________________
3/૯૭
૧૫૧
જનસમૂહ રૂપ પ્રજા, આના વડે માનુષત્વને પ્રાપ્ત કર્યા પછી પણ કર્મના વશથી વિવિધ ગતિમાં ગમનને મનુષ્યત્વની દુર્લભતાનો હેતુ કહ્યો છે. અથવા સંસારમાં વિવિધ કર્મો કરીને પૃથક્ એટલે કે અનેક કુળકોટિ ઉપલક્ષિત જાતિમાં - દેવાદિમાં ઉત્પત્તિ રૂપે સંપ્રાપ્ત થયેલ જાણવું. − x − x -
પ્રકૃષ્ટતાથી જન્મે તે પ્રજા એટલે પ્રાણી, આના વડે પ્રાણીના વિવિધ દેવાદિભવ થવાને મૂળથી જ મનુષ્યત્વની દુર્લભતાનું કારણ કહેલ છે. આ જ અર્થને ભાવવાને
માટે કહે છે -
• સૂત્ર - ૯૮
પોતાના કરેલા કર્મો અનુસાર જીવ ક્યારેક દેવલોકમાં, ક્યારેક નરકમાં અને ક્યારેક અનુત્તર નિકાયમાં જન્મ લે છે.
૦ વિવેચન - ૯૮
એક શુભકર્માનુભવ કાળમાં દીવ્યતા પામે છે તે દેવો, તેમનો લોક-ઉત્પત્તિસ્થાન, દેવગતિ આદિ પ્રકૃતિ ઉદય વિષયપણાથી જોવાય છે, એમ કરીને તે દેવલોકમાં, નરમનુષ્યને યોગ્યતાથી આહ્વાન કરે છે, તે નરકો. તે રત્નપ્રભાદિ નારક ઉત્પત્તિ સ્થાનોમાં, અશુભ અનુભવ કાળમાં, તથા ક્યારેક તથાવિધ ભાવના ભાવિત અંતઃકરણ અવસરમાં અસુર સંબંધી કાય - અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે.
બાલતપ વગેરે વડે તેની પ્રાપ્તિ, એ દર્શાવવાને દેવલોકનું ઉપાદાન કરવા છતાં ફરી અસુરકાયનું ગ્રહણ છે. અથવા દેવલોક શબ્દનો અર્થ સૌધર્માદિમાં રૂઢ હોવાથી, તેનુ ઉપાદાન ઉપરના દેવો કહેવા માટે છે અને ‘અસુર’ એ નીચેના દેવના ઉપલક્ષણ માટે. આધાકર્મ- સ્વયં વિહિત એવા સરાગ સંયમ, મહારંભ, અસુરભાવના આદિ વડે દેવ, નાસ્ક અને અસુરગતિના હેતુ વડે ક્રિયા વિશેષથી યથાકર્મો વડે - તે તે ગતિ અનુરૂપ ચેષ્ટિત વડે જાય છે.
• સૂત્ર - ૯
આ જીવ ક્યારેક ક્ષત્રિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્કસ, ક્યારેક કીટ-પતંગ અને ક્યારેક કુંટુ-કીડી થઈ જાય છે.
• વિવેચન-૯૯
મનુષ્યાજન્માનુરૂપ કર્મપ્રકૃતિ ઉદયકાળમાં કોઈ દિ ‘ક્ષત્રીય અર્થાત્ ક્ષણન ક્ષત, તેનાથી બચાવે તે ક્ષત્રીય - રાજા થાય છે. ત્યારપછી પ્રાણી ચાંડાળ થાય, શુદ્ર અને બ્રાહ્મણી વડે જન્મે તે ચંડાલ. બોક્કસ - વર્ણશંકર. તે આ રીતે - બ્રાહ્મણ અને શુદ્રી વડે જન્મે તે નિષાદ અને બ્રાહ્મણ અને વૈશ્યાથી જન્મે તે અંબષ્ઠ, તથા નિષાદ અને અંબષ્ઠીથી જન્મે તે બોક્કસ.
અહીં ક્ષત્રિયના ગ્રહણથી ઉત્તમ જાતિ અને ચંડાલના ગ્રહણથી નીચ જાતિ, બુક્કસના ગ્રહણથી સંકીર્ણ જાતિ કહી, માનુષત્વથી ઉયર્તીને કીડા, પતંગમાં અથવા કુંથુ કે કીડીમાં જન્મે છે. આના દ્વારા બાકીના નિયંઓના ભેદો ઉપલક્ષણથી કહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org