________________ અધ્ય 4/23, પ્રા.નિ.૭૯ 19 200 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ * પા.નિ.૩૯ : બે ભેદે જાતા અને અજાતા છે, અભિયોગ અને વિષકૃત. તે પણ શુદ્ધ અને શુદ્ધ ભેદે છે. એક, બે અને ત્રણ મૂલોત્તર શુદ્ધ જાણવી. * વિવેચન-૩૯ : જાતા અને અજાતા બે ભેદે પારિસ્થાનિકા કહી - આભિયોગિક અને વિષકૃત. તે અશુદ્ધ અને શુદ્ધ ભેદે છે. શુદ્ધ જાતા થશે, અહીં પૂર્વ નિર્દિષ્ટ સિદ્ધાંત છે - મૂલગુણ અશુદ્ધમાં એક ગ્રંથિ-પાનમાં અને રેખા. ઉતગુણ અશુદ્ધમાં બે અને શુદ્ધમાં ત્રણ રેખા કરવી. હવે અવયવાર્થમાં બંને ગાયા આ રીતે - ઉપકરણમાં અને નોઉપકરણમાં. ઉપકરણમાં જાતા અને અજાતા. જાતી- અને પાત્રમાં, અજાતા પણ વસ્ત્ર અને પાત્રમાં જાણવી. જાતાવ અને પાત્ર મૂળગુણ અશુદ્ધ કે ઉત્તરગુણ અશુદ્ધ. અભિયોગથી વિષથી હોય. જો વિષ વડે કે આભિયોગિક વસ કે પગ હોય તો તેના ટુકડા કરીને પરઠવી દેવા. રેખા પૂર્વવતુ. જે વધારાના વસ પાત્ર કાળધર્મ પામતા કે ભાંગી જતાં સાધારણરૂપે ગ્રહણ કર્યા હોય કે માંગ્યા હોય તો તેની અહીં શું પારિઠાપન વિધિ છે ? આભિયોગિક અને વિષયુક્ત હોય તો ઉપર પ્રમાણે જ ટુકડા કરવા તે વિવેક. મૂલગુણ અશુદ્ધ વસ્ત્રમાં એક વક કરાય છે. ઉત્તરગુણ અશુદ્ધમાં બે વક કરાય છે. શુદ્ધ બાજુક પરઠવાય છે. પાત્રમાં મૂલગુણ અશુદ્ધમાં એક વસ્ત્ર અપાય છે, ઉત્તરગુણ અશુદ્ધમાં બે વઢ ખંડ પાત્રમાં નાંખવા. શુદ્ધને તુચ્છ કરાય છે - રિક્ત કરવા કહે છે. આચાર્ય કહે છે - એ પ્રમાણે શુદ્ધ પણ અશુદ્ધ થાય છે. કઈ રીતે? જુક સ્થાપિત, એક વકરી મૂલગુણ અશુદ્ધ થયેલ. બે વક વડે ઉતગુણ અશુદ્ધ, એક વક કે દ્વિવક થાય છે અથવા દ્વિવક એક વક થાય છે. એ પ્રમાણે મૂલગુણ ઉdણુણ થાય અને ઉત્તર ગુણ મૂલગુણ થાય છે. એ પ્રમાણે પત્રમાં પણ થાય. એક વા નીકળે તો મૂલગુણ અશુદ્ધ થાય, બે વા નીકળે તો બંને શુદ્ધ થશે. જે તે વા-પગનો પરિભોગ કરે તેમને દોષની આપત્તિ આવશે. તેથી જે તમે કહો છો, તે યુકત નથી. તો પછી શું કરીને ચિહ્નો જુદા પાડવા ? આચાર્ય કહે છે - મૂલગુણ અશુદ્ધ વસ્ત્રમાં એક ગાંઠ કરવી, ઉત્તરગુણ અશુદ્ધમાં બે ગાંઠ શુદ્ધ વસ્ત્રમાં ત્રણ ગાંઠ કરવી. એ પ્રમાણે વસ્ત્રમાં કરે. પાત્રમાં મૂલગુણ અશુદ્ધમાં છેડે એક ગ્લણ રેખા કરે, ઉત્તગુણ અશુદ્ધમાં બે રેખા અને શુદ્ધમાં ત્રણ રેખા કરવી. એ પ્રમાણે જણાય છે. જાણીને તે પ્રમાણે કરવું જોઈએ. ક્યાં પરઠવવા ? એકાંતમાં, અનાપાતમાં પાગબંધ અને જર્માણ સહિત પરઠવવા. જો પાણ પ્રતિલેખનિકા ન હોય તો દોરા વડે મુખ બાંઘવું. ઉધઈમુખ સ્થાપવા. જો તેવું સ્થાન ન હોય તો પડખે મૂકવા. અથવા જ્યાંથી આગમન હોય તે દિશામાં પુંઠે મૂકવા. આ વિધિ વડે તેનો ત્યાગ કરવો. જો કદાચ કોઈ અપવાદ પ્રાપ્ત થાય, તો પણ વોસિરાવનારે અધિકરણને આશ્રીને શુદ્ધ સાધુ છે. જે બીજા સાધુ વડે ગ્રહણ કરાયેલ હોય અને જો તે કારણે ગ્રહણ કરાય તો શુદ્ધને સાવજજીવ ભોગવે. મૂલોતર ગુણોમાં ઉત્પન્ન હોય તેનો વિવેક કરે. ઉપકરણ સ્થાનિકા કહી. હવે નોઉપકરણ સ્થાપનિકાનું પ્રતિપાદન કરે છે - - પા.નિ.૮૦ : નો ઉપકરણમાં જે પરિસ્થાપનિકા છે તે ચાર ભેદે અનુક્રમે હોય છે - ઉચ્ચારમાં, પ્રસવણમાં, ખેલ-બળખામાં, સિંઘાનકમાં. * વિવેચન-૮૦ :ગાથા સુગમ છે. હવે વિધિ કહે છે - * પા.નિ.-૮૧,૮ર : ઉચ્ચા-મળત્યાગ કરતા છાયામાં કરે જેથી ત્રસ પ્રાણની રક્ષા થાય, કાયદ્વિક, દિશાભિસહ અને બે અભિગહે. પૃથ્વી કરપાણ સમુસ્થિત થતાં આ ચાર ભંગ થાય. પહેલું પદ પ્રશસ્ત છે અને બાકીના પશસ્ત છે. * વિવેચન-૮૧,૮૨ - જેની ગ્રહણી સંસજ્ય હોય તેણે છાયામાં મળ ત્યાગ કરવો કેવી છાયામાં ? જે લોકોના ઉપભોગમાં વૃક્ષ હોય તેમાં ત્યાગ ન કરવો. ઉપયોગમાં ન હોય, તેમાં ત્યાગ કરવો. તેમાં પણ જે સ્વકીય પ્રમાણથી નીકળેલ હોય છે ત્યાં જ ત્યાગ કરે. જો નીકળવાનું શક્ય ન હોય તો ત્યાં જ ત્યાગ કરે. જો વૃક્ષ ન હોય તો કાયા વડે છાયા કરાય છે. તેમાં પરિણત થઈ ચાલે. કાયા બે ભેદે - ત્રસકાય અને સ્થાવકાય. જો પડિલેહણ અને પ્રમાર્જના કરે તો એકેન્દ્રિયની પણ રક્ષા થાય, ત્રસની પણ થાય. હવે જો પડિલેહે પણ પ્રમા નહીં, તો સ્થાવરની રક્ષા થાય, બસનો ત્યાગ થાય. હવે પડિલેહે નહીં, પણ પ્રમાર્જે તો સ્થાવરનો ત્યાગ થાય, ત્રસની રક્ષા થાય. અથવા બંને ન કરે તો બંનેનો ત્યાગ. જો સુપતિલેખિત અને સુપમાર્જિત હોય તો પહેલું પદ પ્રશસ્ત છે. બીજા અને ત્રીજા પદમાં એક એક પ્રશસ્ત છે અને ચોથામાં બંને પણ પશસ્ત છે. પહેલું પદ આયરવું. બાકીના પરિહરવા. દિશા અભિગ્રહમાં આ બે જ ગ્રહણ કરાય છે. તૃણ-ડગલના ગ્રહણમાં પૂર્વવત ચતુર્ભગી. સૂર્ય અને ગામમાં એ પ્રમાણે જ વિભાષા યથાસંભવ કરવી. હવે શિયના અનુશાસન માટે પરિસમાપ્તિ ગાથા કહે છે - * પા.નિ.૮૩ + વિવેચન : ગુરુની સમીપે વસવા છતાં જેઓ ગુરુને અનુકૂળ થતાં નથી. ઉક્ત લક્ષણ આ પદોથી તેઓ દૂર દૂર થઈ જાય છે. કેમકે તેઓ અવિનિત હોવાથી તેમને શ્રુતની અપરિણતિ થાય છે. અધ્યયન-૪-અંતર્ગતુ પારિઠાપનિકાનિર્યુક્તિનો મનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ