________________
• ૬/૦૯ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮e
• વિવેચન-૭૯ :
આ પૌષધ શબ્દ રૂઢિથી પર્વમાં વર્તે છે. પર્વો તે આઠમ આદિ તિથિઓ છે. ‘પૂરણ કરવાથી પવ’ ધર્મના ઉપચય હેતુત્વની છે. પૌષધમાં ઉપવાસનો પૌષધોપવાસ. નિયમવિશેષ અભિધાનથી આ પૌષધોપવાસ છે અને આ પૌષધોપવાસ ચાર ભેદે છે–
(૧) આહાર પૌષધ :- “આહાર' પ્રસિદ્ધ છે તે વિષયક, તે નિમિતે પૌષધ તે આહાર પૌષધ. આહાર નિમિતે ધર્મપૂરણ પર્વ એમ સમજવું.
(૨) એ પ્રમાણે શરીર સત્કાર પૌષધ જાણવાં.
(3) બ્રહ્મચર્ય પૌષધિ - અહીં ચરણીય તે ચર્થ્ય. બ્રહ્મ-કુશલ અનુષ્ઠાન. બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બાકી પૂર્વવતું.
(૪) અવ્યાપાર પૌષધ - કુિત્સિત વ્યાપાર ત્યાગ
– આ આહાર પૌષધ બે ભેદે છે - દેશથી અને સર્વથી. દેશથી એટલે આયંબિલ કે એકાસણુ વગેરે. સર્વથી - ચાર પ્રકારનો પણ આહાર અહોરણ માટે પચ્ચકખાણ કરે.
શરીર પૌષધ - સ્નાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, પુષ્ય, ગંધ, તાંબૂલ અને વસ આભરણનો પરિત્યાગ. તે પણ સર્વથી અને દેશતી. દેશથી-અમુક શરીર સકાર કરીશ અને અમુક સકાર નહીં કરે અથવા સર્વથા ત્યાગ.
બ્રહ્મચર્ય પૌષધ - દેશથી અને સર્વથી. દેશી-દિવસના કે રાત્રિના. એક કે બે વખત. સર્વથી - અહોરણ બ્રહ્મચારી રહે.
વ્યાપાર પૌષધ - દેશતી અને સર્વથી. દેશથી - હું અમુક વ્યાપાર નહીં કરું. સર્વથી - સકલ વ્યાપાર હળ, ગાડું, ગૃહ પરાક્રમાદિ ન કરે.
અહીં દેશથી પૌષધ કરે છે તે સામાયિક કરે કે ન પણ કરે. જે સર્વ પૌષધ કરે છે, તે નિયમથી સામાયિક કરેલ હોય. જો ન કરે તો નિયમથી છેતરાય છે.
તે ક્યાં કરે ? ચૈત્યગૃહમાં, સાધુ પાસે, ઘેર કે પૌષધશાળામાં. મણિ અને સુવણને છોડીને, પુસ્તક ભણે કે વાંચે. ધર્મધ્યાન કરે, જેમકે - સાધુના આવા ગુણો છે, તેને ધારણ કરવા હું અસમર્થ છું.
આ શિક્ષાપદ વ્રતને અતિચાર હિત પાળવું જોઈએ, તેથી કહે છે પૌષધોપવાસ વતી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ ન આચરવા.
- (૧) અપચુપેક્ષિત દુuત્યુપેક્ષિત શય્યા-સંથારો :- અહીં જેણે પૌષઘઉપવાસ કરેલ હોય છે જેના ઉપર સંથારે તે ઘાસ, કુશ, કામળી, વસ્ત્રાદિ, તે સંતાક અને શસ્યા પ્રસિદ્ધ છે. પ્રત્યપેક્ષણ - પ્રાપ્ત થયેલ શય્યાદિને ચક્ષુ વડે નિરીક્ષણ કરવું, તે પ્રત્યુપેક્ષણ. તેમ ન કરવું તે અપ્રત્યુપેક્ષણ. ગુણ એટલે ઉત્ક્રાંત ચિત્તથી પ્રત્યુપેક્ષણ કરે તે દુuપેક્ષણ. શય્યા એ જ અથવા સંથારો તે શાસંસાર. એ પ્રમાણે બધે અર્થ કરવો. ઉપલક્ષણથી શા-સંથારાદિ ઉપયોગી પીઠલકાદિ પણ લેવા.
અહીં સામાચારી આ પ્રમાણે છે - પૌષધ કરેલને અપડિલેહિત શામાં આરોહવું કે સંથારામાં આરોહવું અથવા પૌષધશાળા વાપરવી. દર્ભવા કે શુભવા
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કે ભૂમિમાં સંસ્કારવું, કાચિકી ભૂમિથી આવીને ફરી પડિલેહણ કરે, અન્યથા અતિયાર લાગે.
(૨) અપમાર્જિત પ્રમાર્જિત શય્યા-સંથારો. અહીં પ્રમાર્જના-શય્યા આદિનું આસેવન કાળે વસ્ત્રોમાંતાદિથી (પ્રમાર્થે). દુષ્ટ - એટલે અવિધિથી પ્રમાર્શે. બાકી ઉપર કહેલ છે.
(૩,૪) એ પ્રમાણે ઉચ્ચાર-પ્રશ્રવણ ભૂમિમાં પણ બંને જાણવા. ઉચ્ચાર, પ્રશ્રવણમાં થુંક-બળખો, મેલ આદિ ઉપલક્ષણથી લઈ લેવા.
(૫) પૌષધની સમ્યક્ પરિપાલના ન કરવી - પ્રવચનમાં કહેલ વિધિ અનુસાર નિપકંપ ચિતથી સેવન ન કરે. ભાવના આ છે - પૌષધ કરેલો અસ્થિર ચિત્ત થઈ, આહારમાં સર્વ કે દેશથી પ્રાર્થે, બીજા દિવસે પોતાના પારણાને માટે આ કે આ એવું કંઈ કરવાનું કહે અથવા ધર્મકથામાં અંતે વર્તે શરીર સકારમાં શરીર વર્તતા દાઢીમુંછ-વાળને શૃંગારના અભિપ્રાયથી સંસ્થાપે. ઉનાળામાં શરીરને જળથી સીંચે એ પ્રમાણે શરીર વિભૂષાના બધાં કારણોને ન પરિહરે. બ્રહ્મચર્યમાં આલોક કે પરલોકના ભોગોને પ્રાર્થે અથવા શબ્દાદિ વિષયોની અભિલાષા કરે. ક્યારે પૌષધ પૂરો થાય અને ક્યારે બ્રહ્મચર્ય છોડું એમ વિચારે. અવ્યાપારમાં સાવધ વ્યાપાર કરે અથવા કરું કે ન કરું એમ ચિંતવે.
આ પ્રમાણે પાંચ અતિચાર રહિત શુદ્ધ પાલન કરવું. સાતિયાર ત્રીજું શિક્ષપદ વ્રત કહ્યું. હવે ચોથું કહે છે – • સૂત્ર-૮૦ :
અતિથિ સંવિભાગ એટલે સાધક્સાળીને કાનીય અw-પાણી આપવા. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કારયુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિથી સંયતોને દ્રવ્યોનું દાન આપવું.
આ અતિથિ વિભાગ વતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જાણવા - સચિત્ત નિક્ષેપણા, સચિત્તપિધાનતા, કાલાતિક્રમ, પરવ્યપદેશ, મારતા.
• વિવેચન-૮૦ :
અહીં ભોજનાર્થે ભોજનકાલે ઉપસ્થત-આવેલને અતિથિ કહે છે. તેમાં પોતાના માટે નિપાદિત આહારને ગૃહિવતીમાં મુખ્ય સાધુ જ અતિથિ કહેવાય, તેનો સંવિભાગ, તે અતિથિ સંવિભાગ. સંવિભાગના ગ્રહણથી પછી કમિિદ દોષના પરિહારાર્થે કહે છે. ન્યાયથી પ્રાપ્ત. આના દ્વારા અન્યાયથી આવેલનો પ્રતિષેધ કરેલ છે. કાનીય - ઉદગમાદિ દોષ હિત. આના દ્વારા એકલાનીયનો નિષેધ કર્યો. અન્નપાનાદિ દ્રવ્યો. આવિ શબ્દથી વા, પાત્ર, ઔષધ, ભેષજાદિ પણ લેવા. આના દ્વારા હિરણ્યાદિનો વિચ્છેદ કર્યો.
દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર ક્રમયુક્ત:- તેમાં રેશ - વિવિધ ઘઉં, કોદરા, કંગુ, ચોખા આદિની નિષ્પત્તિ થાય તે ત્રિ - સમિક્ષ કે દુર્મિક્ષ શ્રદ્વા - વિશુદ્ધ ચિત્ત પરિણામ. સTS - અભ્યત્યાન, આસનદાન, વંદન. પાછળ જવું તે. • પાકનું
નાન