________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૬
૧૩૫
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
‘' શબ્દથી પૂર્વે પણ વિયુક્ત-સંપ્રયુક્તથી અતીતકાળ કહ્યો.
તેષ મલીન - અપ્રીતિલક્ષણ રૂપ દ્વેષ, તેનાથી મલિન, તેથી આકાંત થઈ ઋત' - દુઃખી, પહેલો ભેદ કહ્યો. હવે બીજો કહે છે –
• ગાથા-૭ -
શળ, શીર્ષ, રોગાદિ વેદનામાં વિયોગમાં દઢ અધ્યવસાયથી તેના આસપયોગની ચિંતામાં તેના પ્રતિકારમાં આકુળ મન હોવું તે.
• વિવેચન-૭ :
શૂળ, શિરોવેદના, રોગવેદના, બીજા રોગ અને આતંકમાં જે વેદના વેદે, તેના વિયોગ માટેનો દૃઢ અધ્યવસાય. આ વર્તમાનકાળ લીધો. અનાગતને આશ્રીને કહે છે - વેદનાના કથંચિત્ અભાવે તેના અસંપ્રયોગની ચિંતા “કઈ રીતે મને આ આવતા રોગનો સંપ્રયોગ ન થાય ? ચિંતા અહીં ધ્યાન જ કહેવું. * * *
આ વિયોગ પ્રણિધાનથી શું ? તે વેદનાના પ્રતિકારમાં ચિકિત્સામાં વ્યગ્ર જે અંતઃકરણ તે વિયોગ પ્રણિધાનાદિ આર્તધ્યાન.
બીજો ભેદ કહ્યો. હવે બીજો ભેદ કહે છે - • ગાથા-૮ :
ઈષ્ટ વિષયાદિ કે વેદનામાં સગરક્ત જીવને તેના અતિયોગનો અધ્યવસાય તથા ન મળેલ માટે તેના સંયોગની ઈચ્છારૂપ ઢ અધયવસાય [પ આધ્યાન
વિવેચન-૮ :
મનોજ્ઞ વિષયાદિ વસ્તુ તથા ઈષ્ટ વેદનામાં તેના અવિયોગનો દેઢ અધ્યવસાય આના દ્વારા વર્તમાનકાળ કહ્યો. તથા મને કઈ રીતે આ વિષયોનો સંબંધ થાય તેવી ઈચ્છા. આના દ્વારા અનાગત કાળનું ગ્રહણ કર્યું. ગાયામાં રણકત પ્રાણીને એમ કહ્યું. તેમાં અભિવંગ-આસક્તિ લક્ષણ તે રાગ, તેનાથી ભાવિત હોવું તે.
ત્રીજો ભેદ કહ્યો, હવે ચોથો ભેદ કહે છે – • ગાથા-૯ :
દેવેન્દ્ર અને ચકવતપણાના ગુણ, ઋહિદ્રના યાચના સવરૂપ નિયાણાનું ચિંતન થાય છે, તે અધમ છે. અત્યંત અજ્ઞાનતા સભર છે. [આ ચોથું ધ્યાન
• વિવેચન-૯ :
દેવો • ભવનવાસી આદિ, તેનો ઈન્દ્ર તે દેવેન્દ્ર - અમર આદિ. ચક - એક આયુધ, તેના વડે વિજયનું આધિપત્ય વર્તાવનાર તે ચક્રવર્તી, જેમકે – ભરત આદિ. એ રીતે બલદેવ, વાસુદેવની ગુણ અને ઋદ્ધિ. તેમાં ગુણ - સુરપાદિ, ઋદ્ધિ-વિભૂતિ, તેની યાચના. તે જઘન્ય નિદાનનો અધ્યવસાય “હું આ તપ અને ત્યાગાદિથી દેવેન્દ્ર થાઉં ઈત્યાદિ ૫. અધમ કેમ કહ્યા ? જે કારણે અતિ અજ્ઞાન અનુગત છે, અને અજ્ઞાની સિવાયના કોઈને સાંસારિક સુખનો અભિલાષ ન થાય.
આર્તધ્યાનનો ચોથો ભેદ કહ્યો, હવે આ જે રીતે થાય, તેને જણાવવા માટે કહે છે –
• ગાથા-૧૦ :
આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યાન ગ-દ્વેષ-મોહથી કલુષિત જીવને થાય, તે સંસાર વર્ધક અને તિર્યંચગતિનું મૂળ છે.
• વિવેચન-૧૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે- સાધુને પણ શૂળાદિ વેદનાથી અભિભૂતને અસમાધિમાં તેનો પ્રતિકાર કરવામાં તેના વિપ્રયોગના પ્રણિધાનનો દોષ આવે તથા તપ અને સંયમના સેવનમાં નિયમથી સાંસારિક દુ:ખ વિયોગ પ્રણિધાનથી આdધ્યાનની પ્રાપ્તિ થાય તેનું શું ? આdધ્યાન રાગાદિ વશવર્તીને જ હોય, બીજાને ન હોય, તેથી ગ્રંથકાર કહે છે -
• ગાયા-૧૧ -
‘ પીડા મારા કર્મવિપાકથી ઉભી થયેલી છે' એવા વસ્તુ સ્વભાવના ચિંતનમાં તત્પર અને સમ્યફ સહન કર મધ્યસ્થ મુનિને...[અનુસંધાન ગાથા૧રમાં છે.]
• વિવેચન-૧૧ -
રાગ-દ્વેષની મધ્યે રહે તે મધ્યસ્થ. મધ્યસ્થતા જ, બીજાના નહીં. ત્રિકાળ અવસ્થામાં જગતને માને તે મુનિ - સાધુ. સ્વકર્મના પરિણામથી જનિત આ શૂળાદિ • x • કહ્યું છે કે – “અરે ! પૂર્વે કરેલ દુઠ્ઠીર્ણ અને દુપ્રતિકાંત કમને વેદીને જ મોક્ષ છે, પણ વેધા વિના નથી. અથવા તપથી ખપાવીને મોક્ષ થાય.”
એ પ્રમાણે વસ્તુ સ્વભાવ ચિંતનાત શોભન અધ્યવસાય વડે સહેતા એવાને અસમાધિ કઈ રીતે થાય ? પણ ધર્મ-અનિદાન થાય તે કહેશે. આશંકાગત પહેલા પક્ષનો પરિહાર કર્યો. હવે બીજો, બીજો.
• ગાથા-૧૨ -
અથવા પ્રશસ્ત આલંબન કરીને, અભ સાવધ ઉપાયને કરતા, તપ અને સંયમરૂપ પ્રતિકાને સેવતા મનિને અનિદાન ધર્મ છે.
• વિવેચન-૧૨ -
જ્ઞાનાદિ ઉપકારક પ્રશસ્ત આલંબન-પ્રવૃત્તિ નિમિત્ત શુભ અધ્યવસાયને કરતાં. • x • ચિકિત્સારૂપ, ૫ સાવધ ઉપાય કરતાં. અહીં માપ શબ્દ અભાવ કે થોડાંના અર્થમાં છે. અતિદાન ધર્મ થાય કેમકે તે નિર્દોષ છે. આ નિર્દોષત્વ વચનના પ્રામાણ્યથી છે. કહ્યું છે કે – “ગીતાર્ચ યતના વડે કૃત્યોગીને કારણે નિર્દોષ છે.” એ રીતે આગમના ઉત્સર્ગ - અપવાદરૂપે છે અન્યથા પરલોકની સાધના અશક્ય છે. તપ અને સંયમથી સાંસારિક દુ:ખોનો પ્રતિકાર કરતા સાધુને આ ધર્મધ્યાન જ છે. કેમકે તે દેવેન્દ્રાદિના નિદાન હિત સેવે છે.
(શંકા કરેલા કર્મના ક્ષાયથી મોક્ષ થાય.” આ પણ નિયાણું જ છે ને? [સમાધાન) સાયું, આ પણ નિયમથી પ્રતિષેધ કરાયેલ જ છે. કેમકે - મોક્ષમાં કે સંસારમાં મુનિ સર્વત્ર નિસ્પૃહ છે.” તો પણ ભાવનામાં પરિણત જીવને આશ્રીને