________________
એ ૪/ર૯, નિ
- ૧૩૪૮
૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કરતા શુદ્ધ થાય છે. જો કોઈ ન દેખાતા હોય તો પણ શોધીને જે દેખાય, તે બધું પરિઠાપિત કરે. અટ હોય તો ત્યાં પણ રહીને શદ્ધ-સ્વાધ્યાય કરતાં પણ પ્રાયશ્ચિત ન આવે.
અહીં આટલું પ્રસંગથી કહ્યું. વ્યગ્રહ દ્વાર કહ્યું. હવે “શારીર’ એ દ્વારને કહે છે• નિયુક્તિ-૧૩૪૯-વિવેચન :
શરીર સંબંધી અસ્વાધ્યાયિક બે ભેદે છે – મનુષ્ય શરીરના લોહી વગેરે છે રીતે તીર્થય સંબંધી પણ અસ્વાધ્યાય થાય. અહીં માનવ સંબંધીની વાત પછી, તીર્યચ સંબંધી કહીએ છીએ - તે ત્રણ ભેદે છે - મત્સ્ય આદિનું જલજ, ગાય આદિનું સ્થલા જ અને મયૂર આદિનો ખેચરજ. આ પ્રત્યેકના દ્રવ્ય આદિથી ચાર પ્રકારે ભેદ છે. અથવા પ્રત્યેક દ્રવ્યાદિમાં આ ચારનો પરિહાર કરવો. એ ગાથાર્થ કહ્યો.
• નિયુક્તિ-૧૩૫૦-વિવેચન :
પંચેન્દ્રિયોનો લોહી આદિ દ્રવ્યનો આસ્વાધ્યાયિક, ક્ષેત્રથી ૬૦ હાથ સુધીમાં હોય તો અસ્વાધ્યાયિક પછી હોય તો નહીં અથવા ગથી પર્દાલાકીપુગલ એટલે માંસ, તેનાથી બધું વ્યાપ્ત હોય, તેનો આ પરિહાર - ત્રણ કુરચ્યા વડે અંતરિત થયા પછી શુદ્ધ થાય છે. નીકટમાં શુદ્ધ ન થાય, અનંતર દૂર રહીને પણ શુદ્ધ ન થાય. મોટી રચ્યા એટલે રાજમાર્ગ હોય, જ્યાં રાજા સૈન્યસહિત જતો હોય અથવા દેવયાનરથ કે વિવિધ અશ્વવાહનો જતા હોય છે. બાકીના કુરચ્યા એટલે કે કુમાર્ગ જાણવો. આ વિધિ નગર માટે કહી.
ગામથી નિયમા બહાર લેવું. અહીં ગામ અવિશુદ્ધ તૈગમ નયના મતથી તમાપર્યન્ત જાણવું, પરગ્રામની સીમાએ શુદ્ધિ થાય છે.
• નિયુક્તિ-૧૩૫૧-વિવેચન :તીર્થય સંબંધી સ્વાધ્યાયિક- સંભવકાળથી ત્રીજી પૌરુષી સુધી અવાધ્યાયિક
પછી શુદ્ધ થાય છે અથવા આઠ પ્રહર અસ્વાધ્યાયિક - તે જ્યાં આઘાત સ્થાન હોય ત્યાં થાય છે.
ભાવથી વળી સૂત્રનો પરિહાર કરે છે અને તે નંદી, અનુયોગદ્વાર, તંદુલ વૈચારિક, ચંદાવેઝય, પોરિસિકંડલાદિનો કરે - અથવા -
અસ્વાધ્યાયિક ચાર ભેદે આ પ્રમાણે - માંસ, લોહી, ચામડુ અને અસ્થિ જાણવા. માંસ ખાનારને છોડીને માંસમાં આ વિધિ છે –
• નિયુકિત-૧૩૫ર + વિવેચન :
અંદર અને બહાર ઘૌત, ૬૦ હાથ, ત્રણ પોરિસિ, મહાકાયમાં અહોરાત્ર ઈત્યાદિ. તેની વ્યાખ્યા ગાથા હવે કહે છે -
• નિયુક્તિ-૧૩૫૩-વિવેચન :
ઉક્ત ૧૩૫ર અને ૧૩૫૩ બંનેનું વ્યાખ્યાન કરતાં કહે છે - સાધુની વસતિથી ૬૦ હાથની અંદર અને બહાર ધૌત. તેમાં અંદર પક્વ તે અંતર્ધીત અને બહાર પક્વ
તે બહિર્વોત. અહીં અંતર્પકવમાં પહેલો અને બીજો ભંગ લેવો. બહારના ગ્રહણમાં બીજો ભંગ લેવો. આ ત્રણમાં અસ્વાધ્યાયિક થાય. જે પ્રદેશમાં ઘૌત લાવે કે રાંધે, તે પ્રદેશ ૬૦ હાથની અંદર પરિહરવો જોઈએ.
કાળથી ત્રણ પૌરુષી અસ્વાધ્યાયિક થાય.
તથા બીજી ગાથાના પૂર્વાદ્ધમાં જે કહ્યું કે - “બહિર્વોતપક્વ”, આ ચોથો ભંગ છે. આવા પ્રકારે જો સાઈઠ હાથના અંતરમાંથી લાવેલ હોય તો પણ તે અવાધ્યાયિક ન થાય.
પહેલા અને બીજા ભંગમાં જે અંતઃપ્રક્ષાચ, તેમાં રાંધે કે તે સ્થાનમાં અવયવો પડે છે તેનાથી અસ્વાધ્યાયિક.
બીજા ભંગમાં બહાર ધોઈને અંદર આવેલા માંસ પણ એ પ્રમાણે જ અસ્વાધ્યાયિક થાય અને તે ઉક્ષિત માંસ આકર્મ પુદ્ગલ હોતું નથી. જે કાલશાદિ વડે અનિવારિત વિપ્રકીર્ણ લઈ જવાય તે આકીર્ણ પુદ્ગલ કહેવાય.
‘મહાકાય' આની વ્યાખ્યા - જે પંચેન્દ્રિય જ્યાં હણાયેલ હોય, તે આઘાતસ્થાનને વર્જવું જોઈએ.
ફોગથી ૬૦ હાથથી, કાળથી અહોરાત્ર, અહીં અહોરાત્ર છેદ સૂર્યના ઉગવાથી થાય. રાંધેલ કે પકાવેલ માંસ અવાધ્યાયિક ન થાય. જયાં ધોયેલ હોય તે પ્રદેશથી મોટો જળપ્રવાહ વહે, તો જ ત્રણ પરિસિ કાળ અપૂર્ણ હોય તો પણ શુદ્ધ થાય. આઘાતન શુદ્ધ ન થાય.
‘મહાકાય’ તેની આ વ્યાખ્યા - મહાકાય એ પશ્ચાઈ. મૂષક આદિ મહાકાય. તે પણ મારાદિ વડે આહત હોય. જો તે અભિન્ન જ ગ્રહણ કરે કે ગળી જાય તો ૬૦ હાથની બહાર જાય છે, તેને કેટલાંક આચાર્યો અસ્વાધ્યાયિક ઈચ્છતા નથી, કેટલાંક વિપક્ષ અસ્વાધ્યાયિકને ઈચ્છે છે.
આ જ અર્થને પ્રગટ કરવાને માટે ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૧૮ + વિવેચન :
મૂષકાદિ મહાકાય, માનદિ વડે આહતને કેટલાંક અસ્વાધ્યાય માને છે, અવિભિન્નમાં જો ન જુએ તો ગ્રહણ કરવાનું કેટલાંક કહે છે.
ગાથાર્થ કહ્યો. તિર્યંચમાં અસ્વાધ્યાયિક અધિકાર આ પ્રમાણે છે -
નિયુક્તિ-૧૩૫૪ + વિવેચન : -
અંદર અને બહાર ભેદાયેલ અંડગબિંદુ સંબંધે જે અસ્વાધ્યાય છે, તેની વ્યાખ્યા ભાણકાર જ કરશે. લાઘવાર્થે અહીં વ્યાખ્યા કરેલ નથી. “અંદર અને બહાર ભેદાયેલ “અંડગબિંદુ' આ ગાથા ખંડની વ્યાખ્યા ભાણકાર કહે છે -
• ભાગ-૨૧જું વિવેચન :
સાધુની વસતિથી બહાર સાઈઠ હાય પૂર્વે ઇંડા ભાંગેલ હોય તો અસ્વાધ્યાયિક, જો બહાર માંગે તો અસ્વાધ્યાય ન થાય..
અથવા સાધુની વસતિની અંદર કે બહાર ઇંડા માંગે કે ફેંકૈલ હોય બંને