________________
, નિઃ - ૧૦૮૩ થી ૧૦૯૧
૬૫
૬૬
(PROOF-1)
કર્યો. તે તીર્થકર કેવા વિશિષ્ટ છે ? જેમના વડે રજ અને મલ દૂર કરાયેલા છે, તેવા પ્રકારના, તેમાં બંધાતા કર્મ તે જ કહેવાય છે અને પૂર્વે બાંધેલ કર્મ તે મલ કહેવાય છે અથવા બદ્ધ થાય તે જ અને નિકાચિત થાય તે મલ અથવા ઈયપિય કર્મ છે જ અને સાંપરાયિક કર્મ તે મલ કહેવાય. આવા સ્વરૂપના હોવાથી જરા અને મરણ પ્રકૃષ્ટ ક્ષીણ થયા છે તેવા. કેમકે તેના કારણોનો અભાવ છે. તેમાં મનેT • વયની હાનિ રૂપ, મUT - પ્રાણત્યાગરૂપ.
ઉક્ત પ્રકારના ચોવીશે જિનવરો, મપ શબ્દથી બીજા પણ જિનવરો લેવા. શ્રત આદિ જિન પ્રધાન તે જિનવર, તે સામાન્ય કેવલી પણ હોય. તેથી કહે છે - તીર્થકર, એ બધાં મારા ઉપર પ્રસાદ કરો.
[શંકા] ક્ષીણક્લેશપણાથી તેઓ પૂજકોને પ્રસાદ - કૃપા દેનારા હોતા નથી, તેથી તે પૂજ્યો કલેશનો ક્ષય કરનાર ન થાય. જેઓ વસ્તુતઃ પ્રસાદ કરે છે, તેઓ નિંદાથી રોષ પણ અવશ્ય પામવાના છે. બધે જ અસમચિત છે તેઓ કઈ રીતે સર્વને હિત દેનારા થાય ? તીર્થકરો તો અહીં રાગ-દ્વેષના ક્ષયથી ત્રિલોકને જાણનાર, પોતામાં અને પરમાં તુલ્ય ચિતવાળા હોય છે તેથી સજ્જનો વડે સદા પૂજ્ય હોય છે. ઈત્યાદિ ઈત્યાદિ • * * * *
[સમાધાન જો કે તેઓ સગાદિથી હિત હોવાથી પ્રસાદ-કૃપા કરતા નથી, તો પણ તેમને ઉદ્દેશીને અચિંત્ય ચિંતામણિ સમાનને અંતઃકરણની શુદ્ધિથી સ્તવના કરનારને અભિલષિત ફળની પ્રાપ્તિ થાય છે.
• સૂત્ર-૮ -
કીર્તિત, વંદિત, પૂજિત એવા જે લોક મધ્યે ઉત્તમ સિદ્ધો છે, તેઓ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમસમાધિ આપો.
• વિવેચન-૮ :
સૂર વ્યાખ્યા - affસંતા - સ્વ નામપૂર્વક કહેવાયેલા, ચંયિતા - ત્રિવિધ યોગથી સમ્યક્ રીતે સ્તવેલા, મા એટલે મયા - મારા વડે અથવા fછતા પુષ્પ આદિ વડે પૂજિત. એવા કોણ ? તે કહે છે :- નોવા - પ્રાણિલોક, ઉત્તમ - મિથ્યાત્વ આદિ કર્મ મલ કલંકના અભાવથી પ્રધાન, અથવા અંધકારથી ઉપર ઉઠેલા એવા તે ઉત્તમ. સિદ્ધ-કર્મ બીજને હણી નાંખેલા અથવા કૃતકૃત્ય થયેલા (એવા સિદ્ધો, શું આપો ?)
અરોગનો ભાવ તે આરોગ્ય - સિદ્ધવ, તેને માટે બોધિલાભ - ભાવિમાં જિનધર્મની પ્રાપ્તિને બોધિલાભ કહે છે તે નિદાન હિત કરતા મોક્ષને માટે જ પ્રશસ્ય થાય છે. તેથી કહે છે - સમાધિ. સમાધિ દ્રવ્ય અને ભાવ બે ભેદથી છે. તેમાં દ્રવ્યસમાધિ જે જેમને ઉપયોગ વડે સ્વાચ્ય થાય છે. ભાવ સમાધિ - જ્ઞાનાદિ સમાઘાન જ, તેના ઉપયોગથી પરમ સ્વાથ્ય યોગ થાય. તેથી અહીં દ્રવ્ય સમાધિના વ્યવચ્છેદને માટે કહે છે - વર એટલે પ્રધાન અતિ ભાવસમાધિ.
ભાવસમાધિ પણ તારતમ્ય ભેદથી અનેક પ્રકારે છે. તેથી કહે છે - ઉત્તમ એટલે સર્વોત્કૃષ્ટ શું તેમનામાં (સિદ્ધોમાં] પ્રદાનનું સામર્થ્ય છે ? ના, તો પછી શા માટે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આ પ્રમાણે “આપો” એમ કહ્યું? ભક્તિ બુદ્ધિથી. આ અસત્યામૃષા ભાષા છે. તે ભકિતથી સ્વયં જ તેની પ્રાપ્તિ થાય છે. બે ગાથાની વ્યાખ્યાથી થોડે અંશે કરી. હવે સૂરસ્પર્શિક નિયુક્તિ કહીએ છીએ. તેમાં સ્તવ અને કીર્તનના યોકાર્થિક કહે છે
• નિયુક્તિ-૧૦૯૨-વિવેચન :
સ્તુતિ, સ્તવન, વંદન, નમસ્કરણ આ યોકાર્ચિક શબ્દો છે. તથા કીર્તન, પ્રશંસન, વિનય અને પ્રણામ એકાઈક છે.
હવે જે ‘ઉત્તમ' શબ્દ કહ્યો, તેની વ્યાખ્યા કરે છે – • નિર્યુક્તિ-૧૦૯૩-વિવેચન :
મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણ, ચાસ્ત્રિમોહ આ ત્રણ પ્રકારના અંધકારથી મુક્ત થયેલા છે, તેથી તે ઉત્તમ કહેવાય છે. - x • અહીં મિથ્યાત્વ મોહનીયના ગ્રહણથી દર્શન સપ્તક ગ્રહણ થાય છે. તેમાં ચાર અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વમોર્નીયાદિ ત્રણ લેવા. જ્ઞાનાવરણમાં મતિજ્ઞાનાદિ અાવરણ ભેદથી પાંય ભેદે લેવા. ચારિત્ર મોહનીયના વળી-૨૧નભેદો લેવા. તેમાં અનંતાનુબંધી સિવાયના બાર કષાયો તથા નવે નોકપાય લેવા. આના દ્વારા જ ત્રણ ભેદે અંધકાર લીધો. તેનાથી પ્રબળપણે મુક્ત થતુ પૃથગૃભૂત થયેલા. તેથી તે ભગવંતો ઉત્તમ કહેવાય છે. તમોવૃત્તિથી ઉપર ઉઠેલા.
હવે ‘આરોગ્ય બોધિલાભ' ઇત્યાદિ કહે છે – • નિયુક્તિ-૧૦૯૪-વિવેચન :
“આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ મને આપો" - શું આ નિયાણું છે ? આ વિભાસા કરવી જોઈએ. - * - ગાથાનો પૂર્વાદ્ધિ પૂર્વે કહેલ જ છે. જી - પ્રશ્નમાં છે, - વિતર્કમાં છે, હું - તેના સમર્થનમાં છે. શું આ નિદાન છે ? જે “આરોગ્રાદિ આપો” એમ કહ્યું. સૂત્રમાં તો નિષેધ છે. ના, તેમ નથી. વ્યર્થ ઉચ્ચારણ જ છે. ગુરુ કહે છે – વિભાષા એટલે વિષયવિભાગ વ્યવસ્થાપનાથી વ્યાખ્યા કરવી. અહીં આ ભાવના છે . આ નિદાન નથી, કેમકે કર્મબંધના હેતુનો અભાવ છે. કહ્યું છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધ હેતુઓ છે. પરંતુ મોક્ષની પ્રાર્થનામાં આમાંથી એક પણનો સંભવ નથી. તેનું ઉચ્ચારણ વ્યર્થ પણ નથી. તે અંતઃકરણ શુદ્ધિથી ઉચ્ચારેલ છે.
[શંકા જો આ અહીં નિયાણુ નથી, તો પણ દુષ્ટ જ છે. કઈ રીતે? અહીં સ્તુતિ વડે આરોગ્યાદિને દેનાર થાય કે નહીં? જો આધ પક્ષ લો તો તેમના રાગાદિપણાનો પ્રસંગ આવે, જો ચરમ • તો આરોગ્યાદિ પ્રદાન રહિત છે, તે જાણવા છતાં પ્રાર્થનામાં મૃષાવાદ દોષ પ્રસંગ છે ના, આ પ્રાર્થનામાં મૃષાવાદનો યોગ નથી. તે માટે કહે છે -
• નિયુક્તિ-૧૦૯૫-વિવેચન :
માત્ર ભક્તિથી આ અસત્યામૃષા ભાષા બોલાય છે. ખરેખર તો જેમના રાગ-દ્વેષ ક્ષય પામ્યા છે, તે સમાધિ અને બોધિ આપતા જ નથી. - X - આ સત્યામૃષા બાપા વર્તે છે, તે આમંત્રણી આદિ ભેદથી અનેક પ્રકારે છે, કહ્યું છે કે – આમંત્રણી, આજ્ઞાપની, યાયની, પ્રચ્છની અને પ્રજ્ઞાપની આદિ ભાષા વર્તે છે. - X - X - તેમાં અહીં ‘વાયના' અધિકાર છે. કેમકે અહીં કહ્યું છે કે – “આરોગ્ય, બોધિલાભાદિ" મને પો.
ગાદિ રહિતપણાથી આરોગ્રાદિ દેવામાં અસમર્થ છે, પછી આ યાયનાથી શું થાય? તમારું કહેવું સત્ય છે. પણ આ ભક્તિથી બોલાયેલ છે, અન્યથા રાગદ્વેષ ક્ષીણ
E: Maharajsaheb Adhayan-33\Book33AI
3િ3/5ી