________________
૪/૨૬, નિ - ૧૩૦૨,૧૩૦૩ વિચારે છે . આવાને શું મારવો ? કંઈક ભૂલ છે. બેસાડીને બધી વાત કરી. લેખ બતાવ્યો. સુજાતને કહ્યું. આમાં સત્ય શું છે ? હું તને મારીશ નહીં, માત્ર છુપાઈને રહે.
તેણે ચંદ્રયશા બહેન પરણાવી. તેણી ચામડીના રોગથી દૂષિત હતી. તેની સાથે રહે છે. પરિભોગ દોષથી સુજાતમાં પણ તે રોગ થોડો સંકમ્યો. તેણે ચંદ્રયશાને પણ શ્રાવિકા બનાવી. તેણી વિચારે છે કે- મારા કારણે આ વિનાશ પામ્યો, સંવેગ પામીને ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. નિર્ધામણા કરી, તેણી દેવ થઈ. અવધિજ્ઞાનથી જોયું, જોઈને આવી. વંદન કરીને બોલી – શું કરું? તે સુજાત પણ સંવેગ પામીને વિચારે છે -
જ્યારે માતા-પિતા જએ તે રીતે હું દીક્ષા લઉં. તે દેવે નગરની ઉપર શિલા વિ. નગરનો રાજા ધૂપાદિ હાથમાં લઈને આવ્યો, પગે પડ્યો. વિનવણી કરી. દેવે તેને ત્રાસ પમાડ્યો. કહ્યું કે સુજાત શ્રાવકને અમાન્યએ ખોટું દુષણ આપેલ છે તેને દૂર કરો તો જ તમને છોડીશ. જો તું આવીને આના ઉપર કૃપા કરે તો મુક્ત કરું.
રાજા પૂછે છે - ક્યાં છે ? તે બોલ્યો આ ઉધાનમાં છે. રાજા નગરજન સહિત નીકળ્યો, ખમાવ્યો. માતા-પિતા અને રાજાને પૂછીને સુજાતે દીક્ષા લીધી. માતાપિતાએ પણ પછી દીક્ષા લીધી. તેઓ સિદ્ધ થયા. તે ધમધોષ પણ દેશનીકાલ પામ્યો, જેથી લોકો તેને જાણે. પછી તે પણ નિર્વેદ પામ્યો. ખરેખર મેં ભોગના લોભથી વિનાશ કર્યો. નીકળી ગયો. ચાલતો ચાલતો રાજગૃહ નગરમાં સ્થવિરો પાસે જઈને દીક્ષા લીધી. વિચરતા વિચરતા બહુશ્રુત થયા. વારxકપુરે ગયા.
તે નગરમાં અભયસેન રાજા હતો. વાસ્મક માર્યો હતો. ભિક્ષાર્થે જતાં વાત્રકના ઘેર ધર્મઘોષમુનિ ગયા. ત્યાં ઘી-ખાંડયુક્ત ખીરની થાળી લાવ્યા, તેમાંથી બિંદુ પડી ગયું. તે પરિશાટિત થઈ જવાથી ધર્મઘોષમુનિએ ગ્રહણ કરવાની ના પાડી. વાત્રક અમાત્ય જોતા હતા. તે વિચારે છે કે – મારે ત્યાં આમણે આહાર કેમ ન સ્વીકાર્યો ? એ પ્રમાણે જ્યાં વિચારે છે, ત્યાં માખી આવી. પાછળ ગરોળી આવી, પાછળ કાકીડો આવ્યો, તેની પાછળ બિલાડો આવ્યો. તેની પાછળ ઘરનો કુતરો આવ્યો. પછી બીજાનો કુતરો આવ્યો. તે બંને કુતરા ઝઘડવા લાગ્યા. પછી તેમના માલિકો વચ્ચે યુદ્ધ થયું. દંડા ઉછળવા લાગ્યા. બહાર નીકળીને એકબીજાના મહેમાનો સાથે આવી ગયા. મહાસંગ્રામ મચી ગયો.
ત્યારે વારુક અમાત્યએ વિચાર્યું કે- આ કારણે સાધુએ આહાર ન લીધો. શોભન અધ્યવસાયને પામ્યા. જાતિસ્મરણજ્ઞાન થયું. બોધ પામ્યા. દેવે ઉપકરણો લાવીને મૂક્યા. તે વાત્રક ઋષિ વિચરતા-વિચરતા શિશુમાર નગરે ગયા. ત્યાં ધધમાર રાજા હતો, તેને અંગારવતી નામે પુત્રી હતી. તે શ્રાવિકા હતી. ત્યાં કોઈ પરિવાજિકા આવી. વાદમાં તે પરિવાજિકા પરાજિત થઈ. અંગારવતી પ્રત્યે પ્રવેશ કરતી, આને સપનીકમાં પાડું એમ વિચારે છે.
હાથમાં અંગારવતીનું ચિત્ર બનાવી ઉજજૈની ગઈ. ત્યાં પ્રધાન રાજાને ચિત્ર બતાવ્યું. પ્રધોતે પૂછ્યું - આ કોણ છે ? પધ્રિાજિકાએ બધું કહ્યું. પ્રધાંત રાજાએ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દૂત મોકલ્યો. ધંધુમાર રાજાએ તેનો અસત્કાર કરી કાઢી મૂક્યો અને કહ્યું કે - પિપાસા વિનયથી વરાય છે. તે પાછા આવીને પધોતને તે વાત વધારીને કહી. પ્રધોત રાજા ક્રોધિત થયો. સર્વ સૈન્ય સાથે નીકળ્યો. શિશુમારપુરને ઘેરી લીધું. ધુંધુમાર રાજા અંદર ભરાઈ રહ્યો.
- તે વાચક ઋષિ એક ચૌરાહે રહેલા હતા. તે રાજાએ ડરથી નિમિત્તે પૂછ્યું. તેણે કહ્યું – હું નિમિત્ત જોઉં ત્યાં સુધી ઉભા રહો. બાળકો મતા હતા. તેને બીવડાવ્યા. વાત્રકઋષિ પાસે આવીને રડવા લાગ્યા. તેમને કહ્યું કે – ડરશો નહીં. તે આગંતુક બોલ્યો - ડરો નહીં, તમારો જય થશે. ત્યારે મધ્યાહૈ ઉસદ્ધાન ઉપર પડ્યું. પ્રધોતને ઘેરીને પકડી લીધો. નગરીમાં લાવ્યા. દ્વારો બંધ કર્યા. પ્રધોત બોલ્યો – તારા મુખમાં કયો વાયુ વાય છે ? કહ્યું કે - જેમ કરવું હોય તેમ કરો. રાજા બોલ્યો - તારા મહાશાસનનો વિનાશ કરવાથી શો લાભ ? ત્યારે ધંધુમાર રાજાએ મહાવિભૂતિથી અંગારવતી તેને પરણાવી.
બીજા કહે છે - ધંધમારે દેવતાની ઉપાસનાર્થે ઉપવાસ કર્યો. તેણે બાળકો વિકવ્ય, નિમિત્ત ગ્રહણ કર્યું. પ્રધોતે નગરમાં ચાલતા જોયું કે આ રાજા અપ સાધના વાળો છે. અંગારવતીને પૂછ્યું કે – મને પકડ્યો કેવી રીતે ? તેણીએ ‘સાધુના વચનથી' એમ કહ્યું. પ્રધોત તેમની પાસે ગયો. વંદન કર્યું.
(ઉક્ત કથાનકમાં) ચંદ્રયશા, સુજાત, ધર્મઘોષ અને વારુક બધાંએ સંવેગથી યોગ સંગૃહીત કર્યા. પરંપરા પ્રવ્રુજિત થયા. ‘સંવેગ' કહ્યા.
હવે ૧૮મો યોગસંગ્રહ પ્રસિધિ. પ્રસિદ્ધિ એટલે માયા. તે બે ભેદે - દ્રવ્ય પ્રસિદ્ધિ અને ભાવ પ્રણિધિ. દ્રવ્ય પ્રસિધિનું દેહાંત.
• નિયુક્તિ-૧૩૦૪-વિવેચન :
ભૃગુકચ્છ નગરમાં નભોવાહન રાજા હતો. તેનો ખજાનો ભરપુર હતો. આ તરફ પ્રતિષ્ઠાનમાં શાલવાહન રાજા બળથી સમૃદ્ધ હતો. તેણે નભોવાહન રાજાને રંધ્યો. તે ધનસમૃદ્ધ હોવાથી જે હાથ કે મસ્તકને લાવે તેને લાખ દ્રવ્ય આપતો હતો. ત્યારે નભોવાહનના માણસો રોજેરોજ મારતા હતા. શાલવાહનના મનુષ્યો પણ કેટલાંકને મારીને આવતા હતા. પણ શકલવાહન તેમને કંઈ આપતો ન હતો. તે રાજા લોકો ક્ષીણ થાય એટલે ચાલી જતો, નાસીને ફરી બીજે વર્ષે આવતો હતો. ત્યારે પણ તે રીતે નાસી જતો. એ પ્રમાણે કાળ વહેતો હતો.
કોઈ દિવસે અમાત્યએ શાલવાહન રાજાને કહ્યું, મને અપરાધી ઠેસ્વી દેશનિકાલની આજ્ઞા કરો અને થોડા માણસો આપો. તેણે તે પ્રમાણે જ કર્યું. તે પણ નીકળીને ગુઝુલભાર લઈને ભૃગુકચ્છ આવ્યો. બંને એક દેવકૂળમાં રહ્યા. સામંત રાજાથી જાણ્યું કે શાલવાહને અમાત્યને કાઢી મુકો. કોઈએ તે અમાત્યને ભૃગુકચ્છમાં પૂછ્યું તો કહે છે - હું ગુગ્ગલ ભગવાન છું. જેઓ ઓળખતા, તે બધાં તે જ નામે બોલાવવા લાગ્યા, અમાત્ય પણ તેને કેવા નાના અપરાધ માટે કાઢી મૂક્યો, તે કહેતા હતા. પછી નભોવાહને તે સાંભળ્યું. મનુષ્યો મોકલ્યા. અમાત્ય ન આવ્યો. ત્યારે રાજા