________________
અધ્ય૦૪/૨૩, નિ.૧૨૭૨,૧૨૩૩
૧૮૩
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ઉત્થાન - ઉઠતા શબનું ગ્રામ ત્યાગાદિ કાર્ય કરવું.
નામગહણ - જો કોઈક કે બધાંનું નામ ગ્રહણ કરે, તો લોચ આદિ કાર્ય કરે. પાહિણ - સ્થાપીને પ્રદક્ષિણા ન કરવી. પણ સ્વસ્થાનથી જ નિવવું - પાછા કરવું જોઈએ.
કાયોત્સર્ગકરણ - વસતિમાં સ્થાપિત કરીને, આવીને, કાયોત્સર્ગ કરવો જોઈએ.
સ્વાધ્યાય - રાધિક આદિ મૃત્યુ પામતાં ક્ષપકે અસ્વાધ્યાય કરવો. પછી બીજા દિવસે પરિજ્ઞાનાર્થે અવલોકન કાર્ય કરવું જોઈએ.
હવે બધાં દ્વારોનો અવયવાર્થ કહે છે. તેમાં પહેલાં દ્વાર અવયવાર્થને જણાવતાં કહે છે -
• પ્રોપ-૧ + વિવેચન :
જે કોઈ ગ્રામ આદિમાં સાધુ માણકા કે વિપકલાને માટે વાસ કરે છે, ગીતાર્થો પહેલાં તો ત્યાં મૃતકના ત્યાગના સ્થાનો કે જેને મહાગ્રંડિલ કહે છે, તેની ત્રણ પ્રત્યુપેક્ષણા કરે. આ વિધિ છે.
આ અચકતની ગાથા કહી. હવે “દિગ્ગદ્વાર'ની નિરૂપણા કરે છે – • પા.નિ.33 થી ૩૫ :
[33] દિશા-પશ્વિમ દક્ષિણ, દક્ષિણ, પશ્ચિમ, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ ઉત્તર, પૂર્વ, ઉત્તર પૂર્વ અને ઉત્તર.
[૪] પહેલીમાં પ્રચુર અન્નપાન, બીજીમાં ભોજનપાન ન લહે, બીજીમાં ઉપધિ આદિ, ચોથીમાં સઝાય નથી...
[૫] પાંચમીમાં અસંખડી, છઠ્ઠીમાં ગણવિભેદન જાણવું. સાતમીમાં ગ્લાન અને આઠમીમાં મરણ કહેલ છે.
• વિવેચન-૩૩ થી ૩૫ - ઉક્ત નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતા વૃત્તિકારશ્રી લખે છે –
પશ્ચિમ-દક્ષિણ દિશામાં મહાત્યંડિલ ભૂમિનું પડિલેહણ કરવું. તેમાં આટલા ગુણો થાય છે - ભોજન, પાન, ઉપકરણની સમાધિ થાય છે. આ દિશામાં ત્રણ સ્પંડિલની પ્રતિલેખના થાય છે, તે આ પ્રમાણે - નીકટ, મધ્ય અને દૂર, શા માટે ત્રણ ચંડિલની પ્રતિલેખના કરે ?
વાઘાત થાય, ક્ષેત્ર ખેડાઈ જાય, પાણી વડે પલાળાઈ જાય, વનસ્પતિકાય ઉગી જાય, પ્રાણીઓ વડે સંસક્ત થઈ જાય, ગામ વસી જાય, સાથે તેનો પડાવ નાંખે તેવા કારણે ત્રણ ગ્રંડિલ ભૂમિની પડિલેહણા કરી રાખવી જોઈએ.
પહેલી દિશા વિધમાન હોવા છતાં જો દક્ષિણ દિશાને પડિલેહે, તે આવા દોષો લાગે- ભોજન, પાન, પ્રાપ્ત ન થાય. તે પ્રાપ્ત ન થવાથી સંયમ વિરાધના પ્રાપ્ત થાય છે કે એષણા સમિતિ બગડે.
અથવા ભિક્ષા ન પ્રાપ્ત થતાં માસકાનો ભંગ થાય, ચાલવા માંડે તે માર્ગમાં વિરાધના થાય, તે બે ભેદે - સંયમની અને આત્માની વિરાધનાને પ્રાપ્ત થાય છે.
ઉક્ત કારણે પહેલી દિશાને જ પડિલૈહવી.
વળી જ્યારે પહેલી દિશા શક્ય ન હોય, જળ-ચોર કે શિકારી પશુ આદિનો વ્યાઘાત હોય, ત્યારે બીજી દિશાનું પડિલેહણ કરે.
બીજી દિશા વિધમાન છતાં જો બીજી દિશાને પડિલેહે તો તેને ઉપકરણ પ્રાપ્ત ન થાય. - ૪ -
ચોથી દક્ષિણપૂર્વ દિશા, ત્યાં વળી સ્વાધ્યાય ન કરે.
પાંચમી પશ્ચિમ ઉત્તર દિશા, આ દિશામાં સંયત, ગૃહસ્થ કે અન્ય તીર્થિક સાથે કલહ થાય છે, તેમાં ઉજ્ઞહણા અને વિરાધના થાય.
છઠ્ઠી પૂર્વ દિશા. તેમાં ગણભેદ કે ચા»િ ભેદ સંભવે છે.
સાતમી ઉત્તર દિશા. તેમાં ગ્લાનત્વથી પરિતાપ પામે અને આઠમી પૂર્વોતરામાં બીજા પણ મારી નાંખે.
આ દોષો હોવાથી પહેલી દિશામાં પડિલેહણ કરે. તે શક્ય ન બને તો બીજી દિશામાં પ્રતિલેખે. તેમાં એ જ ગુણો છે, જે પહેલીમાં છે. બીજી વિધમાન હોવા છતાં જો બીજી દિશાને પડિલેહે તો એ જ દોષો પ્રાપ્ત થાય, જે ત્રીજી દિશામાં કહેલા છે.
એ પ્રમાણે છેલ્લી દિશા સુધી પ્રતિલેખના ચરમામાં તે દોષ થાય.
બીજી દિશા વિધમાન ન હોય તો બીજી દિશામાં પડિલેહણ કરે, તેમાં એ જ ગુણો પ્રાપ્ત થાય, જે પહેલીમાં કહ્યા છે. ત્રીજી દિશા વિધમાન હોવા છતાં જો ચોથી દિશા પડિલેહે, તો તે જ દોષ પામે, જે દોષ ચોથીમાં કહ્યા છે. એ પ્રમાણે બાકીની દિશા પણ જાણવી.
દિશા નામે બીજું દ્વાર કહ્યું.
o હવે અનંતક - લંબાઈ અને પહોળાઈમાં અનંતકનું જે પ્રમાણ કહેલ છે, તેની લંબાઈ-પહોળામાં જે અતિરેકવ પ્રાપ્ત થાય, ચોખું - પવિત્ર અને તકે જેમાં મેલ નથી, ચિત્રયુક્ત ન હોય, પવિત્ર સુગંધી હોય તે ગચ્છમાં જીવિતોપકમ નિમિતે ધારણ કરવું જોઈએ.
જઘન્યથી ત્રણ વા (અનંતક) છે. એક - વિસ્તારવા માટે, બીજા વડે ઢાંકવા માટે અને જે ત્રીજુ છે, તે ઉપર ઓઢાડાય છે. આ ત્રણે જઘન્યથી ઉત્કર્ષથી ગચ્છને જાણીને વધારે પણ ગ્રહણ કરે છે. જો ન ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે - આજ્ઞા વિરાધના થાય.
વિરાધના આ રીતે – મલિત કુવો લઈ જવાતા જોઈને લોકો કહે છે - આ લોકમાં જ આની આ અવસ્થા છે, તો પરલોકમાં પાપતા થશે. પવિત્ર અને ચોખા વઅને લોકો પ્રશંસે છે - અહો સુંદર ધર્મ છે, એ રીતે દીક્ષા સ્વીકારે છે કે શ્રાવકધર્મ અંગીકાર કરે છે.
અથવા અનંતક ન હોય તેથી રાત્રિના લઈ જશે, એમ વિચારી સ્થાપી રાખે, તો ઉત્થાનાદિ દોષો લાગે છે. - ઉક્ત કારણે અનંતકોને ગ્રહણ કરવા જોઈએ. તેને મોટા સાધુ રક્ષણ કરે છે. પકિન, ચૌમાસી, સંવત્સરીમાં પ્રતિલેખના કરે છે. અન્યથા તે મેલા થઈ જાય છે.