________________
- ૪/૨૬, નિ - ૧૩૦૯
૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• નિયુક્તિ-૧૩૧૦-વિવેચન :
સાકેત નગરે ગંજય નામે રાજા, જિનદેવ નામે શ્રાવક હતા. તે શ્રાવક દિગુયાણાર્થે કોટિ વર્ષે ગયો. તેઓ પ્લેચ્છ હતા. ત્યાં રજા ચિલાત નામે હતો. ત્યાં તેણે રનો, વ, મણિઓ ભેટમાં ધર્યા. તે ચિલાત પૂછે છે - અહો ! આવા સુરૂપ રનો ક્યાંથી લાવ્યા ? જિનદેવે કહ્યું - અમારા રાજ્યમાંથી. તેણે વિચાર્યું કે કદાચ રાજા બોધ પામે. તે સજા બોલ્યો – હું પણ ત્યાં રનો જોવા આવું. પણ તમારા રાજાનો મને ડર લાગે છે, ત્યારે જિનદેવ કહ્યું - તમે ડરશો નહીં. પછી તેના રાજાને પણ મોકલ્યો. રાજાએ જણાવ્યું – ભલે આવે. જિનદેવ શ્રાવક લાવ્યો. ભગવંત પધાર્યા. શત્રુંજય રાજા સપરિવાર મહા ઋદ્ધિ સહિત નીકળ્યો. સ્વજન સમૂહ નીકળ્યો. ત્યારે ચિલાતરાજાએ પૂછ્યું - આ બધાં લોકો ક્યાં જાય છે ? શ્રાવકે કહ્યું કે - આ રનવણિક છે. બંને જણા ભગવંત પાસે ગયા.
ભગવંતના છત્રાતિછત્ર, સિંહાસનાદિ જોઈને ચિલાતે પૂછ્યું - રસ્તો ક્યાં છે ? ત્યારે ભગવંતે ભાવરન અને દ્રવ્યરનની પ્રજ્ઞાપના કરી. ચિલાત રાજાએ કહ્યું - મને ભાવરન આપો. ત્યારે તેને જોહરણ ગુચ્છા આદિ બતાવે છે. તેણે દીક્ષા લીધી. આ મૂળગુણ પ્રત્યાખ્યાન.
હવે ઉતગુણ પ્રત્યાખ્યાનની ઉદાહરણ ગાયા - • નિયુક્તિ-૧૩૧૧-વિવેચન :
વારાણસીમાં બે અણગારો ચોમાસુ રહ્યા- ધર્મઘોષ, ધર્મયશ. તેઓ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતાં હતા. ચોથા પારણમાં “અમે નિત્યવાસી ન થઈએ" એમ વિચારી, પહેલી પરિસિમાં સ્વાધ્યાય, બીજી અર્થ પોરિસિ કરીને ત્રીજી પોરિસિમાં બંને ઉદ્ગાણ થઈ દોડ્યા. શારદિક ગરમીમાં આહત થઈ, તરસથી સુકાતા, ગંગા નદી પાર કરતા, મનથી પણ પાણીની પ્રાર્થના ન કરી. નદી પાર ઉતર્યા ગંગા દેવી પ્રસન્ન થઈ. તેણીએ ગોકુળ વિકુવ્યું પાણી, ગાયો, દહીં ઈત્યાદિ હતું.
બંને સાધુને લાભ દેવા બોલાવ્યા - પધારો, ભિક્ષા ગ્રહણ કરો. તે બંનેએ ઉપયોગ મૂકી તેનું રૂપ જોયું. તેણીને આહારનો પ્રતિષેધ કરી નીકળી ગયા. પછી ગંગાદેવીએ અનુકંપાવી વરસાદી વાદળ વિકુળં. ભૂમિ આદ્ધ થઈ. શીતળ વાયુ વડે ગામ આપ્લાવિત કર્યું. ભિક્ષા લીધી.
આ પ્રમાણે ઉત્તરગુણ પચ્ચકખાણ ભાંગવું ન જોઈએ.
હવે પચ્ચીશમાં યોગસંગ્રહ “સુત્સર્ગ” તે બે ભેદે – દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય વ્યુત્સર્ગમાં કઠંડુ આદિનું દૃષ્ટાંત ભાણકાર કહે છે –
• ભાગ-૨0૫,૨૦૬-વિવેચન :
ચંપા નગરીમાં દધિવાહન રાજા હતો. ચેટક રાજાની પુત્રી પાવતી ત્યાંની રાણી હતી. તેણીને દોહદ થયો કે - હું રાજાનો વેશ સજી ઉધાન અને કાનનોમાં વિયર. રાજાએ પૂછતાં દોહદ જણાવ્યો. હાથી ઉપર તે સણીને લઈને રાજા નીકળ્યો. રાજાએ છત્ર હાથમાં રાખ્યું. ઉધાનમાં ગયા. પહેલી વર્ષાનો કાળ હતો. તે હાથી
શીતલ માટીની ગંધ વડે અભ્યાહત થઈ વનને યાદ કરીને મત બની વાતાભિમુખ ચાલ્યો. લોકો તેને રોકી ન શક્યા. રાજા-રાણી બંને અટવીમાં પ્રવેશ્યા. રાજા વટવૃક્ષ જોઈને રાણીને બોલ્યો - આ વડની નીચેની પસાર થઈએ ત્યારે ડાળી પકડી લેવી. રાજા કુશળ હતો. તેણે ડાળી પકડી લીધી. રાણી ન પકડી શકી. રાજા ઉતરીને નિરાનંદ ચહેરે ચંપાનગરીમાં ગયો.
હાથી તે સણીને તિર્માનુષી અટવીમાં લઈ ગયો યાવત્ તે તરસ્યો ગયો. કોઈ મહા મોટું દહ જોઈને તેમાં ઉતર્યો. હાથી ત્યાં રમણ કરવા લાગ્યો. સણી પણ ધીમે રહીને ઉતરી ગઈ. દશે દિશાને જાણતી ન હતી. એક દિશામાં સાગર ભક્ત પ્રત્યાખ્યાન કરી ચાલવા માંડી. થોડે દૂર જતાં તાપસને જોયા. તેમની પાસે ગઈ. અભિવાદન કર્યું. તેની પાસે જતાં તાપસે પૂછયું - હે માતા! અહીં ક્યાંથી આવ્યા ? ત્યારે તેણે બધો વૃતાંત કહ્યો. તે તાપસ ચેટકરાજાનો સંબંધી હતો. તેથી તેણે ચેટકની પુત્રી એવી પાવતીને આશ્વાસિત કરી. વનના ફળો આપ્યા.
કેટલાંક દિવસે અટવીથી નીકળી પોતાના દેશમાં જવા નીકળે છે. પણ હળ વડે ખેડેલી ભૂમિ છે, અમને તે ભૂમિમાં જવું ન કહ્યું. તેથી ચાલો દંતપુર જઈએ. ત્યાં દતચક રાજા છે. તે અટવીથી નીકળી, દંતપુરે સાડી પાસે જઈને દીક્ષા લીધી. બધું કહ્યું, પણ ગર્ભવતી છે, તે વાત ન કરી. જાણ્યા પછી મહરિકા પાસે આલોચના કરે છે. તેણી બાળકને જન્મ આપી, નામની મુદ્રા આપી અને લાલકંબલમાં વીંટાળી સ્મશાનમાં ત્યાગ કરી દે છે.
પછી શ્મશાનપાલ ચંડાલે તેને ગ્રહણ કર્યો. તેણે પોતાની પત્નીને સોંપ્યો. તે સાળી અને ચાંડાલણી સાથે. મૈત્રી થઈ. તે સાળીને બીજા સાધ્વીઓએ પૂછ્યું - ગર્ભ ક્યાં ? તેણી બોલી-મૃતક જન્મ્યો, તેથી મેં ત્યાગ કર્યો છે. તે બાળક મોટો થવા લાગ્યો. બીજા બાળકો સાથે રમતા તેને કહેતો કે – હું તમારો રાજા છું, તમારે મને કર આપવો. તે શુકા કંડૂ ગ્રહણ કરતો. તે કહેતો કે મને ખંજવાળો. તેથી તેનું કરકંડુ” એમ નામ રાખ્યું.
તે બાળક તે સાળીમાં અનુરક્ત હતો. સાધી તેને લાડવા આપતા અથવા જે ભિક્ષામાં પ્રાપ્ત થાય તે આપે. મોટો થઈ શ્મશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુ કોઈ કારણે શ્મશાનમાં ગયા. જેટલામાં કોઈ વાંસનો કુડંગ જોયો, ત્યારે દંડલક્ષણના જ્ઞાનથી, તે બોલ્યા - જે આ દંડકને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ ચાર આંગળ વધે ત્યાં સુધી પ્રતિક્ષા કરવી. આ વાત તે ચાંડાલે તથા કોઈ બ્રાહ્મણે સાંભળી. ત્યારે તે બ્રાહ્મણ તેને ચાર આંગળ ખોદીને છેદી નાંખ્યો. તે પે'લા બાળકે જોયું. ઝૂંટવી લીધો ઝઘડો વધતાં વાત ન્યાયાલયે પહોંચી.
બાળક કહે છે - મારે આ દંડનું જ કામ છે, હું નહીં આપું. મારા શ્મશાનમાં થયેલ છે. તે બાળકને પૂછ્યું કે - તું આ દંડ કેમ નથી આપતો ? ત્યારે બાળકે કહ્યું - હું આના પ્રભાવથી સજા થઈશ. ત્યારે ન્યાય કરનારા હસવા લાગ્યા. સારુંસારું, તું રાજ ચા ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે. બાળકે તે વાત