________________
૩૬૦૪/૨૯, નિં - ૧૩૫૯, ભા. ૨૨૩
હવે આ સ્થાનો દવના અગ્નિ આદિથી બળી જાય અથવા પાણીના પ્રવાહ વડે તે માર્ગ વહાઈ જાય, તે ગામ કે નગરે પોતે અથવા ગૃહસ્થ વડે શોધિત બાકીના સ્થાનો અથવા જે ગૃહસ્થો ન શોધેલ હોય તે સ્થાને પછી સાધુઓ રહ્યા હોય, પોતાની વસતિની ચોતરફ શોધતા જે દેખાય તે તજીને અથવા અદૃષ્ટ હોય, તેમાં ત્રણ દિવસ ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરીને અશઠ ભાવે સ્વાધ્યાય કરે છે.
શારીરગ્રામ પશ્ચાદ્ધ આ વિભાષા છે – ‘શરીર' એટલે મૃતનું શરીર ચાવત્ લઘુગ્રામમાં નિષ્કાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. હવે નગરમાં કે મોટાગ્રામમાં ત્યાં વાડાથી કે શાખાથી જ્યાં સુધી નિષ્કાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાયનો ત્યાગ કરે જેથી લોકો તેમને નિર્દેખા - દુઃખ કે અનુકંપા વગરના
ન કહે.
૮૧
તેથી જ ભાષ્યકાર કહે છે –
• ભાષ્ય-૨૨૩ * વિવેચન :
લઘુ ગામમાં મૃતકને જ્યાં સુધી લઈ ન જાય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. મોટા નગર કે ગામમાં વાડા કે શાખાથી ન કાઢે ત્યાં સુધી સ્વાધ્યાય પરીહરે. ચોદક કહે છે – સાધુની વસતિની સમીપે મૃતક શરીરના લઈ જવાતા જો પુષ્પ-વસ્ત્રાદિ પડે તો અસ્વાધ્યાયિક.
આચાર્ય કહે છે કે -
• નિર્યુક્તિ-૧૩૬૦-વિવેચન :
મૃતકશરીર વસતિના ઉભયથી સો હાથમાં જેટલામાં લઈ જવાય ત્યાં સુધીમાં તે અસ્વાધ્યાયિક. બાકીની પરવચન ભણિત પુષ્પાદિનો પ્રતિષેધ કરવો અર્થાત્ અસ્વાધ્યાયિક ન થાય.
જેનાથી શરીર અસ્વાધ્યાયિક ચાર ભેદે છે – લોહી, માંસ, ચર્મ અને હાડકાં, તેથી તેમાં સ્વાધ્યાય વર્જવો ન જોઈએ.
• નિર્યુક્તિ-૧૩૬૧-વિવેચન :
આ સંયમધાતાદિક પાંચ પ્રકારે અસ્વાધ્યાયિક કહેલ છે. તે જ પાંચ વડે વર્જિત સ્વાધ્યાય થાય છે. ત્યાં તે સ્વાધ્યાયકાળમાં આ વઢ્યમાણ - કહેવાનાર ‘મેરા’ - સામાચારી પ્રતિક્રમીને જ્યાં સુધી વેળા ન થાય, ત્યાં સુધી કાળ પ્રતિલેખના કરવામાં ગ્રહણકાળમાં પ્રાપ્ત ગંડકનું દૃષ્ટાંત થશે અને ગ્રહણ કર્યા પછી શુદ્ધ કાળમાં પ્રસ્થાપન વેળામાં મરુકનું દૃષ્ટાંત આવશે.
શા માટે કાળગ્રહણ ? તેનો ઉત્તર આપે છે –
• નિર્યુક્તિ-૧૩૬૨-વિવેચન :
સંયમ ઘાતાદિકને પાંચ પ્રકારે અસ્વાધ્યાય છે, તેના પરિજ્ઞાન અર્થે કાળવેળાને જુએ છે અર્થાત્ નિરૂપમ કરે છે.
કાળ નિરૂપણીય છે. કાળના નિરૂપણ વિના પંચવિધ સંયમઘાતાદિને ન જાણે. જો ગ્રહણ કર્યા વિના સ્વાધ્યાય કરે તો “ચતુર્તઘુ' પ્રાયશ્ચિત્ત કહેલ છે. તે કારણથી 34/6
ર
કાળ પ્રતિલેખનામાં આ સામાચારી છે
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
દિવસની છેલ્લી પોિિસમાં ચોથા ભાગ બાકી રહે ત્યારે કાળગ્રહણ સંબંધી
ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. અથવા ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ કાળભૂમિઓ છે, એમ ગાથાર્થ છે.
• નિર્યુક્તિ-૧૩૬૩-વિવેચન :
અંત - એટલે નિવેશનની ત્રણ ઉચ્ચારની અધ્યાસિત સ્થંડિલનીકટ, મધ્ય અને દૂર, એ ત્રણને પડિલેહે. અનધ્યાસિત સ્થંડિલો પણ અંતરથી જ ત્રણને પડિલેહે. આ પ્રમાણે અંતઃસ્થંડિલ છ થાય છે.
નિવેશનથી બહાર પણ છ સ્થંડિલ થાય છે. આમાં પણ અધ્યાસિતને દૂરતર અને અનધ્યાસિતને આસન્નતર કરવી જોઈએ.
• નિયુક્તિ-૧૩૬૪-વિવેચન :
પ્રશ્રવણમાં આ જ ક્રમથી બાર, એ પ્રમાણે કુલ ચોવીશ ભૂમિને અન્વતિ અસંભાંત ઉપયુક્ત થઈને પડિલેહણ કરીને પછી ત્રણ કાલગ્રહણ-સ્થંડિલનું પ્રતિલેખન
કરે છે. જઘન્યથી હસ્તાંતરિતને પડિલેહે.
હવે અનંતર સ્થંડિલ પ્રતિલેખના યોગ પછી જ સૂર્યાસ્તમાં તે આવશ્યક કરે છે. તેની આ વિધિ છે -
• નિર્યુક્તિ-૧૩૬૫-વિવેચન :
હવે સૂર્ય અસ્ત થવાના અનંતર જ આવશ્યક કરે છે. ‘પુનઃ' શબ્દ વિશેષણમાં છે. બે પ્રકારે આવશ્યક કરણને વિશેષિત કરે છે - નિવ્યઘિાત અને વ્યાઘાતવત્ જો નિર્વ્યાઘાત હોય તો બધાં ગુરુ સહિત આવશ્યક કરે છે. હવે ગુરુ શ્રાવકોને ધર્મ કહે છે. ત્યારે આવશ્યકને સાધુની સાથે કરણીયમાં વ્યાઘાત થાય છે. જે કાળમાં તે કરવા યોગ્ય છે, તે ઘટાડતા વ્યાઘાત કહેલ છે. પછી ગુરુ અને નિષધાધર પછી ચાસ્ત્રિના અતિચાર જ્ઞાનાર્થે કાયોત્સર્ગમાં રહે છે.
• નિર્યુક્તિ-૧૩૬૬-વિવેચન :
-
બાકીના સાધુઓ ગુરુને પૂછીને, ગુરુ સ્થાનની પાછળ, નજીક, દૂર રાત્વિકના ક્રમે, જેનું જ્યાં સ્થાન છે, તે સ્વસ્થાન કહેવાય. ત્યાં પ્રતિક્રમવું જોઈએ, આ સ્થાપના
છે
ગુરુની પાછળ રહેલો, મધ્યમાંથી જઈને સ્વસ્થાને રહે. જેઓ ડાબી બાજુ હોય, તે અનંતર સવ્યથી જઈને સ્વસ્થાને રહે. જે દક્ષિણમાં હોય તે અનંતર અપસવ્યથી જઈને રહે. ત્યાં અનાગત સૂત્રાર્થ સ્મરણના હેતુથી રહે છે, ત્યાં પૂર્વેથી રહેલા “કરેમિ ભંતે' એ સામાયિક સૂત્ર કરે છે. પછી જ્યારે ગુરુ સામાયિક
કરીને ‘વોસિરામિ’ એમ બોલે અને કાયોત્સર્ગમાં રહે ત્યારે દૈવસિક અતિચારને ચિંતવે છે.
બીજા કહે છે – જ્યારે ગુરુઓ સામાયિક કરે છે, ત્યારે પૂર્વે રહેલ હોય તો પણ તે સામાયિક કરે છે. બાકી સુગમ છે.