________________ 6/92 નિ - 1617 પર્ષદાને પચ્ચકખાણ કહેવું જોઈએ. આ ગાથાનું વ્યાખ્યાન કરતા વિશેષથી આ પ્રમાણે કહે છે - આ પ્રમાણે આ ઉપસ્થિતા, સમ્યગુ ઉપસ્થિતા ભાવિતા વિનિતા ભાાિપ્તા અને ઉપયુકતા એવી પ્રથમા પર્ષદા પ્રત્યાખ્યાન ધર્મ કહેવાને માટે યોગ્ય છે. બાકીની પર્ષદા અયોગ્યા છે. અયોગ્યા આ રીતે પ્રથમા તે ઉપસ્થિતા, સમ્યગુપસ્થિતા, ભાવિતા, વિનિતા, અવ્યાક્ષિપ્તા, અનુપયુક્તા આ પહેલી અયોગ્યા પર્ષદા. એ પ્રમાણે ત્રેસઠ [63] પર્વદા કહેવી જોઈએ. ઉપસ્થિતા સમ્યગુપસ્થિતા ભાવિતા વિનિતા અને રાવ્યાક્ષિપ્તા ઉપયુક્ત હોય તેને યોગ્યા પર્મદા અને બાકીની પર્ષદા અયોગ્યા કહી છે. આ પ્રત્યાખ્યાન પ્રથમા પર્ષદાને કહેવા યોગ્ય છે. તે સિવાયની પર્ષદાને કહેવું ન જોઈએ. માત્ર પ્રત્યાખ્યાન જ નહીં. બધું જ આવશ્યક અને બધું જ શ્રુતજ્ઞાન ઉત પર્ષદાને જ કહેવું જોઈએ. બાકીની ત્રેસઠ પર્ષદાને આ આવશ્યકાદિ કહેવા જોઈએ નહીં. કઈ વિધિથી કહેવું જોઈએ? પહેલા મૂલગુણ કહેવાય છે - પ્રાણાતિપાત વિરમણાદિ. પછી સાધુધર્મ કહેવો. પછી અશઠને શ્રાવકધર્મ કહેવો. -o- બીજી રીતે કહેવાથી સત્યવાન પણ પહેલાં શ્રાવક ધર્મને સાંભળીને તેમાં જ વૃત્તિ કરે છે. ઉત્તરગુણોમાં પણ છ માસી આદિ કરીને જે જેને યોગ્ય પ્રત્યાખ્યાન હોય, તે તેને અશઠપણે કહેવું જોઈએ. અથવા કથનની વિધિ આ પ્રમાણે છે - * નિર્યુક્તિ-૧૬૧૯-વિવેચન : મા એટલે આગમ, તેને ગ્રહણ કરવી અથતુિ તેનો અર્થ વિનિશ્ચિત કરવો. અનાગત, અતિક્રાંત પ્રત્યાખ્યાનાદિને આજ્ઞા વડે જ - આગમથી જ આમને કહેવો જોઈએ, દેટાંતથી નહીં. તથા દાટનિક - દૃષ્ટાંત પરિધ [બોધી પ્રાણાતિપાતાદિથી ન નિવૃત્તને આવા દોષો લાગે છે, આવા વિષયો દટાંત વડે કહેવા જોઈએ. કચનવિધિ - પ્રત્યાખ્યાનમાં આનો કથન પ્રકાર છે. અથવા સામાન્ય થકી આજ્ઞા ગ્રાહ્ય અર્થ - સૌધર્માદિની આજ્ઞાની જેમ આનો અર્થ કહેવો પણ દટાંત વડે કહેવો ન જોઈએ. કેમકે ત્યાં તે વસ્તુ અસત છે. તથા દાણનિક - ઉત્પાદાદિમાન આત્મા વડુત્વથી ઘટવ એ પ્રમાણે આવા આવા ટાંત કહેવા જોઈએ. આ પ્રમાણે કથનવિધિ જાણવી. અન્યથા વિરાધના થાય છે - વિપર્યય અન્યથા કથન વિધિમાં અપતિપતિ હેતુપણાથી અધિકાર સંમોહથી છે. 220 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ મૂલ દ્વારા ગાથામાં કહેવાયેલી કથનવિધિ જણાવી. હવે તેના ફળને આશ્રીને નિર્યુક્તિકાર બતાવે છે - * નિર્યુક્તિ-૧૬૧૯ + વિવેચન : પચ્ચકખાણનું ફળ આલોક અને પરલોકમાં બે ભેદે છે. આ લોકમાં ઘર્મિલાદિ અને પરલોકમાં દામજ્ઞાનાદિ જાણવા. ગાથા વ્યાખ્યા - પ્રત્યાખ્યાનનો અર્થ પૂર્વે કહેલ છે. ફળ એટલે કાર્ય, આલોકમાં અને પરલોકમાં હોય છે. અહીં દ્વિવિધ શબ્દથી આ બે ભેદ બતાવીને નિયુક્તિમાં 7 શબ્દ લખેલ છે જેનો અર્થ સ્વગત અનેક ભેદના પ્રદર્શન માટે છે. આલોકમાં - ધર્મિલ આદિના ઉદાહરણો છે. પરલોકમાં દામન્નકાદિને પ્રત્યાખ્યાનનું ફળ પ્રાપ્ત થયેલના ઉદાહરણ છે. 0 ધર્મિલનું કથાનક ધર્મિલહિંડિથી જાણવું. મfઃ શબ્દથી આમાઁષધિ આદિ ગ્રહણ કરવી. o દામજ્ઞકનું ઉદાહરણ વૃત્તિકાર અહીં બતાવે છે - રાજપુર નગરમાં એક કુલપુત્ર હતો. તેને જિનદાસ નામનો મિત્ર હતો. દામકને તે જિનદાસ સાધની પાસે લઈ ગયો. દામકે માંસ અને માછલીના પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા. દુકાળ પડતાં લોકો માંસાહારી થઈ ગયા. દામHક પણ ચાલ મહિલાઓ દ્વારા ખૂબ જ નિંદા પામતો માછલા પકડવા ગયો. પણ ત્યાં પીડાતા એવા મસ્યોને જોઈને તેને પચ્ચકખાણની વાત કરી સ્મરણમાં આવી ગઈ. એ પ્રમાણે ત્રણ દિવસમાં ત્રણ વખત માછલા પકડ્યા અને તેમને પીડાતા જોઈને દામHકે છોડી દીધા. છેલે પચ્ચકખાણ ભંગ ન કરવા માટે દામHકે અનશન સ્વીકારી લીધું. અનશન કરી મરીને રાજગૃહ નગરમાં મણિકાર શ્રેષ્ઠીપુત્ર થયો ત્યારે તેનું દામક એવું નામ પડાયું [કથામાં પૂર્વે અમે જે દામHક લખ્યું છે તે તો ઉપચાર મx છે, ખરેખર તેનું પુર્વભવમાં કોઈ દામ કથામાં દેખાતું જ નથી ત્યાં માત્ર કુલ રૂપે જ તેની ઓળખ અપાઈ છે.) આઠ વર્ષ સુધી દામન્નકનો ઉછેર મારિક કુળમાં થયો. ત્યાં જ સાગપોત સાર્થવાહના કુળમાં - ગૃહમાં રહે છે. તે ઘરમાં ભિક્ષાર્થે સાધુઓ પ્રવેશ્યા. તે સાધુએ સંઘાટક સાધુને કહ્યું - આ ઘરમાં જ આ બાળક ભાવિમાં અધિપતિ થશે. આ વાત સાર્થવાહે સાંભળી. પછી સાર્યવાહે ગુપ્તપણે ચાંડાલોને આપી દીધો. સાર્થવાહે તેને મારી નાંખવા કહેલું હતું પણ ચાંડાલને તે બાળકની દયા આવવાથી, તે બાળકને દૂર લઈ જઈને માત્ર તેની આંગળીનો છેદ કરીને તે બાળકને ડરાવીને દેશબહાર કર્યો. નાસતા એવા તેને ગોસંધિકે - ગોઠાધિપતિ વડે ગ્રહણ કરાયો. તેણે દામકને પુત્રની જેમ રાખ્યો. તે પુત્ર ચૌવન અવસ્થાને પામ્યો.