________________
સ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિજ્ઞરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા. પૂજ્ય આચાર્યશ્રી ચકચંસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના
-
૦
૦
૦
૦ '
?
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.