________________
ઉપોદ્ધાત નિ ૧૯૦
૧૩૯
બીજી કહે છે - આ બધી જ જન્મદ્વાર વક્તવ્યતા છે. દ્વારગાથા પણ એ રીતે કહેવાય છે – જન્મ અને વિવૃદ્ધિ
હવે વૃદ્ધિદ્વાર કહે છે – • નિયુક્તિ -૧૯૧,૧૯૨ -
દેવલોકથી ચ્યવેલ અને અનુપમ શોભાવાળા ભગવંત દેવગણશી પરિવરેલા અને નંદા તથા સુમંગલા સહિત વૃદ્ધિ પામે છે.
કાળા ભમ્મરવાળવાળા, સુંદર નયનવાળા, બિંબફળ સમાન હોઠવાળા, શ્વેતદત પંકિતવાળા, શ્રેષ્ઠ પાકમળ જેવા ગૌરવર્ણવાળા, વિકસિત કમળની સુગંધ જેવા શાસવાળ ભગવંત હતા.
- વિવેચન-૧૦૧,૧૯૨ :
ગાથાર્થ ઉપર મુજબ છે. વિશેષ આ - અશ્વેત એટલે કૃષ્ણ, મસ્તકમાં થયેલા તે શિરોજા-વાળ, શોભન નયન તે સુનયન, બિલ્વ ફળ સમાન બંને હોઠવાળા. - X - X • હવે જાતિસ્મરણ દ્વાર કહે છે -
• નિર્યુક્તિ -૧૯૩+વિવેચન :
જાતિસ્મરણ અને અપતિપાતિ ત્રણ જ્ઞાનો - મતિ, કૃત, અવધિ વડે ભગવંત (યુક્ત હતા) અવધિજ્ઞાન દેવલૌકિક જ ભગવંતને અપર્ચ્યુત હોય છે. તથા કાંતિ અને બુદ્ધિ વડે તે યુગલિક મનુષ્યો કરતાં અધિક હોય છે.
– હવે વિવાહદ્વાર વક્તવ્યતા – • નિયુક્તિ-૧૯૪ -
સુગલિકોમાં પહેલું અકાળ મૃત્યુ થયું, તાડ ફળ પડવાથી બાળક મરણ પામ્યો. બચેલી કન્યાને ઋષભની પનીરૂપે ગ્રહણ કરી.
• વિવેચન-૧૯૪ :
ભગવંતને કંક જૂન એક વર્ષનું આયુ હતું. ત્યારે કોઈ યુગલે અપત્યને જન્મ આપ્યો. અપત્ય યુગલિકને તાડ વૃક્ષની નીચે રાખીને તે ક્રીડગૃહમાં ગયા. ત્યારે તાડવૃક્ષને પવન આવતા એક તાડ ફળ નીચે પડ્યું તેનાથી બાળક મૃત્યુ પામ્યો. તો પણ તે યુગલે તે બાલિકાને ઉછેરીને, પાતળા કષાયથી મૃત્યુ પામી દેવલોકે ઉત્પણ થયા.
તે કન્યા ઉધાનની દેવી સમાન ઉત્કૃષ્ટ રૂપવાળી એકલી જ વનમાં વિચરતી હતી. તેને ઇન્દ્રાણી જેવી જોઈને મિથુનક પુરષો વિસ્મયથી વિસ્ફારિત નયને નાભિકલકરને નિવેદન કર્યું. એકલી તે કન્યાને કુલકરે ગ્રહણ કરી અને ગsષભની પત્ની થશે, તેમ કહ્યું.
ભગવંતે તે બંને કન્યા સાથે વિચરતાં યૌવનને પ્રાપ્ત કર્યું.
આ અરસામાં દેવરાજ શકને ચિંતા થઈ - અતીત, વર્તમાન. અનાગત ઈન્દ્રનો આ આચાર છે કે તે પહેલાં તીર્થંકરનું વિવાહકર્મ કરે એ પ્રમો વિચારીને અનેક દેવદેવી સહિત ત્યાં આવ્યો. આવીને ભગવંતનું સ્વયં જ વર કર્મ કર્યું અને બંને પત્નીનું
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દેવીઓએ વહકર્મ કર્યું. આનો જ ઉપસંહાર કરતાં કહે છે -
• નિયુક્તિ-૧૫+વિવેચન :
ભોગ સમર્થ જાણીને દેવેન્દ્રએ તેમનું વકર્મ કર્યું. દેવીઓએ બંને મહિલાનું વડુકર્મ કર્યું. ભાવાર્ય ઉપર કહ્યો છે.
હવે સંતાન દ્વારા જણાવવા કહે છે - • નિર્યુક્તિ -૧૯૬ -
જિનેશ્વર દેવને જન્મથી છ લાખ પૂર્ણ થયા ત્યારે ભરત અને બ્રાહ્મી તથા સુંદરી અને બાહુબલી (બે યુગલ)નો જન્મ થયો.
• વિવેચન-૧૯૬ :
ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે - અનુત્તર વિમાનથી અવતરીને સુમંગલાની કક્ષીમાં આવેલ બાહ અને પીઠને ભરત અને બ્રાહ્મી નામે યુગલને જન્મ આપ્યો, સુબાહુ અને મહાપીઠ સુનંદાની કુક્ષીરી બાહુબલી અને સુંદરી નામે યુગલરૂપે જન્મ્યા. આ જ વાતને મૂળ ભાષ્યકાર જણાવે છે –
• ભાષ્ય-૪ -
સુમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મી યુગલને જન્મ આપ્યો. દેવી સુનંદાએ બાહુબલી અને સુંદરી યુગલને જન્મ આપ્યો.
• વિવેચન-૪ :
સુગમ હોવાથી વિવરણ કરતાં નથી. - - શું ભગવંતને આટલાં જ સંતાન થયા કે બીજા પણ ? તે કહે છે –
• નિયુક્તિ-૧૯૭ + વિવેચન :
૪૯ ૫ણ યુગલને સુમંગલાએ ફરી જન્મ આપ્યા. આની મધ્ય પૂર્વે નિરૂપિત હકારાદિ પ્રકૃતિ દંડનીતિનું પ્રચુર કષાય થકી અતિક્રમણ કસ્વા લાગ્યા. તેથી નીતિનું અતિક્રમણ થતાં લોકોએ ભગવંતને અત્યધિક જ્ઞાનાદિ ગુણવાળા જાણીને નિવેદન કર્યું - આદિ તીર્થકરને આમ કહ્યું. એ પ્રમાણે નિવેદન કરતાં ભગવંતને કહ્યું
• નિયુક્તિ-૧૮ :
દંડ કરે તે રાજા” એમ કહેતા, તેઓ બોલ્યા કે મારે પણ તેવો રાજ થાઓ. કુલકર પાસે જઈને માંગલી કરો. ઋષભ તમારો રાજ થાઓ.
• વિવેચન-૧૯૮ -
મિથુનકોએ નિવેદન કરતાં ભગવંતે કહ્યું - નીતિ અતિક્રમણ કરનારને બધાં નરેશરો - રાજા દંડ કરે છે. તે અમાત્ય, આરક્ષકાદિ બળ યુક્ત, અભિષેક કરાયેલ, આજ્ઞા અતિક્રમણ ન કરેલ હોય છે. એમ ભગવંતે તેમને કહેતા તે યુગલો બોલ્યા - અમારે પણ તેવો રાજા થાઓ. અહીં વર્તમાનકાળ નિર્દેશ બધી અવસર્પિણીમાં સમાનતા બતાવવા માટે છે. અથવા સૂત્રની ત્રિકાળગોચરતા દર્શાવવા માટે છે. • x • ભગવંતે કહ્યું - જો એમ છે, તો કુલકર પાસે રાજાની માંગણી કરો. તેઓએ યાચના કરી. કુલકરે કહ્યું - ઋષભ તમારો રાજા થાઓ.