________________
૧૪૪
ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ/૧ તો હવે કહો કે કઈ રીતે બંધાય છે ? તેણે કહ્યું - સાંભળો. (હવે નિયુક્તિ ગાથા કહે છે) • નિર્યુક્તિ - ૧૬ + વિવેચન -
જેમ કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ અબદ્ધ હોય છે. તેમ જીવ કર્મથી સ્પષ્ટ પણ અબદ્ધ જ રહે છે. (તેની વૃત્તિ આ પ્રમાણે - )
જેમ તે કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ તે કંચુક શરીરની સાથે બદ્ધ હોતી નથી. એ પ્રમાણ જ કર્મો પણ જીવ પ્રદેશો વડે સ્પષ્ટ છે, પણ જીવ પ્રદેશોની સાથે બદ્ધ હોતા નથી. જેને કર્મો બદ્ધ હોય તેનો સંસારથી વિચ્છેદ થતો નથી.
ત્યારે તે કહે છે કે - અમે આચાર્ય પાસે આટલું ભણેલ છીએ. આ જાણતા નથી. ત્યારે તે શક્તિ થઈને પૂછવાને ગયા. કેમકે તેને થયું કે - મારાથી ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ ન થાય. ત્યારે આચાર્યને પૂછ્યું
તેમણે પણ કહ્યું કે- તેનો આવો આશય છે. જો જેનાથી પૃથફભાવ થવાનો હોય છે તેનાથી સ્પષ્ટમાત્ર છે, જેમ કંચુક કંચુકી વડે સ્પષ્ટ માત્ર છે, જીવ વડે કર્મનો પૃથફર્ભાવ થશે. અહીં આ પ્રશ્ન કરવો જોઈએ.
કંચુકવતુ પૃષ્ટમાગતા જે કર્મની કહી, તે શું એક એક જીવ પ્રદેશના પરિવેઝનથી છે કે સકલ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનથી છે ? જો એક એક જીવ પ્રદેશ પરિવેઝનથી છે, તો શું આ પરિવેઝન મુખ્ય છે કે ઔપચારિક? જો મુખ્ય છે, તો સિદ્ધાંતમાં વિરોધ આવશે. મુખ્ય પરિક્ષેપણ જ પરિવેઝન છે. એ પ્રમાણે ભિન્ન દેશના કર્મોનું ગ્રહણ થાય.
જ્યારે સિદ્ધાંતમાં કહેલ છે કે જે આકાશ પ્રદેશમાં આત્મપ્રદેશ અવગાઢ હોય, તેના વડે અવગાઢ જ કમ ગ્રહણ કરાય છે.
હવે જો તે ઔપચારિક છે, તે જેમ કંચુકી કંયુક વડે અવષ્ટબ્ધ અને આવૃત્ત છે, એ પ્રમાણે જીવપ્રદેશો પણ કર્મપ્રદેશો વડે મુખ્ય પરિવેઝનના અભાવમાં પણ તેમને ત્યાં પરિવેઝન કહેવાય છે. તેનાથી સ્પષ્ટ જ અમારી અષ્ટગંધની સિદ્ધિ થાય છે. કેમકે અમને પણ અનંત કમણિ વગણાઓ વડે આત્મપ્રદેશોની ઉક્ત સ્વરૂપ પરિવેઝનનો જ બંધ ઇષ્ટ છે. આગમમાં પણ કહ્યું છે કે
એક એક આત્મપ્રદેશ અનંતાનંત કર્મ વર્ગણાઓ વડે આવેષ્ટિત - પરિવેખિત છે” તેથી વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. સર્વ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનથી અમારા પણ પક્ષમાં ભિન્ન દેશ કર્મ ગ્રહણથી પૂર્વવત જ સિદ્ધાંતમાં વિરોધ આવે છે. તથા તેમાં બાહ્ય પ્રવેશ બંધ જ કર્મનો સંભવે છે. તે મેલની જેમ જ હોય, તેની ભવાંતર અનુવૃત્તિ ન થાય. એ પ્રમાણે પુનરભવનો અભાવ થાય અથવા સિદ્ધોને પુનર્ભવની આપત્તિ આવે ઇત્યાદિ. - x x x x x-x
(અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણાં તર્કો, પાઠો, આક્ષેપ - પરિહાર નોંધેલા છે. પણ પૂર્વવત તજજ્ઞ પાસે જ સમજી શકાય તેમ છે. અમે ઉક્ત અનુવાદ પણ સમજી શકાય તેવી અપેક્ષાથી જ કરેલ છે, શેષ કથન માત્ર અનુવાદથી સમજવું કઠીન છે, જો કે અમારા “આગમ કથાનુયોગ” માં
આ વિષયમાં ઘણું કથન અમે નોંધેલ છે. ગ્રંથાંતરોમાં પણ તેની કેટલીક સ્પષ્ટતા જોવા મળે છે.) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org