________________
૪/૧૧૬
૧૬૩ ઉપાંગ છે. કાન, નાક, આંખ, જાંઘ, હાથ, પગ, ઇત્યાદિ અંગોપાંગ કહેલા છે.
- 0 - ઉપાંગમાં કાન, નાક, આંખ, જંધા, હાથ, પગ કહ્યા છે, અંગોપાંગ તે આંગળી, નખ, કેશ, શ્મશ્ન છે. એવા પ્રકારે ઉત્તર કરણ છે. વૃદ્ધો અંગોને મૂળકરણ માને છે. હવે બીજી રીતે કહે છે -
• નિર્યુક્તિ : ૧૧ + વિવેચન :
પહેલાં ત્રણે શરીરોનું ઉત્તરકરણ જાણવું. તેમાં દારિકના બંને કાનોની વૃદ્ધિ અપાદન, સ્કંધનું મર્દનાદિથી દઢીકરણ, આદિ શબદથી દાંત રંગવા આદિ કરણને લેવા. એ પ્રમાણે વૈક્રિયના પણ કહેવા, આહારકના નથી જ અથવા ગમન આદિ વડે તેનું પણ ઉત્તરકરણ લેવું. તથા ચક્ષ આદિ ઇંદ્રિયોના કરણ - અવસ્થાંતર અપાદન તે ઇંદ્રિયકરણ. તે ઉપઘાતથી અને વિશુદ્ધિ વડે થાય છે. તેમાં વિષ આદિથી અંધ, બધિરતા આદિ તે ઉપઘાત અને બાહ્મી, સમીરાંજનાદિ તે વિશુદ્ધિ.
અથવા બીજી રીતે કરણ કહે છે - • નિર્યુક્તિ - ૧૨ + વિવેચન -
સંઘતન --ઔદારિકાદિ પુગલોનું તૈજસ - કામણ પુગલોની સાથે સંયુજ્યમાનપણું, તેમાં આત્માનું તે પુગલ ગ્રહણાત્મિક તેની અનુકૂળ ક્રિયામાં વર્તનારૂપ પ્રયોજકત્વ તે સંઘાતના, પરિશાટના તે - ઉક્ત પુદગલોનું પૃથફ થવું. ઉભય એટલે સંઘાતના પરિશાટના કરણ બંને લેવા. તે દારિકાદિ પહેલાં ત્રણમાં હોય. પણ તૈજસ અને કામણમાં વિધમાન નથી. - x x x x- સંઘાતના પ્રથમ ઉત્પધમાન જીવને ઔદારિકાદિમાં વર્ણવાય છે, તૈજસ અને કાર્મણમાં નહીં. કેમ કે આ બંનેનું પ્રથમથી ઉપાદાન અસંભવ છે. - x- પરિશાટના શેલેશીના ચરમ સમયમાં હોય છે. પ્રતિ સમય સંઘાતના • પરિશાટના બંને સંભવે જ છે. કાલાંતરદિમાં ત્રણે અર્થાત સંઘાતના, પરિશાટના અને ઉભયનું કાળ-અંતર સામાયિક અધ્યયનમાં નિર્દેશ કરેલ છે તે જાણવું.
આ પ્રમાણે અતિદેશ કરાયા છતાં નિર્યુક્તિકાર, શિષ્યોના અનુગ્રહાર્થે સંપ્રદાયથી કહે છે, તે આ પ્રમાણે છે - આ ત્રણે કરણો કાળથી માર્ગણા કરાય છે - તેમાં ઔદારિક સંઘાતકરણ એક સમયનો છે. તે પ્રથમ સમય ઉત્પન્નને છે. જીવ ઉત્પન્ન થતો પહેલાં સમયે દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે. પછી કંઈ પણ મૂક્તો નથી. પરિશાટન પણ સમયનું છે, મરણકાળ સમયે એકાંતથી મૂકે છે પણ ગ્રહણ કરતો નથી. મધ્યકાળમાં કંઈક ગ્રહણ કરે છે - કંઈક મૂકે છે. જધન્યથી ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સમયગૂન.
(અહીંથી આગળ વૃત્તિકારે ૧૩ ગાથાઓ મૂકેલ છે, તેમાં આ સંઘાતના સમય, તેનો સર્વ જધન્ય સ્થિતિ કાળ, ઉત્કૃષ્ટ કાળ, સંઘાત અને શાટના, ઇત્યાદિ ઘણી વિગતો આપેલ છે. અમે તેનો અનુવાદ અને રજૂ કરેલ નથી. વળી ક્ષુલ્લક ભવગ્રહણને આશ્રીને દારિક આદિ ત્રણે શરીરના સર્વ શાટના અંતરના વિષયમાં નિશ્ચયનય. વ્યવહાનય ઇત્યાદિ મતો પણ પ્રગટ કરેલ છે. આ બધું પૂવપિર સંબંધ વાળુ અને તે વિષયના નિપુણ જ્ઞાતા વડે જ સમજાય તેમ હોવાથી આ સંપૂર્ણ
વૃત્તિનો અનુવાદ અમે છોડી દીધેલ છે. પૂજ્ય ભાવવિજયજીની ટીકામાં તો તેને ઉલ્લેખ પણ નથી.) . Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org