________________
અe ૪/૬, નિ : ૧૨૮૩
કમળમાં આઠ પાન, પાંદડે પાંદડે બત્રીશબદ્ધ નાટક વિકુવ્ય. ત્યારે તે હાથી દશાર્ણકૂટ પર્વતમાં દેવના પ્રભાવથી પગલાં ઉપસ્યા. તેથી નામ કર્યું ગજાગ્રપદક. આ તેની ઉત્પત્તિ.
ત્યાં આર્ય મહાગિરિ ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવત્વ પામ્યા. સુહસ્તિ પણ ઉજજૈનીમાં જીવિત પ્રતિમા વંદનાર્થે ગયા. ઉધાનમાં રહ્યા અને સાધુઓને વસતિની માર્ગણા કસ્વા કહ્યું. તેમાં એક સંઘાટક સુભદ્રા શ્રેષ્ઠીપત્નીના ઘેર ભિક્ષાર્થે ગયા. તેણીએ પૂછ્યું કે – આપ ક્યાં રહેલા છો ? અમે સુહસ્તિસૂરિના સાધુ છીએ, વસતિની માગણી કરીએ છીએ. સુભદ્રા શ્રાવિકાએ ચાનશાળા દેખાડી, ત્યાં સાધુઓ રહ્યા.
અન્ય કોઈ દિવસે પ્રદોષ કાળે આચાર્ય નલીનીગુભ અધ્યયનનું પરાવર્તન કરતા હતા. સુભદ્રા શ્રાવિકાના પુત્ર અવંતી સુકુમાલ સાત માળના પ્રાસાદમાં સાતમે માળે બગીશ પત્નીઓ સાથે મણ કરતો હતો. તેણે જાગીને સાંભળ્યું. આ નાટક નથી તે જાણી નીચે ઉતર્યો. સાંભળીને બહાર નીકળ્યો. જાતિસ્મરણ થયું. આચાર્યશ્રી પાસે ગયો. હું અવંતિસુકુમાલ, નલિનીગુભ વિમાને દેવ હતો. ત્યાં જવા માટે ઉત્સુક થઈ દીક્ષા લેવા ઈચ્છું છું. શ્રામખ્ય પાળવા હું અસમર્થ છું. ઇંગિની મરણ સ્વીકારીશ. માતાએ જા ન આપતા સ્વયં લોચ કર્યો.
આચાર્ય ભગવંતે તેને સ્વયંગૃહિત વેશધારી ન થાય તેમ સમજી વેશ આપ્યો. સ્મશાનમાં અવંતી સુકુમાલે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. પગે લોહી ભરાયું. તેની ગંધથી શિયાલણી પોતાના બચ્ચા સાથે આવી. એક પગને શિયાણી ખાય છે. એકને બચ્ચા ખાવા લાગ્યા. પહેલા પ્રહરે જાનુ સુધી, બીજે ઉર સુધી, બીજે પ્રહરે ઉદર સુધી ખવાતા મૃત્યુ પામ્યા. ગંધોદક પુષ્પ વર્ષા થઈ.
આચાર્ય પાસે આલોચના કરી, પરંપરાએ તે પત્નીએ અવંતીસુકુમાલ વિશે પૂછે છે. આચાર્યએ બધી વાત જણાવી. સર્વ ઋદ્ધિથી બધી વહુઓ સાથે મશાને ગઈ. એક સિવાય બધી દીક્ષા લીધી. એકે પ્રસૂતા હોવાથી ન લીધી. તેના બે ત્યાં દેવકુલ કરાવ્યું. તે આ ‘મહાકાલ' થયું. લોકોએ ગ્રહણ કર્યું.
આ મહાગિરિ આર્યનો અનિશ્રિત ઉપધાન યોગસંગ્રહ કહ્યો. હવે “શિક્ષા' પદ કહે છે. તે બે ભેદે – ગ્રહણ અને આસેવન.
નિર્યુક્તિ-૧૨૮૪ + વિવેચન :
અતીત કાળમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે નગરની વસ્તુ ઉભા થઈ. બીજું નગર સ્થાન વાસ્તુ પાઠક પાસે શોધાવે છે. તેઓએ એક ચણક ફોગ અતીવ પુષ્પ અને ફળ યુક્ત જોઈને ચણક નગર બનાવ્યું. કેટલાંક કાળે તેની વસ્તુઓ ક્ષીણ થઈ. ફરી પણ વાસ્તુની શોધ કરે છે ત્યાં એક વૃષભ બીજા સાથે લડવા એક પગે ઉભો હતો. બીજા વૃષભો વડે પરાજિત કરવો શક્ય ન હતો.
ત્યાં વૃષભપુર વસાવ્યું. ફરી કેટલાંક મળે વિચ્છેદ પામ્યું. ફરી માર્ગણા કરી. કુશાગપુર વસાવ્યું.
૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તે કાળે પ્રસેનજિત રાજા હતો. તે નગર ફરી અગ્નિ વડે બળી ગયું. ત્યારે લોકના ભયને જન્માવવાને ઘોષણા કરે છે - જેના ઘેર અગ્નિ ઉત્પન્ન થશે, તેને નગરથી કાઢી મુકાશે. તેમાં સોઈયાના પ્રમાદથી રાજાને જ ઘેર અગ્નિ ઉત્પન્ન થયો. તે સત્ય પ્રતિજ્ઞ રાજા પોતે નગરથી નીકળી ગયો. ત્યાંથી ગાઉ એક દૂર જઈને રહ્યો.
ત્યારે દંડિક ભટ ભોજિક અને વણિક્ ત્યાં જઈને બોલ્યા - ક્યાં જાઓ છો ? રાજગૃહે. કયાંથી આવ્યા ? રાજગૃહથી. એ પ્રમાણે રાજગૃહનગર થયું. જ્યારે રાજાને ઘેર અગ્નિ ઉત્પન્ન થયો. કુમારોએ ત્યારે જેને જે પ્રિય હતા તે ઘોડા કે હાથી આદિ ત્યાંથી કાઢી લીધા. શ્રેણિકે ઢક્કી લીધી.
રાજાએ પૂછ્યું - કોણે શું લીધું? બીજા-બીજા બોલ્યા – હાથી, ઘોડો ઈત્યાદિ શ્રેણિકને પૂછ્યું - તે બોલ્યો, મેં ભંભા-ભેરી લીધી. ત્યારે રાજા બોલ્યો કે - આ ભંભા તારે સારરૂપ છે ? શ્રેણિકે કહ્યું - હા. તે રાજાને અતિ પ્રિય હતો. તેનું નામ “ભંભસાર' રાખ્યું. રાજાને થયું કે આને કોઈ મારી ન નાખે, તેથી શ્રેણિકને કંઈ આપતો નથી. બાકીના કુમારો ભટના સમૂહ સાથે નીકળે છે. શ્રેણિક તેમને જોઈને અવૃતિ કરે છે. તેથી તે ત્યાંથી નીકળી બેન્નાતટ નગરે ગયો.
‘નમસ્કાર'માં કહ્યા મુજબ શ્રેણિકને ત્યાં શ્રેષ્ઠીએ પોતાની પુત્રી પરણાવી. અભય નામે પુત્ર થયો. તેણે પોતાના પિતા રાજગૃહીમાં છે તેમ જાણ્યું. કુવામાંથી વીંટી કાઢી આપી. પોતાની માતાને ઋદ્ધિપૂર્વક રાજ્યમાં પ્રવેશ કરાવ્યો.
ઉજ્જૈનીથી શ્રેણિકના રાજને રંધવા (ચંડ) અધોત આવ્યો. અભયે પોતાની બુદ્ધિથી તેને નસાડી દીધો. ઈત્યાદિ કથાનક પૂર્વે આવી ગયેલ છે. પછી ભયકુમારે કરેલ માયા-કપટની પ્રધોતને ખબર પડી ગઈ. પ્રધોતે સભામાં અભયને પકડી લાવવા માટે આહ્વાન કર્યું. કોઈ ગણિકાએ કહ્યું – હું પકડી લાવીશ, માત્ર મને સહાય કરનારી આપો. તેણીને ગમતી મધ્યમ વયની સ્ત્રીઓ અને સ્થવિર મનુષ્યો આપ્યા. તેની સાથે વહાણમાં ઘણાં ભોજન-પાન આયા. સાળી પાસે કપટી શ્રાવિકાપણું તે વૈશ્યાએ ગ્રહણ કર્યું. બીજા ગામો અને નગરોમાં જ્યાં સંયતો અને શ્રાવકો હતા,
ત્યાં જતા-જતા તેણી ઘણી બહુશ્રુત થઈ. - રાજગૃહે જઈને બહારના ઉધાનમાં રહી ચૈત્યોને વાંદડતી, ચૈત્ય પરિપાટી કરતી અભયને ઘેર આવી. નૈવેધિકી કરીને, અભયને જોઈને ઉભી થઈ. ચૈત્યોના દર્શન, વંદન કર્યા. અભયને પ્રમાણ કરીને બેઠી. ભગવંતની જન્મભૂમિ, દીક્ષા ભૂમિ, જ્ઞાનભૂમિ, નિર્વાણ ભૂમિને વાંદે છે. અભયે પૂછતા કહે છે - ઉજ્જૈનીમાં અમુક વણિક પુગની હું પત્ની છે. તે મૃત્યુ પામ્યો. અમે દીક્ષા લેવા ઈચછા રાખીએ છીએ, પણ તેમ ન થઈ શકવાથી ચૈત્યોની વંદનાર્થે નીકળેલ છીએ. અભયે તેને મહેમાન થવા કહ્યું. તેણી બધી બોલી કે અમારે ઉપવાસ છે.
બીજે દિવસે અભય એકલો ઘોડો લઈને પ્રભાતે નીકળ્યો. તેણે તે ગણિકા આદિને પોતાને ઘેર આવવા નિમંત્રણા કરી. ગણિકાએ અભયકુમારને પોતાને ત્યાં ભોજન માટે પ્રાર્થના કરી. દારુ પીવડાવી સુવાડી દીધો. પછી અશ્વના રથ વડે તેને