________________
ઉપોદ્ઘાત નિ ૧૬૪
છે. બાકીના મધ્યમ આઠ ભાગ તે કુલકર રૂપે હોય. તેથી કહ્યું કે ત્રણ ભાગમાં મધ્યમ આઠ ભાગને કુલકર કાળ જાણવો. ભાગદ્વાર કહીને ઉપપાત દ્વાર કહે છે તે પાતળા રાગદ્વેષવાળા છે. પ્રેમ - રાગ. આ વિમલવાહનાદિ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
-
૧૨૩
અમે જાણતા નથી કે કયા દેવલોકમાં ? તેથી કહે છે –
• નિર્યુક્તિ-૧૬૫-વિવેચન :
બે કુલકરો સુવર્ણકુમાર દેવોમાં, બે ઉદધિકુમારમાં, બે દ્વીપકુમારમાં અને એક નાગકુમારદેવમાં ઉત્પન્ન થયા. આ ઉપપાત અનુક્રમે વિમલવાહન આદિનો જાણવો. હવે તેમની સ્ત્રી અને હાથીનો ઉપપાત –
• નિયુક્તિ-૧૬૬+વિવેચન :
(સાત) હાથીઓ, ચંદ્રયશા આદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બીજા કહે છે – એક જ હાથી અને છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બાકીનાનો અધિકાર નથી. એક સાતમી - નાભિ કુલકરની પત્ની મરુદેવી મોક્ષમાં ગયા. ઉપપાત દ્વાર કહ્યું. હવે નીતિ દ્વાર કહે છે –
• નિયુક્તિ-૧૬૭+વિવેચન :
હક્કાર, મક્કાર અને ધિક્કાર દંડનીતિઓ વર્તે છે. તેમાં જે વિશેષ છે તેને યથાક્રમે વર્ણવીશ. આનુપૂર્વી - પરિપાટી, ક્રમથી.
• નિયુક્તિ-૧૬૮ :
પહેલાં અને બીજીની પ્રથમા, ત્રીજા અને ચોથાની પહેલા સહિત નવી બીજી, પાંચમાં, છટ્ઠા અને સાતમાની પહેલા બે સહિત ત્રીજી નીતિ. • વિવેચન-૧૬૮ :
પહેલા અને બીજા કુલકરને પહેલી ‘હક્કાર’ નામે દંડનીતિ હતી. ત્રીજા અને ચોથા કુલકરને વધારાની નવી બીજી પણ હતી. અર્થાત્ ચોડો જ અપરાધ હોય તો પહેલી વડે દંડ કરે છે, મોટા અપરાધીને બીજી એટલે કે નવી દંડનીતિ અપનાવે, તે ‘મક્કાર’ નામે હતી તથા પાંચમા, છઠ્ઠા અને સાતમાને ત્રીજી ધિક્કાર નામે દંડનીતિ હતી. આ ત્રણે લઘુ-મધ્યમ-ઉત્કૃષ્ટ અપરાધમાં જાણવી એમ ગાથાર્થ કહ્યો. • નિયુક્તિ-૧૬૯ :
બાકીની દંડનીતિ ભરતરાજાની માણવકનિધિમાં હોય છે. ઋષભદેવને ગૃહસ્થાવાસમાં અસંસ્કૃત્ આહાર હતો.
• વિવેચન-૧૬૯ :
ભરત રાજાની માણવક નિધિમાં બાકીની દંડનીતિ હોય છે. અહીં વર્તમાન ક્રિયા નિર્દેશ બધી અવસર્પિણીની સ્થિતિ દર્શાવ છે. બીજી પણ અતીત કે આગામી અવસર્પિણીમાં આ જ ન્યાયે પ્રાયઃનીતિનો ઉત્પાદ હોય છે. તે ભરતના પિતા ઋષભનાય હતા. તે ઋષભને ગૃહવાસમાં અસંસ્કૃત આહાર-સ્વભાવ સંપન્ન આહાર હતો. તેને દેવેન્દ્રના આદેશથી દેવો દેવકુરુ-ઉત્તરૢ ક્ષેત્રના સ્વાદિષ્ટ ફળો અને ક્ષીર સમુદ્રનું
૧૨૮
પાણી લાવીને આપતા હતા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
આ મૂળ નિર્યુક્તિગાથાનું ભાષ્યકારનું વ્યાખ્યાન કહે છે –
♦ ભાષ્ય-૩ -
પહેલી પરિભાષણા, બીજી મંડલીબંધ, ત્રીજી કારાગૃહ, ચોથી ચામડીનો છંદ, એ ચાર પ્રકારે ભરત મહારાજાની દંડનીતિ જાણવી.
• વિવેચન-૩ :
“ભરતની બાકીની નીતિ માણવક નિધિથી છે' તેમ કહ્યું, તે આ પ્રમાણે – (૧) પરિભાષણા - કોપથી તિરસ્કાર કરવો. (૨) “આ સ્થાનથી ન જતો.” તેમ અપરાધીને કહેવું. તે મંડલીબંધ. (૩) ચારક-કેદખાનું (૪) છવિચ્છેદ હાથ, પગ, નાસિકાનો છેદ કરવો. આ ભરતની ચાર પ્રકારે દંડનીતિ છે.
બીજા એ રીતે કહે છે – ખરેખર પરિભાષણા અને મંડલિબંધ એ બંને ઋષભનાથે જ ઉત્પન્ન કરેલી હતી. ચારક અને છવિચ્છેદ એ માણવક નિધિથી ઉત્પન્ન થયેલી. ભરત ચક્રવર્તીની આ ચાર ભેદે નિધિ હતી.
પણ આ ભરત કોણ ? ઋષભનાયનો પુત્ર. તો પછી ઋષભનાથ કોણ ? તેની વક્તવ્યતાને જણાવતા કહે છે – અથવા કુલકર વંશ કહ્યો. હવે પૂર્વે સૂચવેલ ઈક્ષ્વાકુવંશ પ્રતિપાદિત કરે છે. તે ઋષભનાથથી ઉત્પન્ન થયો.
તેથી તેની વક્તવ્યતા કહે છે –
• નિયુક્તિ-૧૭૦
નાભિરાજા, વિનીતાનગરી જન્મભૂમિ, મરુદેવી માતા, ઉત્તરાષાઢા નક્ષત્ર, પૂર્વજન્મે વજ્રનાભ રાજા, સથિસિદ્ધ વિમાનથી અવ્યા.
• વિવેચન-૧૩૦ :
આ નિયુક્તિ ગાથા ઘણાં અર્થની પ્રતિપાદક છે. - ૪ - નાભિ નામે કુલકર થયા. તેનું વિનીતા ભૂમિમાં પ્રાયઃ અવસ્થાન હતું, મરુદેવી તેની પત્ની હતી. પૂર્વભવે કોઈ તૈનાભ નામે રાજા હતો, દીક્ષા લઈને તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યુ, મરીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયો. ત્યાંથી તે મરુદેવીની કુક્ષિમાં તે વિનીતાભૂમિમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને ઋષભનાથ નામે જન્મ્યો.
અહીં જે પૂર્વભવે વૈરનાભ હતો, જે રીતે સમ્યકત્વ પામ્યો. જેટલાં ભવો સમ્યકત્વ પામીને સંસારમાં પર્યટન કર્યુ, જે રીતે તેણે તીર્થંકર નામગોત્રકર્મ બાંધ્યુ. તે બતાવવાને કહે છે.
• નિયુક્તિ-૧૭૧,૧૭૨+પ્રક્ષેપ ગાથા-૧ :
ધન્ય સાર્થવાહે ઘોષણા કરાવી. સાથેની સાથે સતિઓનું ગમન. વર્ષાઋતુમાં અટવીમાં વાસ. ઘણાં દિવસે ધન્યને ચિંતા. ઘીનું દાન.
ત્યાંથી ઉત્તરકુરુમાં યુગલિક, ત્યાંથી સૌધર્મકથે, ત્યાંથી મહાવિદેહ મહાબલ રાજા, ત્યાંથી ઈશાન કરે લલિતાંગ દેવ, ત્યાંથી વજ્રર્જઘરાજા..... ઉત્તરકુરુમાં યુગલિક, સૌધર્મક૨ે દેવ, પછી મહાવિદેહમાં વૈધપુત્ર. રાજપુત્ર, શ્રેષ્ઠી-અમાત્ય