________________
(
૧૧૯
અધ્ય. ૩ ભૂમિકા
પછી જમાલિએ આ પ્રમાણે કહેતા, કેટલાંક સાધુઓએ આ અર્થની શ્રદ્ધા કરી અને કેટલાંક તેની શ્રદ્ધા ન કરી. જેમણે શ્રદ્ધા કરી તે સાધુઓ જમાલીનો આશ્રય કરી વિહરવા લાગ્યા. તેમાં જેમણે શ્રદ્ધા ન કરી, તેઓ આ પ્રમાણે કહે છે - ભગવન! આપનો આ આશય છે કે - જેમ ઘટ એ પટ નથી, અથવા પટ એ ઘટ નથી. તેમ ક્રિયમાણ (કરાતુ) કૃત નથી, કૃત તે ક્રિયમાણ નથી. જે બે નિશ્ચિત ભેદો છે, તે બંનેનું ઐક્ય નથી, જેમ ઘટ અને પટનું નથી.
નિશ્ચિત ભેદમાં કૃત અને ક્રિયમાણમાં, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે - કૃત અને ક્રિયમાણક શું એકાંતથી નિશ્ચિત - ભેદ છે. જો એકાંતથી છે તો શું તેના ઐક્ય છતાં પણ કરણ પ્રસંગથી છે ? અથવા ક્રિયાનુપરમ પ્રાપ્તિમાં છે ? તો શું પ્રથમ આદિ સમયોમાં પણ કાયપલંભ પ્રસક્તમાં છે ? તો રક્રિયા વૈફલ્ય આપત્તિથી છે? અથવા દીર્ઘ ક્રિયાકાળ દર્શનથી અનુપપત્તિ છે?
તેમાં તેના હોવા છતાં પણ કરણપ્રસંગથી છે, તે યુક્ત છે. અસત્ કરણમાં જ આકાશના પુષ્પની માફક કરણ પ્રાપ્ત થાય, તેથી કથંચિત હોવું જ કરણ અમારા વડે સ્વીકારેલ છે, અભ્યાગત અર્થનું પ્રસંજન યોજાતું નથી.
ક્રિયા અનુપરમ પ્રાપ્તિથી પણ નથી, અહીં ક્રિયા શું એક વિષયક છે કે ભિન્ન વિષયા છે? જો એક વિષયા હોય તો કોઈ દોષ નથી, તેમાં જ જો કૃતને ક્રિયમાણ કહે છે, ત્યારે તેમના મતે નિષ્પન્ન જ કૃત છે. તેની પણ ક્રિયમાણતાથી ક્રિયા અનુપરમ પ્રાપ્તિ રૂપ દોષ થાય. “ક્રિયમાણ તે કૃત નથી.” એમ કહેવામાં ત્યાં ક્રિયા આવેશ સમય જ કૃતત્વ જણાવે છે. કેમકે ક્રિયાકાળ એક્યમાં કૃતના સત્ત્વથી હોવા છતાં કરણમાં તદ્ અવસ્થા પ્રસંગ છે, તે અસતુ છે. પૂર્વે જ લબ્ધસત્તાકની ક્રિયામાં આ પ્રસંગ થાય. પણ ક્રિયા સમકાળ સત્તા પ્રાપ્તિમાં નહીં. હવે ભિન્ન વિષયા ક્રિયા ત્યારે સિદ્ધ સાધન છે. પ્રતિ સમય અચાન્ય કારણપણાથી વસ્તુના સ્વીકારથી ભિન્ન વિષય ક્રિયા અનુપરમનો અમારો મત સિદ્ધ પણ જ છે.
હવે પ્રથમ આદિ સમયોમાં પણ કાયપલંભ પ્રસક્ત - એપક્ષ છે. ક્રિયમાણના જ કૃતત્વમાં પ્રથમાદિ સમયોમાં પણ સત્ત્વથી ઉપલંભ પ્રસજ્ય છે. તે પણ નથી. ત્યારે શિવક આદિની જ ક્રિયમાણતા છે, તે ઉપલબ્ધ છે જ. - - - ઘટગત અભિલાષાથી મૂઢ શિવકાદિ કરણમાં પણ હું ઘટ કરું છું, એમ માને છે. તેથી કહે છે કે પ્રતિ સમય કાર્ય કોટી નિરપેક્ષ ઘટગત અભિલાષ છે, પ્રતિ સમય કાર્યકાળ પૂળમતિ ઘટને ગ્રહણ કરે છે.
ક્રિયા વૈકલ્ય આપત્તિથી પણ નહીં. કેમકે પૂર્વે જ પ્રાપ્ત સત્તાકના કરણમાં ક્રિયાનું વૈકલ્ય થાય છે. ક્રિયમાણ કુતત્વમાં નહીં. તેમાં જ ક્રિયમાણ • ક્રિયા અપેક્ષા છે, તેનું સાફલ્ય જ છે. અનેકાંતવાદીને કોઈપણ રૂપથી પૂર્વે સત્ત્વ છતાં પણ રૂપાંતરથી કરણ દોષને માટે ન થાય.
દીર્ઘ ક્રિયાકાળ દર્શનની અનુપત્તિ પણ યુક્ત નથી. કેમકે શિવક આદિ
37/9) International
Jain
..
International
For Private & Personal Use Only
www.jainelibrary.org