________________
He પ/૩૯ નિ - ૧૫૧૦ થી ૧૫૧૬
૧૨૩
(૧૫૧૬] જો જ્યોતિનો સ્પર્શ થાય છે, ત્યારે ઢાંકવાને માટે કલા-કામળનું ગ્રહણ કરતાં કાયોત્સર્ગ ભંગ થતો નથી.
શંકા - ‘નમો અરિહંતાણં' બોલીને જ પારવાનું હોય તો તે કંબલનું ગ્રહણ કેમ કરે ? કે જેથી તેનો ભંગ ન થાય, તેમ કહ્યું.
સમાધાન - અહીં નમસ્કારથી પાવાનો જ અવિશિષ્ટ કાયોત્સર્ગ કરાતો નથી, પરંતુ જે જેના પરિમાણ જે કાયોત્સર્ગમાં કહેલ છે, તેની આગળ પરિસમાપ્તિ છે, તેમાં નમસ્કાર ન બોલવાથી ભંગ ઈત્યાદિ થાય પણ અપરિસમાપ્તિમાં પણ બોલે તો કાયોત્સર્ગનો ભંગ થાય. પરંતુ તે અહીં થતો નથી. એમ બધે વિચારવું.
fછf ન - બીલાડી, ઉંદર આદિ વડે આગળથી નીકળે. અહીં પણ આગળથી સરકતા કાયોત્સર્ગ ભંગ થતો નથી..
બોધિક - ચોર, તેમના વડે ક્ષોભ, રાજાદિથી ક્ષોભ ઈત્યાદિમાં અસ્થાને પણ ઉચ્ચારણ કરતો કે ઉચ્ચારણ ન કરતો કાયોત્સર્ગ ન ભાંગે.
સર્પદંશ - પોતાને કે બીજાને થાય તેવી સ્થિતિમાં સહસા જ તે ઉચ્ચારે તો કાયોત્સર્ગ ભંગ ન થાય. તે સિવાયના - ઉક્ત કારણો સિવાય કાયોત્સર્ગનો ભંગ થાય છે.
હવે સામાન્યથી કાયોત્સર્ગની વિધિનું પ્રતિપાદન કરે છે. • નિર્યુક્તિ-૧૫૧૦ થી ૧૫૨૩-વિવેચન :
[૧૫૧૩] વળી તે કાયોત્સર્ગ કર્તા સૂર્ય સહિત એવા દિવસમાં જ મૂત્ર અને મળ તથા કાળ-ભૂમિની પ્રત્યુપ્રક્ષેપણા કરે છે. બાર પ્રશ્રવણ ભૂમિઓ છે. આલય પરિભોગની અંદરની છે અને બહારની છે. એ પ્રમાણ ઉચ્ચારભૂમિ પણ છ છે. આનું પ્રમાણ તીઈ જઘન્યથી એક હાથને ચાર આંગળ ચાવતુ અચેતન છે. ઉત્કૃષ્ટ પ્રમાણ સ્પંડિલ બાર યોજન હોય. પણ તેનો અહીં અધિકાર નથી.
કાળભૂમિઓ ત્રણ છે – ‘કાળમંડલ' નામથી. જયાં સુધી આનો બીજા શ્રમમયોગ કાળવેળામાં કરે છે, ત્યાં સુધી પ્રાયઃ સૂર્ય અસ્તને પામે છે. પછી – “અસ્ત પામતા પોતાના સ્થાનમાં ઉત્સર્ગ સ્થાપે” તેમ કહેલ છે, અન્યથા જેને જ્યારે વ્યાપાર પરિસમાપ્તિ થાય છે, તે ત્યારે જ સામાયિક કરીને રહે છે.
[૧૫૧૮] આ વિધિ કોઈ કારણાંતરે ગુરુને વ્યાઘાત હોતા છે. પરંતુ જો નિર્ણાઘાત હોય તો -
જ તિવ્યઘિાત જ હોય તો સર્વ આવશ્યક - પ્રતિક્રમણ પછી કરે. બધાં પણ ગુરુની સાથે કરે. - X •
(૧૫૧૯] જો ગુરુથી પાછળ રહે ત્યારે –
બાકીના સાધુઓ શકિતને અનુરૂપ, જે જેટલો કાળ રહેવાને સમર્થ હોય તો ગુરને પૂછીને સ્વસ્થાનમાં સામાયિક કરીને રહે છે. કયા નિમિતે -સૂત્રાર્થના સ્મરણના હેતુથી. “આચાર્ય દૈવસિકમાં સ્થિત થાય છે.” આચાર્યની આગળ રહીને તેની સામાયિકના પૂરા થયા પછી દૈવસિક અતિચારને વિચારે છે.
૧૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બીજા કહે છે - જ્યારે આચાર્યો સામાયિક કહે છે, ત્યારે તેઓ પણ ત્યાં રહીને જ સામાયિક સૂત્રની ગુરુની સાથે વિચારણ કરે છે. પછી દૈવસિક કરે છે.
[૧૫ર૦] બાકીનાને યથાશક્તિ એમ કહ્યું. જેમની કાયોત્સર્ગમાં રહેવાની શક્તિ જ નથી, તે શું કરે ? એ રીતે તેમાં રહેલ વિધિને જણાવવા માટે કહે છે –
જે કોઈ સાધુ કાયોત્સર્ગમાં રહેવાને અસમર્થ હોય, તો તે કેવો હોય ? બાળ, વૃદ્ધ, ગ્લાન, ગુરુ વૈયાવચ્ચ કરણાદિથી પરિભ્રાંત હોય અને એ પણ વિકથારહિત થઈ સૂઝાનિ ધ્યાવે. ક્યાં સુધી ? જ્યાં સુધી ગુરઓ કાયોત્સર્ગમાં રહેલા હોય.
[૧૫ર૧] આચાર્ય દૈવસિકમાં સ્થિત હોય તેમ કહ્યું, તેની વિધિ કહે છે - ગુરુ ચાલવાથી કે ચેણ રહિતતાથી જો દૈવસિક બમણું ચિંતવે છે, ત્યારે બીજા ત્યાં સુધી એક ગુણને ઘણીવાર સુધી ચિંતવે. વિશેષ એ કે અહીં ચેષ્ટા શબ્દ વ્યાપાર-પ્રવૃત્તિરૂપ જાણવો.
[૧૫૨૨] નદHIT - કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર વડે પારતા “નમો અરહંતાણ” બોલે.
ચતુર્વિશતિ- જેના વડે આ તીર્થ ઉપદેશ કરાયેલ છે, તેના તીર્થકરો ગષભાદિ ચોવીશની નામોચ્ચારણપૂર્વક સ્તવના કરે.
• સૂગ-૪૦ થી ૪૬ -
“લોગસ ઉmઅગરે” સાત ગાથાનું એવું આ સૂત્ર પૂર્વે બીજા અધ્યયનમાં સુગ-૩ થી ૯ ના ક્રમમાં કહેવાયેલ છે, તે જોઈ લેવું.
• વિવેચન-૪૦ થી ૪૬ :
કૃતિકર્મ તે - પછી ગુરુને વંદન કરવાની ઈચ્છાવાળા સંર્દેશકને પ્રમાજીને બેસે છે, પછી મુહસ્પત્તિ પડિલેહીને મસ્તક સહિતની ઉપરની કાયાને પ્રમા છે, પ્રમાઈને પરમ વિનયથી ત્રિકરણ વિશુદ્ધ કૃતિકર્મ કરે છે અર્થાત્ વંદન કરે છે. કહ્યું છે -
આલોચના, વ્યાકરણ, સંપગ્ન, પૂજના, સ્વાધ્યાયમાં અને અપરાધમાં ગુરુને વિનયના મૂળરૂપ વંદન કરે.
૦ આલોચના - એ પ્રમાણે વાંદીને, ઉભો થઈ, બંને હાથમાં જોહરણ ગ્રહણ કરીને, અર્ધ-અવનત કાયાથી પૂર્વપરિચિંતિત દોષોને રતાધિકના ક્રમે સંયતભાષાથી જેમ ગુર સાંભળે તેમ વધતા જતા સંવેગપૂર્વક અને ભયવિમુક્ત આત્મા વિશુદ્ધિ નિમિતે વિનયથી આચાર્યના ચરણોમાં જઈને આલોચના કરે છે. - x -
પાપ કરેલો મનુષ્ય પણ ગુરુની પાસે આલોચના અને નિંદણા કરીને, જેમ ભારવાહક ભાર ઉતારીને હળવો થાય તેમ અતિ હળવો થાય.
તથા ઉત્પન્ન કે અનુત્પન્ન માયા પ્રતિ માર્ગને હણવો જોઈં, (જેથી) આલોચના, નિંદના, ગહ વડે બીજી વાર તે ન થાય.
તેનું જે પ્રાયશ્ચિત્ત માર્ગવિદ્ ગુરુ બતાવે, તેને તે પ્રમાણે અનુસરવું જોઈએ. જેથી અનવસ્થા પ્રસંગ ન આવે.
0 પ્રતિકમણ - દોષોને આલોચીને ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત સામાયિકપૂર્વક