________________
૧૩૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
આશ્વાસદ્વીપ થાય છે. તથા પ્રકાશ કરે છે - ધન તિમિર પટલથી અવગુંઠિત પણ ઘટ આદિ તે પ્રગટ કરે છે, તેથી પ્રકાશ. તે આવો દીપે છે માટે પ્રકાશ દીપ. તેના ભેદ કહે છે
• નિયુક્તિ - ૨૦૭ + વિવેચન -
જ
જળ વડે ધોઈ નાંખવાથી ક્ષયને પ્રાપ્ત કરાવે તે સંદીન તેનાથી બીજો તે અસંદીન તથા સંયોગિકા - જે તૈલવર્તી અગ્નિ સંયોગથી નિવૃત્ત. અસંયોગિમ · તેનાથી વિપરીત સૂર્યબિંબ આદિ. તે જ એક પ્રકાશક છે. એ પ્રમાણે જાણવું. અહીં પણ સંધિત એટલે સંયોજિત. તેનાથી વિપરીત તે અસંધિત - અસંયોજિત. આશ્વાસદ્વીપ અને પ્રકાશ દીપ, અનુક્રમે તેનો અહીં સંબંધ છે. તેમાં આશ્વાસદ્વીપ સંદીન અને અસંદીન બે ભેદે છે. તથા પ્રકાશદીપ સંયોગિમ અને અસંયોગિમ બે ભેદે છે. આ દ્રવ્યથી જ છે, તેથી વ્યામોહ દૂર કરવાને માટે કહે છે -
ભાવ વિષયક પણ બે ભેદે છે, પ્રથમ ભેદની અપેક્ષાથી આશ્વાસદ્વીપ અને પ્રકાશ દીપ. અર્થાત્ જેમ દ્રવ્યથી અપાર નીરધિમાં વિમગ્નને ક્યારે - ક્યારે આનો અંત થાય છે, એ પ્રમાણે આકુલિત ચિત્તવાળાને આશ્વાસન હેતુ તે આશ્વાસનદ્વીપ. એ પ્રમાણે સંસાર સાગરને પાર ઉતરવાને માટે મન વડે અત્યંત ઉદ્વેગ પામેલા ભવ્યોના આશ્વાસન હેતુ સમ્યગ્દર્શન તે ભાવ આશ્વાસનદ્વીપ છે.
તેમાં દ્રવ્યદ્વીપ સમાન તરંગો વડે કુવાદી થકી આ વહન થાય, મગરાદિની માફક અનંતાનુબંધી ક્રોધાદિ વડે અતિ રૌદ્ર ધ્યાનથી પણ ઉપદ્ભૂત ન થાય. જેમ તે દ્રવ્ય આશ્વાસદ્વીપ પલાળી દેવા વડે એક સંદીન છે, તેમ આ પણ ભાવ આશ્વાસદ્વીપ સમ્યક્ દર્શન રૂપ કોઈને ક્ષાયોપશમિક કે ઔપશમિકને ફરી અનંતાનુબંધીના ઉદયમાં મિથ્યાત્વના ઉદયથી જળના ઉત્પીડનથી પલાળી દે છે. પછી તેના નિબંધન જળચર વડે અનેક દ્વન્દ્વો વડે ઉપતાપિત કરે છે, તેથી તેને સંદીન કહેવાય છે. જે ક્ષાયિક સમ્યકત્વ લક્ષણ છે, તે જલ ઉત્પીડનથી મિથ્યાત્વના ઉદયથી આક્રમિત થાય છે. તેથી જ તેમાં રહીને તેના નિબંધન આશયોથી કથંચિત્ જોડાતો નથી. આ અસંદીન ભાવદ્વીપ.
જેમ અંધકાર વડે અંધીકૃત છતાં પણ પ્રકાશ દીપ. તેની પ્રકાશ્ય વસ્તુને પ્રકાશે છે, તેમ અજ્ઞાન મોહિત જનોને જ્ઞાન પણ ભાવ પ્રકાશદીપ કહેવાય છે. આ પણ એક સંયોગીમ છે, અન્યથા અન્ય છે. તેમાં જે શ્રુતજ્ઞાનરૂપ ભાવદીપ છે, તે અક્ષર પદ પાદ. શ્લોકાદિ સંહતિથી નિર્વર્તિત છે, તે સંયોગિમ છે. અને જે અન્ય નિરપેક્ષા નિરપેક્ષપણાથી જે સંયોગિમ નથી, તે કેવળ જ્ઞાન રૂપ અસંયોગી ભાવ દીપ છે.
સૂત્ર સ્પર્થિક નિર્યુક્તિ વડે ‘દીવ’ એ સૂત્ર પદની વ્યાખ્યા કરી. અહીં પ્રકાશ દીપ વડે અધિકાર છે. તેથી - પ્રકર્ષ વડે નષ્ટ, દૃષ્ટિથી અગોચરાને પામેલ. તે પ્રણષ્ટ દીપ તેની જેમ છે. તેનું દૃષ્ટાંત કહે છે - જેમ કોઈ ધાતુવાદી દીપક સહિત અગ્નિ અને ઇંધણ લઈને બિલમાં પ્રવેશ્યો, તેમાં પ્રમાદથી તેના દીપ અને અગ્નિ ઠરી ગયા. ઠરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org