________________ અધ્યo 4/4 203 લક્ષણવાળો છે, તેમાં દશ પ્રકારનો શ્રમણ ધર્મ હોતા, તે વિષયમાં પ્રતિષેધ કરાયેલના કરવાથી જે મેં અતિયાર કર્યા હોય તેને હું પ્રતિકકું છું. દશવિધ ધર્મના પ્રતિપાદન માટે સંગ્રહણીકાર કહે છે - ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુનિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ યતિધર્મો છે. (1) ક્ષાંતિશ્રમણધર્મ - ક્રોધ વિવેક. (2) માર્દવ-મૃદુતાનો ભાવ, તે માનના ત્યાગથી વર્તે છે. (3) આર્જવ-ઋજુભાવ, માયાનો પરિત્યાગ. (4) મુક્તિ-છોડવું છે, લોભનો પરિત્યાગ. (5) તપ-અનશનાદિબાર. (6) સંયમ - આશ્રવની વિરતિરૂપ શ્રમણ ધર્મપણે જાણવો. (7) સત્ય-પ્રતીત છે. (8) શૌચ - સંયમ પ્રતિ નિરૂપલેપતા. (9) આકિંચન્ય-સુવર્ણ આદિ રહિતતા. (10) બ્રહ્મચર્ય. આ યતિધર્મ છે. બીજા આ પ્રમાણે કહે છે - ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, તપ, સંયમ, ત્યાગ, અકિંચજો અને બ્રહ્મચર્ય. તેમાં લાઘવ એટલે પ્રતિબદ્ધતા, ચાગસંયતોને વસ્ત્રાદિ દાન બાકી પૂર્વવતું. ગુપ્તિ આદિમાં આધ દંડકમાં કહેલ નામોનો અહીં ઉપન્યાસ છતાં, બીજાના વિશેષ અભિધાનમાં કોઈ દોષ નથી. અગિયાર ઉપાસક પ્રતિમા વડે કરણભૂતમાં જે અતિયાર, તેને હું પ્રતિકશું છું. ઉપાસકો એટલે શ્રાવકો, તેની પ્રતિમા - પ્રતિજ્ઞા, દર્શન આદિ ગુણ યુકત કરવી તે, ઉપાસક પ્રતિમા. આ ઉપાસક પ્રતિમા અગિયાર છે, તે આ પ્રમાણે - દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમા બ્રહ્મ, સચિત્ત, આરંભ, પૃષારંભ, ઉદ્દિષ્ટ, શ્રમણભૂત એ અગિયાર છે. (1) દર્શન પ્રતિમા - શંકાદિ દોષ શલ્યથી મુક્ત અને સમ્યકત્વ યુકત જે છે, પણ બાકીના ગુણોથી રહિત છે, તે આ પહેલી પ્રતિમા. (2) વ્રત પ્રતિમા - વ્રત ધારણ કરવા તે. (3) સામાયિક પ્રતિમા - સામાયિક કરનારને હોય છે. (4) પૌષધ પ્રતિમા - ચૌદશ, આઠમ આદિ દિવસોમાં ચાર પ્રકારના પૌષધને પ્રતિપૂર્ણ સમ્યક્ પાલન કરવા તે. (5) પૌષધ કાળે એક સગિકી પ્રતિમા કરે, સ્નાન ન કરે, દિવસના ભોજન કરે, પ્રકાશમાં ભોજન કરે, રાત્રે ન ખાય, કચ્છ [પાટલી]ન બાંધે. દિવસે બ્રહ્મચારી, રાત્રિમાં કૃતપરિમાણ અપૌષધિક, પૌષધિક હોય તો સગિના નિયમથી બ્રહ્મચારી. પાંચ માસ એ પ્રમાણે વિચરતા પાંચમી પ્રતિમા થાય. (6) બ્રહ્મચારી - છ માસ સુધી બ્રહ્મચારીપણે વિચરે. (7) સચિત પ્રતિમા - સાત માસ સચિત આહાર ન કરે. -- જે-જે પહેલાંની પ્રતિમામાં કહ્યું, તે બધું ઉપરનીમાં સમાવવું. (8) આરંભ વર્જન-આઠ માસ રવયં આરંભ ન કરે. (9) પેપ્યારંભ વર્જન-નવ માસ પૂષારંભનો ત્યાગ કરે. 204 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (10) દશ માસ ઉદ્દિષ્ટ ભોજન ન ખાય, છરાથી મસ્તકને મુંડે. શિખાને ધારણ કરે. નિહિત અર્થોને પૂછતાં જણાવે. જો જાણતો હોય તો અર્થ કહે, ન જાણતો હોય તો ન કહે. (11) અતરાથી મંડિત કે લોચ કરેલ, જોહરણ અને પાત્રા લઈને જે શ્રમણરૂપ લઈ વિચરે, સજ્ઞાતીય પલ્લી જોઈને તેમાં જાય, ત્યાં પણ સાધુ માફક પાસુક આહારને ગ્રહણ કરે એ ૧૧-માસિક શ્રમણભૂત પ્રતિમા. આ પ્રતિમામાં વિપરીત પ્રજ્ઞાપના કરવાથી કે અશ્રદ્ધા કરવાથી અતિચાર લાગે છે. 0 બાર ભિક્ષ પ્રતિમા વડે પ્રતિષેધ કરણાદિથી જે અતિયાર થયા. * x * ઉદ્ગમ, ઉત્પાદન, એષણાદિ શુદ્ધ ભિક્ષા કરે તે ભિક્ષ કહેવાય. ભિક્ષુ એટલે સાધુ. તેની પ્રતિજ્ઞા ને ભિક્ષપતિમા. તે આ બાર છે - એક માસથી સાત માસ સુધીની સાત, પહેલી-બીજીબીજી સાત સગિકી પ્રતિમા. અહોરાગિકી અને બારમી એકસગિકી ભિક્ષુ પ્રતિમા. આ પ્રતિમાઓને સંપૂર્ણ સંવનન વાળા, ધૃતિયુક્ત, મહાલવી, જિનમતમાં સમ્યક્ પ્રતિપન્ન અને ગુરુ વડે અનુજ્ઞા પામેલા આદરે. વળી તે - ગચ્છમાં હોય, નિષ્ણાત હોય ચાવત્ અસંપૂર્ણ એવા દશ પૂર્વના જ્ઞાતા હોય, નવમાં પૂર્વની ત્રીજી વસ્તુનો જઘન્યથી શ્રુતાધિગમ હોય છે. તે વોસિરાવેલ - તજેલ દેહવાળો, ઉપસર્ગને સહન કરનાર, એષણા અભિગૃહિત અલેપકૃત ભોજન લેનાર હોય છે. તે ગ૭થી નીકળીને માસિકી મહાપ્રતિમાનો સ્વીકાર કરે છે. એક માસ સુધી ભોજન અને પાણી બંનેની એક-એક દત્તિ લે છે. પછી પાછો ગચ્છમાં આવે છે. એ પ્રમાણે બેમાસિકી, ત્રણ માલિકી ચાવતું સાત માસિકી પ્રતિમાં જાણવી. વિશેષ એ કે દત્તિની વૃદ્ધિ સાત સુધી કરવી યાવતુ સાતમી પ્રતિમામાં સાત દતિ થાય. ત્યારપછી આઠમી પ્રતિમા “પહેલાં સાત અહોરાત્ર”ની છે. તેમાં સોય ભક્તચોથ ભક્તની હોય, વિશેષ નિર્જળ રહે તે જાણવું. પહેલી “સાત અહોરાકની ભિક્ષુપતિમાને પ્રાપ્ત અણગાને નિર્જળ ચતુર્થભક્તથી ગામની બહાર રહેવું કહ્યું, ઉત્તાનપાશ્ચચતો પડખે કે નિષધા કરીને સ્થાનમાં રહે, ઘોર-દિવ્યાદિ ઉપસણોને નિશળપણે સહે. બીજી પ્રતિમા પણ આવી જ છે, ગામની બહાર જ કરે, પણ તેમાં ઉકુટુક આસને કે વકકાઠશાયી કે દંડાયતિક રહીને કરે. બીજી પ્રતિમા પણ આ પ્રમાણે જ છે. પરંતુ અહીં સ્થાનમાં ગોદોહિક આસને અથવા વીસસને કે અમકુભ્ર આસને રહે. એ પ્રમાણે અહોરાગિકીમાં નિર્જળ છ ભક્ત કરે, ગામ કે નગર બહાર લાંબી ભૂજા સખીને રહે. એ પ્રમાણે જ એકરામિડી પ્રતિમા અમભકતથી બહારના સ્થાનમાં કરે. તેમાં કંઈક ભારથી નમેલો હોય તે રીતે અનિમેષ નયને એક દૈષ્ટિ રાખીને રહે. સ્થાનથી - બંને પગ સંકોચીને અને હાથને લાંબા કરીને રહેલ હોય. વાયર એટલે ભુજા લાંબી કરીને. બાકી બધું દશાશ્રુતસ્કંધમાં કહ્યા મુજબ જાણવું.