________________ નં 681 નિ - 1539 થી 1584 19 (1581] જો એમ માનીએ તો પ્રત્યાખ્યાન કર્યા હોય તેવો પુરુષ આયાયદિને - આયાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, વૃદ્ધ આદિને અશન આદિ કંઈ ન આપે. જો આપે તો વૈયાવચ્ચ લાભ થાય, તેથી કહે છે - વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતા નથી. જો હોય અને પડિલામે તો તેનાથી શું ? એ પ્રમાણે શિષ્યજનના હિતને માટે બીજાના અભિપ્રાયની આશંકાથી ગુરુ તેમને જણાવે છે કે - 1582) અહીં ત્રિવિધ ત્રિવિધેન પ્રત્યાખ્યાન નથી. કવિધ એટલે કરણ, કરાવણ, અનુમતિ. ત્રિવિધે - મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી અશનાદિના પ્રત્યાખ્યાન નથી. આથી સમજણ વગરનો ઉપાલંભ શિષ્યના મતે અપાયો છે. તેથી બીજાને અશનાદિનું દાન આપવું કહ્યું છે. તે હેતુથી - કારણથી ભોજન ક્રિયા વિષયક બીજાને દાન કરવું તે શુદ્ધ - આશંસાદિ દોષરહિત છે. ઉક્ત કારણે સાધુને તે પ્રત્યાખ્યાનના ભંગરૂપ ન થાય. કેમકે તેણે ગિવિધ કિવિધ પ્રત્યાખ્યાન કરેલા નથી. [1583] સ્વયં જ * આત્મા વડે જ અનુપાલનીય પ્રત્યાખ્યાન નિયુક્તિકારે કહેલ છે. તેમાં દાન દેવાનો કે ઉપદેશ દેવાનો પ્રતિબંધ નથી. તેમાં જાતે લાવીને દાન કરવું - વિતરણ કરવું. શ્રાવકાદિના કુળોમાં દાનનો ઉપદેશ કરવો. જો આમ છે તો જેમ સમાધિ રહે કે જેટલું સામર્થ્ય હોય તે પ્રમાણે બાળ આદિને આપવું કે ઉપદેશ કરવો. [1584] આ જ અને સ્પષ્ટ કરતાં કહે છે - પ્રત્યાખ્યાન કરેલો પણ આચાર્ય, ગ્લાન, બાળ અને વૃદ્ધ સાધુને શનાદિ આપતો કૃતવીચારનો લાભ પામે છે. અહીં સામાચારી આ પ્રમાણે વર્તે છે - પોતે જાતે ઉપવાસી હોય તો પણ સાધુઓને માટે ભોજન-પાન લાવીને આપે. પોતાનું છતું વીર્ય ન ગોપવે. પોતાની શક્તિ હોય તો બીજા કોઈને એવી આજ્ઞા ન કરે કે અમુક સાધુ માટે લાવીને આપો. તેથી પોતાનું સામર્થ્ય હોય ત્યારે આચાર્ય, પ્લાન, બાળ, વૃદ્ધ અને મહેમાન સાધુને માટે અથવા ગયાને માટે અથવા સજ્ઞાતીય કુળને માટે કે અજ્ઞાતીયોને માટે પોતાની લબ્ધિ અનુસાર બધું જ લાવીને આપે કે અપાવે. પરિચિતો કે સંખડીમાંથી અપાવે. આ રીતે દાનાધિકાર કહ્યો. હવે ઉપદેશાધિકાર - સંવિગ્નને, બીજા સાંભોગિકોને ઉપદેશ આપે કે આટલા દાનકૂળો અથવા શ્રાદ્ધકુળો છે. પોતે સમર્થ ન હોય તો સાંભોગિકોને ઉપદેશ આપવામાં કોઈ દોષ નથી. 200 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે જો પાણીને માટે અથવા સંજ્ઞા ભૂમિ જતાં સંબડી ભોજનાદિ હોય, તે જાણે તો સાધુઓને અમુક સ્થાને સંખડી છે, એ પ્રમાણે ઉપદેશ આપે. એ રીતે ઉપદેશાધિકાર કહ્યો. દાનમાં જેમ સમાધિ રહે તેમ અને ઉપદેશમાં જેમ સામર્થ્ય હોય તેમ કરે. જો તે અશનાદિ લાવવા શક્તિમાન હોય તો લાવીને આપે. જો તે સમર્થ ન હોય તો અપાવે અથવા ઉપદેશ કરે, જે-જે પ્રમાણે સાધુને કે પોતાને સમાધિ રહે તે-તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈં. એ રીતે “યથાસમાધિ' દ્વાર કહ્યું. o હવે આ જ અર્થને જણાવવા ભાષ્યકારશ્રી કહે છે - * ભાગ-૨૪૪ + વિવેચન : સંવિન અને અન્ય સાંભોગિકોને શ્રાદ્ધ કુળોનો ઉપદેશ આપે અથા જેમ સમાધિ રહે તેમ સાંભોગિકોને અશનાદિ આપે. હવે પ્રત્યાખ્યાન શુદ્ધિ બતાવે છે, તેથી ભાષ્યકાર કહે છે - * ભાષ્ય-૨૪૫, નિયુક્તિ-૧૫૮૫-વિવેચન :શોધન એટલે શુદ્ધિ, તે પ્રત્યાખ્યાનની છ ભેદે છે - શ્રમણ સમયકેતુ અર્થાત્ સાધુ સિદ્ધાંત ચિત ભૂતોથી પ્રજ્ઞપ્ત છે. કોણે પ્રરૂપી છે? ઋષભાદિ તીર્થકરો. તેને હું કહીશ. કઈ રીતે? સંક્ષેપથી. o હવે તે પવિધત્વ - છ ભેદોને દર્શાવતા કહે છે - તે શુદ્ધિ છ ભેદે છે, તે આ પ્રમાણે - શ્રદ્ધાન શુદ્ધિ, જ્ઞાન શુદ્ધિ, વિનયશુદ્ધિ. અનુભાષણા શુદ્ધિ અને અનુપાલના શુદ્ધિ તથા છઠ્ઠી-ભાવશુદ્ધિ. શુદ્ધિ શબ્દ દ્વારના ઉપલક્ષણાર્થે છે. અહીં સંક્ષેપાર્થ કહ્યો. હવે આ નિયુક્તિ ગાથાનો અવયવાર્થ ભાણકાર જ કહેશે. તેમાં આધ દ્વાર અવયવના પ્રતિપાદનાર્થે કહે છે - * ભાષ્ય-૨૪૬,૨૪૩ + વિવેચન : પ્રત્યાખ્યાન સર્વજ્ઞ ભાષિત છે, જે જ્યાં જે કાળમાં તેની શ્રદ્ધા કરે છે, તે મનુષ્યને શ્રદ્ધાશુદ્ધ જાણવો. [આ ગાથાર્થ કહ્યો.] | [વિશેષ આ પ્રમાણે -] સર્વજ્ઞ ભાષિત એટલે તીર્થંકર પ્રણિત છે. જે સતાવીશ ભેદમાંનું કોઈપણ હોય. આ સત્તાવીશ ભેદ આ પ્રમાણે - પાંચ ભેદે સાધુના મૂલગુણા પ્રત્યાખ્યાન, દશભેદે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને બાર ભેદે શ્રાવકોના પ્રત્યાખ્યાન એમ ૨૭થાય. જ્યાં જિનકલામાં ચાર ચામમાં કે પાંચ વામમાં અથવા શ્રાવકધર્મમાં ‘જયારે'સુકાળમાં કે દુકાળમાં પૂર્વાર્ણમાં કે પરાણમાં, કાળચરમકાળમાં તેની જે મનુષ્ય શ્રદ્ધા કરે છે, તે તેના અભેદ ઉપચારથી તેને જ તેવા પ્રકારની પરિણતત્વથી જાણે છે. તેને શ્રદ્ધાશુદ્ધ જાણવા.