________________
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાકી ભાઈઓએ દીક્ષા લેતા, ભરતે બાહુબલિ પાસે દૂત મોકલ્યો. તેણે ભાઈઓની દીક્ષાનું જાણતા ક્રોધિત થયો. તેણે કહ્યું કે તેઓ બાલ હતા માટે દીક્ષા લીધી, પણ હું યુદ્ધ માટે સમર્થ છું. તે વાત અહીં કહે છે –
• નિયુક્તિ-૩૪૮ -
ભરતે માણાધાદિનો વિજય કર્યો. સુંદરીની દીક્ષા થઈ, બાર વર્ષ અભિષેક ચાલ્યો, ભાઈઓને આજ્ઞામાં આવવા કહ્યું. સમોસરણમાં જઈને ભાઈઓએ ભગવંતને પૂછ્યું, ભગવંતે દષ્ટાંત આપ્યું.
• વિવેચન-૩૪૮ -
* * * * * [ગાથાર્થ ઉપર કહ્યો છે. કેટલુંક કથાનક પૂર્વે કહેલ છે.] બાહુબલિ અને ભરત પોત-પોતાના સર્વ સૈન્ય સહિત દેશની સરહદે ભેગા થયા. બાહુબલિએ કહ્યું – નિરપરાધી લોકોને શા માટે મારવા ? આપણે બે જ લડીએ. પહેલાં દષ્ટિ યુદ્ધ થયું તેમાં ભરત હાર્યો. પછી વાચાયુદ્ધમાં પણ ભરત હાર્યો. બાહુ યુદ્ધમાં પણ હાર્યો, મુષ્ટિ અને દંડ યુદ્ધમાં પણ હારતા ભરતે વિચાર્યું કે શું આ ચક્રવર્તી છે કે હું દુર્બળ
ઉપોદ્દાત નિ ૩૪૪ થી ૩૪૭
૧૬૫ તેને સંધીને જમતાં, એમ સાત દિવસો ગયા. પછી આભિયોગિક દેવો વડે મેઘમુખ કમાને નિર્ધારિત કરાયા - ભગાડી મૂકાયા. તેમના વચનથી કિરાતો ભરતને નમ્યા. પછી લઘુહિમવંત ગિરિકુમાર દેવ પાસે આવ્યા. ત્યાં ફર યોજન બાણ ઉંચે ગયું. પછી ઋષભકૂટ નામ લખ્યું.
પછી સુષેણ સેનાપતિ ઔત્તરીય સિંધુ નિકટ ગયો. ભરત ગંગામાં ઉતર્યો. પછી સેનાપતિ ઉત્તર ગંગા નિકૂટે આવ્યો. ભરતે પણ ગંગાદેવી સાથે ૧૦૦૦ વર્ષ ભોગો ભોગવ્યા. પછી વૈતાદ્ય પર્વત નમિ અને વિનમિ સાથે ૧૨-વર્ષ યુદ્ધ થયું. તે બંને પરાજિત થતાં વિનમિ એ સ્ત્રીરત્ન અને નામ રત્નો લઈને આવ્યો. પછી ખંડ પ્રપાત ગુફામાં નૃત્યમાલ દેવ પાસે આવ્યા, ત્યાંથી નીકળ્યા. ગંગાકૂલે નવ નિધિ મેળવ્યા. પછી દક્ષિણના ગંગા નિકૂટે સેનાપતિ આવ્યો. [ઈત્યાદિ]
આ ક્રમથી ૬૦,૦૦૦ વર્ષે ભરતક જીતીને ભરત વિનિતા રાજધાની આવ્યો. બાર વર્ષીય મહારાજાભિષેક થયો. રાજાઓને વિદાય કર્યા. પછી સ્વજનોને યાદ કરવા લાગ્યો. ત્યારે બધાં નિજકો દેખાયા. એ ક્રમે સુંદરીને જોઈ. તેણી કરમાયેલા મુખવાળી જોઈ. તેણીને જે દિવસે દિક્ષા લેતો રોકી તે દિવસથી આરંભી આયંબિલ કરતી હતી. તે જોઈને રોષથી ભરતે કુટુંબીને કહ્યું - કેમ મારે ત્યાં ભોજન ન હતું કે જેથી આ આવી થઈ ગઈ ? કે વૈધો ન હતા ? તેઓએ કહ્યું કે સુંદરીએ આયંબિલ તપ કર્યો છે. ત્યારે ભરત તેણી ઉપર પાતળા રાગવાળો થયો. તેણીને કહ્યું - જો તને ગમે તો મારી સાથે ભોગો ભોગવ અથવા દીક્ષા લે. ત્યારે પગે પડી ગઈ, વિદાય કરી અને સુંદરીએ દીક્ષા લીધી.
કોઈ વખતે ભરતે તેના ભાઈઓ પાસે દૂતો મોકલ્યા, મારી આજ્ઞામાં રહો. તેઓ બોલ્યા - અમને પણ પિતાએ જ રાજ્ય આપેલ છે. તને પણ તેમજ છે અમે પિતાને પૂછીને તે કહેશે તેમ કરીશું.
ત્યારે ભગવંત અષ્ટાપદે આવીને વિચરતા હતા. અહીં બધાં કુમારો આવ્યા, ભગવંતને કહ્યું - આપે આપેલ રાજ્ય ભાઈ ભરત હરી લેવા માંગે છે, તો શું કરવું ? અમે યુદ્ધ કરીએ કે તેની આજ્ઞા પાળીએ ? ત્યારે સ્વામીએ ભોગથી નિવવા માટેનો તેમને ધર્મ ઉપદેશ આપ્યો. કહ્યું કે - મુક્તિસમાન સુખ નથી.
ત્યારે અંગારદાહકનું દૃષ્ટાંત કહ્યું -
એક અંગાર દાહક હતો, પાણીનું એક વાસણ ભરીને ગયો. એક સ્થાને પાણી રાખ્યું, ઉપર સૂર્ય, બાજુમાં અગ્નિ, વળી પરિશ્રમ, ઘેર જઈ પાણી પી મૂર્ષિત થઈ સ્વપ્ન જુએ છેએ રીતે અસદ્ભાવ સ્થાપનાથી કૂવા, તળાવ, નદી, દ્રહ, સમુદ્ર બધાં પી ગયો, તેની તૃષ્ણા ન છાપી. ત્યારે એક જીર્ણ કૂવામાં ઘાસનો પૂડો લઈને પાણી સીંચે છે, જે થોડું પડ્યું તેને જીભ વડે ચાટ્યું. એ પ્રમાણે તમે બધાં સર્વલોકમાં અનુતર શબ્દ, સ્પશિિદ સર્વાર્થસિદ્ધમાં અનુભવ્યા પણ વૃપ્તિ ન થઈ. એ પ્રમાણે વૈતાલિય અધ્યયન કહ્યું, “બોધ પામો, કેમ બોધ નથી પામતા ?” એમ ૯૮ વૃત્તો વડે ૯૮ કુમારોએ દીક્ષા લીધી. કોઈ પહેલાથી બોધ પામ્યા, કોઈ બીજાથી. - x -
એમ વિચારતો હતો ત્યાં દેવતાઓ આયુધમાં ચકરન આપ્યું ત્યારે ભરત તેને લઈને દોડયો. બાહબલિએ તેને દિવ્યરત્ન લઈ આવતો જોયો. પહેલા તો થયું કે આને ભાંગી નાંખુ. ફરી વિચાર્યું કે આ તુચ્છ કામભોગોથી ભ્રષ્ટ પ્રતિજ્ઞ અને માવો યોગ્ય નથી. મારે પણ ભાઈઓની જેમ અનુષ્ઠાન કરવું જ યોગ્ય છે. એમ વિચારીને ભરતને કહ્યું - ધિક્કાર છે તારા પુરુષત્વને કે આ અધર્મયુદ્ધ કરવાને તૈયાર થયો છે, મારે ભોગનું કંઈ કામ નથી, આ રાજ્ય તું પકડ! હું દીક્ષા લઉં છું દંડ મુક્ત થઈ દીક્ષા લીધી. ભરતે બાહુબલીના પુત્રને રાજયમાં સ્થાપ્યો.
બાહબલી વિચારે છે કે પિતાજી સમીપે મારા ભાઈઓ જે નાના છે, તે સમુN જ્ઞાનાતિશયવાળા છે. હું અતિશય વગરનો તેને કેમ જાઉં? કેવળજ્ઞાન થાય ત્યાં સુધી અહીં રહું. એ રીતે તે પ્રતિમા ધ્યાને રહ્યા. માનરૂપી પવતે જઈને બેઠા. સ્વામી જાણવા છતાં કોઈને મોકલતા નથી કેમકે તીર્થકરો અમૂઢ લાવાળા હોય છે. ત્યારે એક વર્ષ સુધી બાહુબલી કાયોત્સર્ગમાં રહ્યા. વેલો વીંટળાઈ વળી. પગમાં સર્પો રાફડા બનાવ્યા. વર્ષ પૂરું થતાં ભગવંતે બ્રાહ્મી, સુંદરીને મોકલ્યા. પૂર્વે ન મોકલ્યા કેમકે ત્યારે સમ્યપણે સમજત નહીં.
તે બંને બહેન સાદવીઓ બાહુબલીને શોધે છે, વેલ અને ઘાસથી વીંટાયેલા જોયા, ઘણાં વાળ વધી ગયા છે, તેમને જોઈને વાંધા. આ પ્રમાણે કહ્યું કે – પિતાજી [ભગવંત] આજ્ઞા કરે છે કે – હાથી ઉપર બેસીને કેવળજ્ઞાન ઉત્પત્ત ન થાય. ત્યારે તે વિચારે છે કે અહીં હાથી ક્યાં છે? ભગવંત જૂઠું બોલે નહીં, વિચારતાં જાણ્યું કે માનરૂપી હાથી છે, હું જઉં ભગવંતને વાંદુ, સાધુને વાંદુ. એમ વિચારતા પણ ઉપાડ્યો ત્યાં કેવળજ્ઞાન થયું. પછી કેવલીની પર્ષદામાં જઈને રહ્યા.
| ભરત રાજ્ય ભોગવે છે. મરીચિ પણ સામાયિક આદિ ૧૧-અંગો ભણ્યો. હવે