________________
અધ્ય ૪/૨૩, પ્રા.નિ.૮
૧es
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• પા.નિ.-૮ :
પંચેન્દ્રિયની જે પરિસ્થાપનિકા છે, તે અનુકમે બે ભેદે હોય છે. હે સુવિહિતા મનુષ્ય વડે અને નોમનુષ્ય વડે.
• વિવેચન-૮ :
સ્પર્શ આદિ પાંચ ઈન્દ્રિયો જેમને છે તે પંચેન્દ્રિય-મનુષ્યાદિ તેમના વિષયમાં આ પારિસ્થાનિકા અનુક્રમે બે ભેદે છે –
હે સુવિહિત ! તે મનુષ્ય અને નોમનુષ્ય-તિર્યંચ વડે. ભાવાર્થ આગળ કહીશું. ગાથાનો અક્ષરાર્થ કહેલ છે. • પા.નિ.-૬ :
મનુષ્યમાં જે પારિસ્થાપિનિકા છે, તે બે ભેદે હોય છે. અનુક્રમે આ પ્રમાણે - સંયતમનુષ્યો વડે અને અસંયત મનુષ્યો વડે જાણવી.
ગાથાર્થ કહ્યો, ભાવાર્થ આગળ કહીશું. • પા.નિ.-૧૦ :
સંયત મનુષ્ય વડે જે પારિસ્થાપિનિકા છે, તે અનુકમે બે ભેદે હોય છે. હે સુવિહિતા સયિત્તથી અને અચિત્તથી જાણવી.
• વિવેચન-૧૦ -
સંયતમનુષ્ય સાધુ વડે કરણભૂત જે પારિસ્થાપિનિકા, તે બે ભેદે હોય છે. યિત સક્તિ વર્તે તે સચિવ-જીવ. અવિધમાત ચિત તે ચિત- મૃત. આ ગાથાર્થ કહ્યો.
અહીં સુધી ઉદ્દેશ કર્યો. હવે ભાવાર્થ કહે છે. તેમાં જે રીતે સચિત સંયતોનું ગ્રહણ અને પારિસ્થાનિકા સંભવે છે, તે પ્રમાણે પ્રતિપાદિત કરતા કહે છે -
• પા.નિ.-૧૧ -
અનાભોગ કારણથી કે નપુંસક આદિની દીક્ષા થઈ હોય તો તે સચિત્ત કહેવાય છે. ત્યારે નપુંસકને વોસિરાવવો, બાકીના જડ આદિમાં તેટલો કાળ પ્રતિક્ષા કરવી.
• વિવેચન-૧૧ -
આભોગ એટલે ઉપયોગવિશેષ. આભોગ નહીં તે અનાભોગ. અનાભોગથી કે અશિવાદિ કારણે નપુંસકાદિને દીક્ષિત કરતાં થાય છે.
તેને વ્યવહારથી સચિત સંયત મનુષ્ય પારિસ્થાપનિકા કહેવાય, એ ભાવના છે. આ શબ્દથી “જડ' આદિને લેવા.
તેની વિધિ આ પ્રમાણે છે – જે અનાભોગથી દીક્ષિત થયા, હોય તેને આભોગિવમાં - જાણ થતાં ત્યાગ કરવો જોઈએ. તેથી કહ્યું કે - નપુંસકનો પરિત્યાગ કરવો.
બાકીના કારણે દીક્ષા કરી હોય તેવા જડ આદિમાં, જેટલા કાળે તે કારણની સમાપ્તિ થાય, એટલો કાળ જડ આદિમાં પ્રતિક્ષા કરવી, પણ તેનો ત્યાગ ન કરવો.
હવે તેનું શું કારણ છે કે આવાને દીક્ષા અપાય છે ? તેમાં અનેક ભેદ - કારણને દર્શાવતા કહે છે – [3312]
- પા.નિ.-૧૨ -
અશિવમાં, દુમિક્ષમાં, રાજદ્વિપ, ભય એ બધાં આગાઢ કારણે તથા ગ્લાનત્વ, ઉત્તમાર્થમાં, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-તપ નિમિત્તે દીક્ષા આપે.
• વિવેચન-૧૨ :
શિવ - વ્યંતરસ્કૃતુ ઉપદ્રવ, અવમૌદર્ય - દુર્મિક્ષ, રાજદ્વિષ્ટ - રાજાનો દ્વેષ, ભય-શત્રુઓ દ્વારા. બTTTઇ • ખૂબ જ. આ આગાઢ શબ્દ બઘાં સાથે સંબંધ ધરાવે છે. ગ્લાનત્વ - બિમારી, ઉત્તમાર્ચ - કાળધર્મ. જ્ઞાન-શ્રુતઆદિ, દર્શન-તેના પ્રભાવક શાસ્ત્રરૂપ, ચાસ્ત્રિ-પ્રસિદ્ધ છે.
આ અશિવાદિમાં ઉપકાર કરે છે, જે નપુંસકાદિને દીક્ષા આપે છે. કહ્યું છે કે - રાજદ્વિષ્ટ ભયોમાં રક્ષણના માટે રાજાની પાસે જવું, ગ્લાનનું વૈધો પાસે જવું ગુરુ પાસે જ્ઞાનાદિ માટે જવું ઈત્યાદિમાં ચરણદેશથી નીકળી અશિવાદિમાં તેની પાસે જવું. આ આગાઢ કારણોમાં જેને દીક્ષા અપાય છે, તે નપુંસકાદિમાં કાર્ય પૂર્ણ થતાં વિવેક રાખવો - ત્યાગ કરવો.
જે તે અશિવાદિ કારણે દીક્ષા અપાય છે તે નપુંસક બે ભેદે છે – જ્ઞાયક અને અજ્ઞાયક. જે જ્ઞાયક છે, તે જાણે છે કે સાધુને નપુંસકને દીક્ષા દેવી કલ્પતી નથી, પણ જ્ઞાયક જાણતા નથી. તેમાં જ્ઞાયક કહે તેમ ન વર્તે તે પ્રવજ્યા જ્ઞાનાદિ મામ વિરાધનારૂપ તેને થશે. તે ઘરમાં રહિને જ સાધુના અનુગ્રહને માટે વર્તે તો તેને વિપુલ નિર્જસ થશે. જો આમ કહેવાથી તે તેમ કરવા ઈચ્છે, તો સુંદર, જો ન ઈચ્છે તો તેના અજ્ઞાયકને અને કારણે દીક્ષા અપાયેલાને આ યતના કરાય છે -
• પા.નિ.-૧૩ :
કટિપક કરવો, શિખાને ન ઈચ્છતા કાતરીને વાળને દૂર કસ્વા, મુંડન કે લોય કે પાઢને કરે. સંજ્ઞીને ધર્મકથા કહે, રાજકુળમાં આ વ્યવહાર કહી દે અને વિશિંયન કરવું જોઈએ.
• વિવેચન-૧૩ :ગાથાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે –
દીક્ષા દેતા તેને કટિપક કરાય છે. કહે છે કે – અમારે દીક્ષા દેતા આ પ્રમાણે જ કરાય છે. સિલી નામે શિખા, તે મંડતા નથી, લોચ કરતા નથી. તેને કાતરેલા વાળ રાખવા કરે છે અથવા છરા વડે મુંડે છે. જો તેમ કરવા ન ઈચ્છે તો લોય પણ કરાય છે. જેથી લોકો જાણે કે આ નપુંસક છે.
અજ્ઞાત-અજાણ હોય તો પણ આમ જ કરાય છે, એ જ સારુ છે કે લોકો જાણે કે - આ ગૃહસ્થ જ છે.
પાઠ ગ્રહણથી બે પ્રકારની શિક્ષા - ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા આપે. તેમાં ગ્રહણ શિક્ષામાં ભિક્ષુકાદિના મતો શીખવે. જે કંઈ સ્વ સિદ્ધાંતમાં શીખવા ન ઈછે, તો પરતીર્થિક મતો તેને શીખવે. તે પણ જો શીખવા ન ઈચ્છે તો સ્વસમયસિદ્ધાંત વક્તવ્યતા પણ બીજાએ કહેલા અર્થ-વિસંવાદન ભણાવે. અથવા ક્રમથી