________________
૧૫૯
અધ્ય. ૪ ભૂમિકા ભેદે છે. ભાવના એકત્વમાં પણ પ્રતિષેધ્ય અપેક્ષાથી પંચવિધપણું કહ્યું.
હવે તેની યોજના કહે છે• નિર્યુક્તિ - ૧૮૧ + વિવેચન -
પાંચ ભેદે તથા તેના પ્રભેદ સૂચક પ્રમાદ છે. આ અધ્યયનમાં અપ્રમાદ પાંચ ભેદે વર્ણવે છે. અન્ય અધ્યયનમાં વિશેષથી બતાવે છે. તે હેતુથી તેને “પ્રમાદાપમાદ' એમ કહે છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહે છે -
• સૂત્ર - ૧૧૬ -
તુટેલ જીવન સાંધી શકાતું નથી. માટે પ્રમાદ ન કરો. વૃદ્ધાવસ્થામાં કઈ શરણ નથી, એમ વિચારો કે પ્રમાદી, હિંસક અને અસંયમી મનુષ્ય તે સમયે કોનું શરણ વેરો
• વિવેચન : ૧૧૬ -
સંસ્કારાય તે સંસ્કૃત, સો શક્રો પણ વધારવાને અથવા કર્ણપાશવત્ તુટેલાને સાંધવાને સમર્થ નથી. તે શું જીવિત - પ્રાણધારણ, તેથી પ્રમાદી ન થા. જો આ કંઈપણ સંસ્કારવું શક્ય હોત તો ચારે અંગ મળવા છતાં પ્રમાદ દોષને માટે ન થાત. જો આ અસંસ્કૃત છે, તો તેના પરિક્ષયમાં પ્રમાદીને તે અતિ દુર્લભ છે, તેથી પ્રમાદ ન કરે. તે અસંસ્કૃત કઈ રીતે છે? વયની હાનિ રૂપથી. ક્રમથી મૃત્યુની સમીપે લાવે છે. પ્રાયઃ વૃદ્ધત્વ પછી મરણ હોય છે. મૃત્યુથી રક્ષા કરનાર કોઈ શરણ નથી. - x- - કદાચ કોઈ વિચારે કે વૃદ્ધત્વમાં ધર્મ કરીશ, તેથી કહે છે - સ્વકર્મ વડે વૃદ્ધત્વ પામેલને કોઈ શરણ નથી, પુત્રો પણ તેને પાળતા નથી, વળી ધર્મ પ્રતિ શક્તિ રહેતી નથી. જે કોઈ શરણ પુનઃ યૌવનને લાવી આપે તો તેમ ન કરો, પણ જો ન લાવી આપે તો ધર્મમાં પ્રમાદ ન કરવો. વૃદ્ધત્વ પામેલાને કોઈ શરણ નથી. તેમાં અહીં અટ્ટનનું દૃષ્ટાંત છે.
ઉજ્જૈની નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને અટ્ટના નામે મલ્લ હતો. તે બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર તટમાં સોપારક નામે નગર હતું. ત્યાં સિંહગિરિ રાજા હતો. તે મલ્લ યુદ્ધમાં જિતનારને ઘણું દ્રવ્ય આપતો હતો. અટ્ટન ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને જીતતો હતો. રાજાને થયું કે આ બીજા રાજ્યથી આવીને પતાકા હારી જાય છે, આ મારી અપભ્રાજના છે, તેથી તે પ્રતિમલ્લને શોધે છે. તેણે એક માસ્પિકને ચરબી પીતો જોયો. તેનું બળ પણ જામ્યું. જાણીને તેનું પોષણ કર્યું. ફરી અટ્ટન આવ્યો. તે માસ્મિક મલ્લ વડે યુદ્ધમાં પરાજિત થયો. પાછા પોતાના આવાસે જઈને વિચારે છે - આને યૌવનની વૃદ્ધિ છે, માટે હાનિ છે. તેથી અન્ય મલને શોધે છે.
તેણે સાંભળોલકે સૌરાષ્ટ્રમાં મલ્લ મળશે. તેણે ભરૂચના ધરણીગામમાં કૂપિકામાં એક ખેડૂતને જોયો તે એક જ હાથે હળનું વહન કરતો હતો. તેને જોઈને અટ્ટન ઉભો રહ્યો. તેનો આહાર જોયો. તેની પત્ની ભોજન લઈને આવી. સંપૂર્ણ ભરેલા ઘડા પ્રમાણ કૂર' ખાઈ ગયો. બધી રીતે પરીક્ષા કરી. વિકાલે તેના ઘરે જ વસતિ માંગી. તેણે આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org