________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૩૪
૧૪૩
પરલોકને આશ્રીને આશાવાળો થાય. તેથી કહે છે - આલોક પરલોકની આશંસા રહિત હોય. ‘ત્ર' શબ્દથી તેવા પ્રકારના ક્રોધાદિ રહિત.
જે આવા પ્રકારનો વૈરાગ્યથી ભાવિત મનવાળો થાય, તે જ્ઞાનાદિ ઉપદ્રવથી હિત થઈ ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે.
વૈરાગ્ય ભાવના કહી. હવે દેશ દ્વારની વ્યાખ્યા કરે છે - • ગાથા-૩૫ -
સાધુને હંમેશાં મી, પશુ, નપુંસક તથા કુશીલજનોથી રહિત સ્થાન જોઈએ અને ધ્યાનકાળે વિશેષથી નિર્જનસ્થાન જરૂરી છે.
• વિવેચન-૩૫ :
મગ યિાનકાળે નહીં પણ સર્વકાળે સાધુને યુવતી આદિ રહિત સ્થાન હોવું જોઈએ. અહીં યુવત્તિ શબ્દથી મનુષ્ય સ્ત્રી અને દેવી લેવી, પણ શબ્દથી તિર્યય સ્ત્રી લેવી. નપુંસક શબ્દ જાણીતો છે, સિત - નિંદિત શીલ જેનું છે તે કુશીલ - જ્ઞારી આદિ.
તપસ્વી સાધુને કે સાવીને આવી શદ્ધ વસતિ જોઈએ એ પ્રમાણે તીર્થકર અને ગણધરોએ નિયમથી કહેલ છે. અન્ય પ્રવચનમાં કહેલ દોષ સંભવે છે. વિશેષથી ધ્યાનકાળમાં અપરિણત યોગાદિથી અન્યત્ર ધ્યાનને આરાધવાનું શક્ય છે.
એ રીતે અહીં અપરિણત યોગાદિનું સ્થાન કહ્યું. હવે પરિણત યોગાદિને આશ્રીને વિશેષથી કહે છે –
• ગાથા-૩૬ -
સ્થિર અને કૃતયોગી તા ધ્યાનમાં નિશ્ચલમનવાળ મુનિને લોકોથી વ્યાપ્ત ગામમાં શૂન્યસ્થાનમાં કે અરણ્યમાં કોઈ તફાવત નથી.
• વિવેચન-૩૬ :
સ્થિર - સંહનન અને ધૃતિ વડે બળવંત. જીત - નિર્વર્તિત, અભ્યસ્ત. યોગ - જ્ઞાનાદિ ભાવના વ્યાપાર અથવા સર્વ સૂત્ર તપ વગેરે જે જોડાયેલ છે તે કૃતયોગી. થિર - ફરી ફરી કરવા વડે પરિચિત કરાયેલા યોગો જેના વડે છે તે. અથવા સારી રીતે અભ્યસ્ત યોગવાળા મુનિઓ, જીવાદિ પદાર્થને માને છે તે મુનિ - સાધુ. ધ્યાન અધિકૃત એવા ધર્મધ્યાનમાં અતિશય નિષ્પકંપ મનવાળા.
ઉક્ત પ્રકારના સાધુને ધ્યાન માટે વસતિમાં, શૂન્યગૃહમાં કે અરણ્યમાં કોઈ ફેર પડતો નથી. તેમાં ગામ એટલે બુદ્ધિ આદિ ગુણો ગ્રસિત થાય છે તે અથવા કર આદિ લેવાય છે તે ગામ-સંનિવેશ તથા નગર, ખેડ, કર્બટાદિ પણ લેવા. જનાકુળ • ગામ કે ઉધાનાદિમાં બધે જ તુલ્ય ભાવત્વ અને પરિણતત્વથી તેમને કોઈ ભેદ નથી.
• ગાથા-૩૩ -
તેથી ધ્યાન કરનારાને જ્યાં મન, વચન, કાયાના યોગની સ્વસ્થતા રહે, એવું જીવ સંઘ@ાદિ વિરાધના રહિત સ્થાન લેવું.
- વિવેચન-39 :ઉકત ગાયામાં કહ્યા મુજબ પ્રામાદિ સ્થાનોમાં જો સમાધિ રહેતી હોય તો,
૧૪૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કયાં ? મન-વચન-કાય યોગમાં સ્વસ્થતા રહેવી. [શંકા મનોયોગની સમાધિ પતિ છે વચન અને કાય યોગની સમાધિની ત્યાં શી ઉપયોગીતા છે ? તેનાથી ધ્યાન થતું નથી. સમાધાન સમાધિ સુધી મનોયોગ ઉપકારક છે, ધ્યાન પણ તે રૂપ જ થાય છે. પણ કહ્યું છે કે- “મારે આવી વાણી બોલવી, આવી ન બોલવી” એમ વિચારીને વાક્ય બોલનારને વાચિક ધ્યાન હોય છે તથા સુસમાહિત હાથ-પગને કારણે જયણાથી જે ક્રિયાનું કરવું. તે સાધુને કાયિક ધ્યાન થાય છે. (કેમકે) અહીં માત્ર સમાધિપણું જ ગ્રહણ કર્યું નથી, પણ જીવોપઘાત રહિતપણું પણ લીધું છે. તેમાં જીવ-પૃથ્વી આદિનું સંઘરુંન આદિને તજીને. અહીં હિંસા શબ્દથી અસત્યાદિ બધાંનો ત્યાગ જાણવો. આ પાંચે આશ્રવો છોડીને ધ્યાન કરે તે ઉચિત છે.
દેશદ્વાર પૂરું થયું. હવે કાળ દ્વારા જણાવે છે - • ગાથા-૩૮ :
કાળ પણ તે જ ધ્યાનોચિત છે, જેમાં યોગ સ્વસ્થતા ઉત્તમ મળે છે. પણ દિવસ કે રાત્રિ જ યોગ્ય વેબ છે. એવો નિયમ ધ્યાતાને નથી, તેમ તીકરાદિએ કહેલ છે.
• વિવેચન-૩૮ :
કલન કે કલા સમૂહ તે કાળ. તે અઢીદ્વીપ - સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યની ગતિ ક્રિયાથી ઉપલક્ષિત દિવસ આદિ જાણવા. કાળ પણ તેજ ધ્યાનોચિત છે, જે કાળમાં મનોયોગાદિ સ્વાચ્ય પ્રધાનપણે પામે. પણ એવું નથી જ કે દિવસે અથવા રાત્રે જ નિયમથી ધ્યાન કરવાનું કહ્યું હોય. વેળા એટલે મુહૂર્ત આદિ, પૂવર્ણ કે પશ્ચિમાર્ણ.
કાળદ્વાર પૂરું થયું. હવે આસન વિશેષાદિ દ્વાર કહે છે – • ગાથા-૩૯ :
અભ્યાસ કરેલ જે કોઈ દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બને તે અવસ્થામાં ધ્યાન કરે. પછી તે બેઠા રહીને હોય, ઉભા રહીને હોય કે લાંબાટૂંકા સુતા રહીને હોય.
• વિવેચન-૩૯ :
અહીં જે કોઈ શરીરાવસ્થા ‘બેસવું' આદિ રૂપે અભ્યસ્ત કે ઉચિત હોય, તેના વડે અનુષ્ઠાન કરતા અધિકૃત ધર્મધ્યાનમાં પીડાકારી થતું નથી. તે જ અવસ્થામાં [કઈ ?] કાયોત્સર્ગથી ઉભા રહે કે વીરાસનાદિ વડે બેસે કે દંડાયતાદિથી લાંબા-ટૂંકા રહીને ધ્યાન કરે. [પ્રશ્ન આ દેશ, કાળ, આસનોના અનિયમ કેમ?
• ગાથા-૪o -
બધાં દેશ, કાળ, ચેષ્ટામાં વર્તતા રહીને પાપને શમાવીને અનેકવાર પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે.
• વિવેચન-૪૦ :સંપૂર્ણ દેશ, કાળ અને ચેષ્ટામાં વેણ - દેહ અવસ્થામાં અવસ્થિત જે મુનિઓ