________________
૧/ર નિ
૧૦૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(24)
(PROOF-1)
પૂછ્યું - તે છાડાસ્થિક છે કે કૈવલિક છે? મૃગાવતી બોલ્યા - કૈવલકિ. પછી ચંદના આયએ તેણીના પગે પડીને ‘મિસ્યા મિ દુક્કડ' કહ્યું કેમકે મેં કેવલીની આશાતના કરી. આ ભાવ પ્રતિક્રમણ.
કહ્યું છે - જો પાપ કરીને અવશ્ય પ્રતિકમણ કરે, તો પછી તે પાપ કર્મ ફી ન કરવાથી પ્રતિકાંત થયો તેમ કહેવાય.
આ તમામ એ ભૂતકાળના સાવધ યોગથી હું નિવૃત્ત થાઉં છું, તેથી જેની નિવૃત્તિ, તેની અનુમતિથી વિરમણ છે તથા નિંદ્રામાં એટલે ગુપ્સા કરું છું જો કે નહીં પણ ગુપ્તા અર્થમાં જ છે. તો પણ તે બંનેમાં ભેદ છે – સામાન્ય અર્થ ભેદ છતાં ઈષ્ટ વિશેષાર્થ શકદ છે - x - તે કહે છે –
• નિર્યુક્તિ-૧૦૪૯-વિવેચન :
પોતાના દુષ્ટ ચાસ્ત્રિનો પસ્તાવો કરવો તે નિંદા, તેના ચાર નિક્ષેપ થાય છે. દ્રવ્યમાં ચિત્રકાર પુત્રી, ભાવમાં ઘણાં ઉદાહરણો છે. પાણીના સ્વ ચરિનો પશ્ચાત્તાપ તે નિંદા થતુ આત્મસાક્ષીએ ગુપ્તા. તેમાં કે તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપ થાય છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય નિંદામાં ચિત્રકારપુગીનું ઉદાહરણ છે. તેણી જે રીતે રાજાને પરણીને પોતાની નિંદા કરે છે. તે ભાવ નિંદામાં ઘણાં ઉદાહરણો યોગસંગ્રહમાં કહેવાશે. તેનું લક્ષણ આ પ્રમાણે છે – હા! ખોટું કર્યું, હા! ખોટું કરાવ્યું, હા ! ખોટાની અનુમોદના કરી, તેના પશ્ચાત્તાપથી મારું અંતર બની રહેલ છે.
• નિયુક્તિ-૧૦૫૦-વિવેચન :
ગઈ પણ તેવી જ છે, પરંતુ તેમાં બીજા આગળ દોષ પ્રકાશવાના છે. દ્રવ્ય ગહમાં મરુકનું દષ્ટાંત છે, ભાવમાં ઘણાં ઉદાહરણો છે.
ગહાં, નિંદાની જાતિની જ છે. તેમાં વિશેષ આ છે – બીજા સમક્ષ પ્રગટ કરવું તે નહીં કહેવાય. અથવા ગુરુ સનમુખ જે સ્વગુપ્તા તે ગઈ. તે પણ ચાર ભેદે છે. તેમાં નામ, સ્થાપના છોડીને કહે છે - દ્રવ્યમાં મરુકનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – આનંદપુરમાં મર્કની પૂત્રવધુ સાથે સંભોગ કરીને ઉપાધ્યાયને કહે છે - મેં સ્વપ્નમાં તમારી પુત્રવધૂ સાથે સંભોગ કર્યો.
ભાવગહમાં - સાધુએ ગુરુ પાસે જઈને, અંજલિ કરીને, વિનયપૂર્વક, જેવું પાપ પોતે જાણે છે, તે પ્રમાણે જ ગુરુને જણાવી દે.
તેમાં દહીં એટલે ગુપ્તા. કોની જુગુપ્સા કરે ? આત્માની - ભૂતકાળના સાવધયોગકારી આત્માની અથવા અતીત સાવધ યોગના ત્રાણ હિત આત્માની જુગુપ્સા કરે. હવે સામાયિક વડે ત્રાણ-રક્ષણ છે. અથવા સતત સાવધ યોગના પ્રવર્તનથી નિવર્તવું. હુિં નિવવું છું..
વ્યસૃજામિ - વિવિધ અર્થ કે વિશેષ અર્થમાં ‘વિ' શબ્દ છે. ૩ શબ્દ “શાર્થેબહુ અર્થમાં છે. સૃજામિ એટલે હું ત્યાગ કરું છું. સાથતુ હું વિશેષ કરીને ઘણો જ ત્યાગ કરું છું. વ શdદ અધ: અર્થમાં છે.
[શંકા] સાવધયોગના પરિત્યાગથી હું હે ભદંતા સામાયિક કરું છું. એ પ્રમાણે સાવધયોગની નિવૃત્તિ કહે છે. તેમાં વ્યસૃજામિ' શબ્દ વિપરીતતાને પામે છે. સિમાધાન] ના, તેમ નથી. - x - સામાયિક પછી પણ પ્રયોજાયેલ “વ્યસૃજાતિ' શબ્દમાં તેનો વિપક્ષ ત્યાગ પણ જાણવો. વિસ્તાર ભયથી વધારે કહેતા નથી.
હવે વ્યુત્સર્ગના પ્રતિપાદન માટે કહે છે – • નિયુક્તિ-૧૦૫૧-વિવેચન :
દ્રવ્ય વ્યુત્સર્ગમાં પ્રસન્નચંદ્રનું દષ્ટાંત છે અને તે જ ફરી જ્યારે સંવેગમાં આવી જાય છે, ત્યારે તે દૃષ્ટાંત ભાવમાં પણ છે જ.
અહીં દ્રવ્ય વ્યુત્સર્ગ - તે ગણ, ઉપધિ, શરીર, , પાન આદિનો ત્યાગ અથવા દ્રવ્ય વ્યત્સર્ગ તે આdધ્યાનાદિ ધ્યાતાનો કાયોત્સર્ગ. તેથી કહે છે - દ્રવ્ય વ્યુત્સર્ગમાં પ્રસન્ન ચંદ્રનું ઉદાહરણ છે. ભાવ વ્યુત્સર્ગ તે જ્ઞાન આદિનો પરિત્યાગ અથવા ધર્મ-શુક્લધ્યાન કરનારનો કાયોત્સર્ગ જ. તેથી કહ્યું કે સંવેગ પામીને પછી ભાવ વ્યુત્સર્ગમાં પ્રસણચંદ્રનું જ દષ્ટાંત છે. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર રાજા હતો. ત્યાં ભગવંત વીર સમોસય. પછી રાજા ધર્મ સાંભળીને સંવેગ પામ્યો. દીક્ષા લીધી, ગીતાર્થ થયો. કોઈ દિવસે જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છાથી સર્વ ભાવનાથી આત્માને ભાવિત કરે છે. તે કાળે રાજગૃહગરમાં મશાનમાં પ્રતિમા સ્થાને રહ્યા.
ભગવંત મહાવીર ત્યાં જ સમોસરેલા. લોકો પણ વંદનાર્થે નીકળ્યા. બે વણિકો ફિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાં આવ્યા. પ્રસન્નચંદ્રને જોઈને એક વણિક બોલ્યો - આ આપણાં સ્વામી છે, રાજલક્ષમી છોડીને, તપરૂપી લમી સ્વીકારી છે. અમે તેની ધન્યતા છે. બીજો બોલ્યો - આની વળી ધન્યતા? જે અસંજાત બળવાળા પુત્રને રાજ્યમાં સ્થાપીને દીક્ષા લઈ લીધી. તે ભાયાતો દ્વારા પરાભવ પામશે. ઉત્તમ નગર ક્ષયને પામશે. એ પ્રમાણે ઘણાં લોકોને દુઃખમાં સ્થાપ્યા, તે દેખાતું નથી.
આ સાંભળીને પ્રસન્નચંદ્રને કોપ ચડ્યો. તે વિયાવા લાગ્યા કે – કોણ મારા પુત્રને અપકાર કરે છે ? નક્કી - અમુક. તે વળી શું કરી લેશે ? અહીં આ અવસ્થામાં રહીને પણ તેને ખતમ કરી દઈશ. માનસ સંગ્રામથી શૈદ્ર ધ્યાન પામ્યો. હાથી વડે હાથીને ખતમ કરવા લાગ્યો.
એ સમયે શ્રેણિક રાજા ભગવંતને વાંદવાને નીકળેલો. તેણે પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા અને વંદન કર્યું. શ્રેણિકને થયું - આ પ્રષિ શુક્લધ્યાને ચડેલા છે. તો આવા ધ્યાનમાં કાળધર્મ પામે તો તેમની શું ગતિ થાય, એમ ભગવંતને હું પૂછીશ.
ત્યાં જઈ, વંદન કરીને ભગવંતને શ્રેણિકે પૂછ્યું - જે ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વાંધા, તે વખતે તેઓ કાળ કરે તો ક્યાં ઉપપાત થાય? ભગવંત બોલ્યો - સાતમી નકમાં.
ત્યારે શ્રેણિકે વિચાર્યું – અરેરે આમ કેમ? ફરી તે જ પ્રશ્ન કર્યો. તેટલામાં પ્રસન્નચંદ્ર માનસિક સંગ્રામમાં પ્રધાન નાયક સાથે લડતા તલવાર, શક્તિ, ચેક, કલ્પની
દિ આયુધો કુમાવી ચૂકેલા. ત્યારપછી તેણે શિરસ્ત્રાણ-મુગટ વડે હું તેને ખતમ કરી દઉં એમ વિચારી માથા ઉપર હાથ ફેવ્યો. ત્યારે તેણે જાણ્યું કે લોય કરેલ છે [મસ્તક મંડિત છે.] ત્યારે સંવેગ પામ્યો. મહા વિશુદ્ધયમાન પરિણામથી આત્માની નિંદા કરવા લાગ્યા. ફરી શુક્લધ્યાન પામ્યા.
એટલામાં શ્રેણિકે ફરી પણ ભગવંતને પૂછ્યું - ભગવન્! જે ધ્યાને હાલ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વર્તી રહ્યા છે, તેમાં મૃત્યુ પામે તો ક્યાં ઉપજે ? ભગવતે કહ્યું - અનુત્તર દેવમાં. ત્યારે શ્રેણિકે પૂછ્યું - પૂર્વે કેમ જુદુ પરૂપેલ હતું કે મેં કંઈ જુદુ સમજેલ
jsaheb\Adhayan-33\Book33AL
E:IMa