________________
ઉપોદ્ઘાત નિ ૨૨૧ થી ૨૨૩
અને રાજ્યાભિષેક રહિત કુમાર વાસમાં પ્રવ્રુજિત થયા. શાંતિ-કુંયુ-અર એ ત્રણે અરિહંતો ચક્રવર્તી પણ હતા. બાકીના તીર્થંકરો માંડલિક રાજાપણે થયા. - ૪ - પરિત્યાગ દ્વારમાં આવતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી, એ પ્રમાણે ભાવના કરવી. હવે પ્રત્યેક દ્વાર –
૧૪૯
• નિર્યુક્તિ-૨૨૪,૨૨૫ --
વીર પ્રભુએ એકલા, પાર્શ્વ અને મલ્લીએ ૩૦૦-૩૦૦ની સાથે, વાસુપૂજ્ય ૬૦૦ પુરુષોની સાથે નીકળ્યા. ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય કુળવાળા ૪૦૦૦ સાથે ઋષભ અને બાકીના ૧૦૦૦ના પરિવારસહ હતા.
• વિવેચન-૨૨૪,૨૨૫ -
ભગવંત વીર-છેલ્લા તીર્થંકર, - ૪ - નિષ્ક્રાંત-દીક્ષા લીધી, - x - શેયા - અજિતાદિ. બાકી ગાથાર્થમાં કહેલ છે. ઉગ્રાદિનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે. હવે પ્રસંગથી જે-જે ઉંમરે દીક્ષિત થયા, તે કહે છે -
• નિયુક્તિ-૨૨૬+વિવેચન
ભગવંત વીર, અષ્ઠિનેમિ, પાર્શ્વ, મલ્લી અને વાસુપૂજ્યએ પાંચે પ્રથમવયમાં પ્રવ્રુજિત થયા,બાકીના પાછલી વયમાં થયા. - પ્રત્યેક દ્વાર કહ્યું.
હવે ઉપધિદ્વાર કહે છે –
• નિયુક્તિ-૨૨૭
બધાં પણ - ચોવીશે જિનવરો એક દેવદૂષ્ય વડે દીક્ષિત થયા અરહંતો અન્યલિંગે, ગૃહસ્થલિંગે કે કુલિંગે દીક્ષિત થતાં નથી.
• વિવેચન-૨૨૭ :
દૃષ્ય-વસ્ત્ર, ચોવીસે જિનવરો એક વસ્ત્રથી, ઋષિ શબ્દથી બધાં અતીત જિનવરો પણ એક વસ્ત્રથી નીકળ્યા. [શંકા] તેમના મતાનુસાર સોપધિક કેમ ન કહ્યા ? પછી ભગવંત વડે આસેવિત ઉપધિ છે, તે સાક્ષાત્ કહેલ છે વળી જે શિષ્યો વડે સ્થવિર કલ્પિકાદિ ભેદ વડે અનુજ્ઞા કરાયેલ તે અપિ શબ્દથી જાણવી. ચોવીશના સંખ્યા ભેદથી વર્તમાન અવસર્પિણીના તીર્થંકર કહેલા જાણવા. ઉપધિ દ્વાર કહ્યું.
હવે લિંગદ્વાર કહે છે –
બધાં તીર્થંકરો તીર્થંકર લિંગે જ નીકળ્યા, અલિંગે, ગૃહસ્થ લિંગે કે કુલિંગે નહીં. અન્ય લિંગાદિનો અર્થ પૂર્વે કહેલ છે.
હવે જેઓ જે તપથી નીકળ્યા, તેને કહે છે –
• નિયુક્તિ-૨૨૮+વિવેચન :
સુમતિનાથ નિત્યભક્તથી, વાસુપૂજ્ય જિન ચતુર્થભક્તથી, પાર્શ્વ અને મલ્લિ અઠ્ઠમ કરીને, ઋષભાદિ છઠ્ઠુ કરીને દીક્ષિત થયા.
હવે કયા ઉધાનાદિમાં દીક્ષા લીધી, તેને કહે છે –
• નિયુક્તિ-૨૨૯ થી ૨૩૧+વિવેચન :
ઋષભદેવ અયોધ્યામાં, અષ્ઠિનેમિ દ્વારિકામાં અને બાકીના તીર્થંકરો પોત
૧૫૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પોતાની જન્મભૂમિમાં દીક્ષિત થયા છે.
ઋષભદેવ સિદ્ધાર્થવનમાં, વાસુપૂજ્ય વિહારગૃહ ઉધાને, ધર્મનાથ વપ્રક ઉધાનમાં, મુનિસુવ્રતસ્વામી નીલગુફા ઉધાનમાં, પાર્શ્વનાય આશ્રમપદ ઉધાનમાં, વીરજિનેન્દ્ર જ્ઞાનખંડવનમાં, બાકીના તીર્થંકરો સહસ્રામ વન ઉધાનમાં દીક્ષિત થયા.
હવે નિર્ગમનકાળને જણાવે છે –
• નિયુક્તિ-૨૩૨+વિવેચન :
ભગવંત પાર્શ્વ, અરિષ્ટનેમિ, શ્રેયાંસ, સુમતિ અને મલ્લિ દિવસના પૂર્વ ભાગે
અને બાકીના પાછળના અર્ધભાગે દીક્ષિત થયા. - ૪ -
હવે ગ્રામ્યાચાર દ્વારનો અવસવાર્થ પ્રતિપાદન કરે છે –
• નિયુક્તિ-૨૩૩+વિવેચન :
ગ્રામ્યાચાર-એટલે વિષયો. કુમાર સિવાયના તીર્થંકરો વડે તેનું સેવન કરાયેલ છે. ગ્રામ, આકર આદિમાં ક્યાં કોનો વિહાર થયો ? તે કહે છે. એમ ગાથાર્થ કહ્યો. તેમાં –
• નિયુક્તિ-૨૩૪+વિવેચન :
મગધ દેશમાં રાજગૃહી નગરી ઈત્યાદિ આર્યક્ષેત્રોમાં તીર્થંકરોએ વિહાર કર્યો. ભગવંત ઋષભ, નેમિ, પાર્શ્વ અને વીરે અનાર્યક્ષેત્રોમાં પણ વિહાર કરેલો. - ૪ - ગ્રામ્યાચાર દ્વાર કહ્યું, હવે પરીષહ દ્વારની વ્યાખ્યાને કરવા માટે કહે છે – • નિર્યુક્તિ-૨૩૫
ઉદયમાં આવેલ પરીષહો સર્વ જિનેશ્વરો વડે સહન કરાયા. જીવાદિ નવ પદાર્થો જાણીને સર્વે તીર્થંકરો દીક્ષિત થયા.
• વિવેચન-૨૩૫ :
પરીષહો - શીત, ઉષ્ણ આદિ. આને સર્વે જિનવરેન્દ્રોએ પરાજિત કરેલા છે. પરીષહ દ્વાર કહ્યું. પહેલી દ્વારગાથાની વ્યાખ્યા કરાઈ.
હવે બીજી દ્વાર ગાથાની વ્યાખ્યા કરીએ છીએ - તેમાં પણ પહેલું દ્વાર - નવ જીવાદિ પદાર્થ, તેમાં ર્િ શબ્દથી અજીવ, આશ્રવ, બંધ, સંવર, પુન્ય, પાપ, નિર્જરા અને મોક્ષનું ગ્રહણ કરવું.
જીવોપલંભ દ્વાર કહ્યું, હવે શ્રુતોપલંભાદિ દ્વારો કહે છે -
• નિયુક્તિ-૨૩૬,૨૩૭ :
પૂર્વજન્મમાં પહેલા તીર્થંકરને બાર અંગોનું, બાકીના ૨૩-ને ૧૧-અંગોનું શ્રુતજ્ઞાન હતું. પહેલા અને છેલ્લા જિનને પાંચ યામ [મહાવત હોય અને બાકીના ૨૨-ને ચાર યામ હોય છે. આ પ્રત્યાખ્યાન દ્વાર જાણવું. સંયમમાં પહેલા અને છેલ્લા તીર્થંકરોમાં બે વિકલ્પ છે. બાકીના ૨૨-માં માત્ર સામાયિક છે. અથવા બધાંને ૧૭-પ્રકારે સંયમ હોય.
• વિવેચન-૨૩૬,૨૩૭ :
બંનેનો ગાથાર્થ કહ્યો. વિશેષ આ – બે વિકલ્પ એટલે સામાયિક અને