________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૪ ત્યારે સંધે તેઓને કહ્યું - જઈને તીર્થકરને આટલું પૂછીને આવો કે જે ગોષ્ઠા માહિલ કહે છે, તે શું સત્ય છે? અથવા દુર્બલિકા પુષ્પમિત્ર આદિ શ્રી સંઘ કહે છે, તે કથન સત્ય છે ? :
ત્યારે તે દેવીએ કહ્યું કે, મને અનુબલ આપો. કાયોત્સર્ગનો આરંભ કર્યો. તે અનુબલને લીધે દેવી ગયા અને તેણીએ તીર્થકરને પૂછ્યું કે આ બેમાં સાચું કથન કોનું છે?તીર્થકર ભગવંતે કહ્યું- સંઘ છે તે જ સમ્યગ્વાદી છે, ગોઠા માહિલ મિથ્યાવાદી છે. આ સાતમો નિહવ છે.
દેવ ત્યાંથી પાછા આવ્યા. આવીને બોલ્યા કે - સંઘ સમ્યક્રવાદી છો અને આ ગોષ્ઠા માહિલ મિથ્યાવાદી નિલવ છે.
ત્યારે ગોઠા માહિલે કહ્યું કે - આ અN દ્ધિવાળી બિચારી છે, ત્યાં જવાની આની શક્તિ જ ક્યાં છે ? તે દેવીની પણ શ્રદ્ધા ન કરી. ત્યારે પુષ્પમિત્ર આચાર્યએ તેને કહ્યું- હે આર્ય ! તું આ વાતને સ્વીકારી લે, જેથી તને સંઘમાંથી બહાર કરવાનો પ્રસંગ ન આવે.
ગોઠામાહિલ તો પણ ન માન્યો. ત્યારે સંઘે તેને સંઘ બહાર કર્યો. બાર પ્રકારનો સંભોગ તેની સાથે બંધ કર્યો. તે બાર સંભોગ આ પ્રમાણે -(૧) ઉપધિ, (૨) શ્રત, (૩) ભોજનપાન, (૪) અંજલિપગ્રહ- મળે ત્યારે હાથ જોડવા રૂપ, (૫) દાન (૬) નિકાચના, (૭) આખ્યત્યાન, (૮) કૃતિ કર્મકરણ, (૯) વૈયાવચ્ચકરણ, (૧૦) સમોસરણસન્નિષધા, (૧૧) કથા, (૧૨) નિમંત્રણા.
આ બાર ભેદે સંભોગ કહ્યો. પંચ કામાં સત્તર ભેદો બતાવેલા છે.
૦ આ પ્રમાણે અભતર વિસંવાદી નિલવો કહ્યા. હવે પ્રસંગથી બહુતર વિસંવાદી બોટિક'ને કહે છે -
• નિર્યુક્તિ - ૧૭૮ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃત્તિકાર આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૬૦૯ વર્ષે બોટિકોનો આ મત રથવીરપુર નામક નગરમાં ઉત્પન્ન થયો.
તે કાળે તે સમયે રઘુવીરપુર નામે કર્બટ હતું. ત્યાં દીપક નામે ઉધાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે આચાર્ય હતા. ત્યાં શિવભૂતિ નામે એક સહસ્રમલ્લ હતો, તે રાજાની પાસે ગયો. હું તમારી ચાકરી સ્વીકારવા ઇચ્છું છું યાવત પરીક્ષા કરી લો. રાજાએ કહ્યું - ઠીક.
કોઈ દિવસે રાજાએ તેને કહ્યું કે- માતૃગૃહે શ્મશાનમાં જા અને કાળી ચૌદશે બલિ દઈને આવજે. દેવો અને પશુઓને બલિ આપી.
બીજા પુરુષોને કહેલું કે- આને ડરાવજો. તે જઈને માતૃબલિ આપ્યા પછી - હું ભૂખ્યો થયો છે, એમ વિચારીનેતે જ શ્મશાનમાં પશું ને મારીને, પકવીને ખાય છે. તે પુરુષો શિવ આરતિ વડે ચારે તરફથી ભૈરવ રવ કરવા લાગ્યા. તે શિવભૂતિના રૂવાળું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International