - તે બંને અશ્વો ઉપર બેસીને જલ્દીથી આવ્યા. રાજાએ તેમને કહ્યું કે - સંગ્રામમાં પ્રવેશ કરો. તેમાં જે પહેલો અશ્વ હતો તે શિક્ષાગુણપણાથી સારથિને અનુવર્તતો સંગ્રામ પારગ થયો. બીજો અશ્વ વિશિષ્ટ શિક્ષાના અભાવથી અસત્ ભાવના ભાવિત્વથી ઘઉં પીસવાના યંત્ર - ઘંટીની માફક ત્યાં જ ભમવાને લાગ્યો. તેથી બીજો હતસારથિ છે, એ પ્રમાણે કહીને પકડી લીધો. અર્થાત્ બંદી બનાવાયો.
-
દૃષ્ટાંતના અનુવાદપૂર્વક આ ઉપનય છે આ અશ્વની માફક ધર્માર્થી પણ સ્વાતંત્ર્ય રહિત મુક્તિને પામે છે - ૪ - આ કારણે કહેલ છે કે સતત આગમોક્ત ક્રિયાનું આસેવન કર. કઈ રીતે? અપ્રમત્ત થઈને અર્થાત્ ગુરુ પારતંત્ર્યથી પ્રમાદનો પરિહાર કરીને, ચારિત્રથી જ અપ્રમાદ છે.
w
મુનિ - માને છે અર્થાત્ જાણે છે જીવાદિને તે - તપસ્વી, જલ્દીથી મોક્ષને પામે છે. શું છંદો નિરોધ છતાં પણ તત્ત્વથી અપ્રમાદાત્મક જ હોય, તો પછી તેમાં પુનરુક્તિ દોષ ન લાગે? તેનો ઉત્તર કહે છે કે - અપ્રમાદનો જ આદર કરવો, તે જણાવવાને માટે ઇત્યાદિથી પુનરુક્તિ ન કહેવી. આટલા પૂર્વ વર્ષોના આયુષ્યની ચાસ્ત્રિ પરિણતિ દર્શનાર્થે કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org