________________
૧૫૪
ઉત્તરાધ્યયન મલસૂત્ર-સટીક અનુવાદ/૧ પરમદુર્લભ છે. અહીં નિવવ વક્તવ્યતાને કેટલાંક કહે છે, તે ઉચિત છે.
૦-૦ હવે આ ત્રણે પામ્યા પછી સંયમ વીર્યના દુર્લભત્વને કહે છે. • સૂત્ર ૧૦૫
શતિ અને શ્રદ્ધા પામીને પણ સંયમમાં પરષાર્થ ઘણો દુર્લભ છે. ઘણાંને સંયમમાં રચિ હોવા છતાં પણ તેને સમ્યક સ્વીકારી શક્તા નથી.
• વિવેચન ૧૦૫
શ્રુતિ, ચ શબ્દથી મનુષ્યત્વ અને શ્રદ્ધાપૂર્વવતુ પામ્યા પછી પણ સંયમ વિષયક વીર્ય, વિશેષથી દુર્લભ છે. જે કારણ ઘણાં લોકોને તે સુયતુ હોવા છતાં પણ - માત્ર મનુષ્યત્વ પામીને નહીં પરંતુ સાંભળે પણ, શ્રદ્ધા પણ કરે જ. છતાં પણ સૂત્રપણાથી તેને સ્વીકારે નહીં, કેમકે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય છે. સત્યકિ, શ્રેણિક આદિવત, સ્વીકારતા નથી.
હવે દુર્લભ એવા આ ચાર અંગનું ફળ કહે છે - • સુત્ર - ૧૦૬
મનુષ્યત્વ પામીને જે ધમને સાંભળે છે, તેમાં શ્રદ્ધા કરે છે, તે તારવી સંયમમાં પુરુષાર્થથી સંવૃત્ત થઈ, સ્મરજને દૂર કરે છે.
• વિવેચન - ૧૦૬
મનુષ્યત્વમાં પામીને, જે કોઈ ધર્મ સાંભળીને, તેની શ્રદ્ધા કરે. તે નિદાનાદિ રહિતતાથી પ્રશસ્ય તપયુક્ત, સંયમમાં ઉધોગ પામીને, બધાં આશ્રયને સ્થગિત કરીને તે હંમેશા દૂર કરે છે. શું? જેના વડે સ્વચ્છ સ્ફટિકવતું શુદ્ધ સ્વભાવી આત્મા પણ અન્યથાત્વને પામે છે તે રજ- કર્મના બધ્યમાનત્ત્વથી બદ્ધ, તેને દૂર કરીને મુક્તિ પામે છે. અહીં શ્રદ્ધા વડે સમ્યકત્વ કહે છે. તેના વડે જ્ઞાન બતાવ્યું. તેનાથી મોક્ષ માર્ગ વિરોધ થતો નથી.
અહીં પરલોકનું ફળ કહ્યું હવે આ જ ફળને કહે છે. • સુત્ર-૧૦૭
ગજુભૂતને શુદ્ધિ પ્રાપ્ત થાય છે, શુદ્ધ હોય તેમાં જ ધર્મ રહે છે, ધર્મ વાળો ઘીથી સિંચિત અનિવતુ પરમનિર્વાણને પામે છે.
• વિવેચન -૧૦૭
શુદ્ધિ - કષાય રૂપી કાલુષતાનો અપગમ થાય છે. ઋજુભૂત - ચાર અંગપામીને મુક્તિ પ્રતિ પ્રગુણીભૂતને, અત્યાદિ ધર્મની શુદ્ધિ પામીને અવિચલિતપણે રહે છે. અશુદ્ધને કદાચિત કષાયના ઉદયથી વિચલન પણ થાય. શુદ્ધિમાં સ્થિત નિવૃત્તિ - નિર્વાણ અર્થાત્ સ્વાથ્યને પામે. પરમ - એક માસના પર્યાય વાળો શ્રમણ વ્યંતરની તેજલેયાને ઓળંગી જાય છે. ઇત્યાદિ. તેવું સુખ રાજરાજને પણ ને મળે. તેને પામે. જેમ ઘી વડે સિંચિત અગ્નિ. - x x- નિર્વાણ એટલે જીવન મુક્તિને પામે. - x x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org