________________
ઉપોદ્ઘાત નિ ૧૩૬
૧૧૫
૦ ટંકણ દૃષ્ટાંત - ઉત્તર દિશામાં ટંકણ નામે મ્લેચ્છો રહે છે તે સોના વડે
દક્ષિણ પંથના માણસો પાસેથી વાસણ આદિ લે છે. પરસ્પર ભાષા જાણતા નથી, વાસણના ઢગલાને હાય વડે ઢાંકે, ઈચ્છા પ્રમાણે ધન મળે ત્યારે હાથ લઈ લે. એ પ્રમાણે તેમનો ઈચ્છિત પ્રતીચ્છિત વ્યવહાર ચાલતો. આ રીતે આક્ષેપ-નિર્ણયમાં દાન ગ્રહણને અનુવર્તનારા ગુરુ-શિષ્ય હોવા જોઈએ. શિષ્યે પણ મ્લેચ્છાની માફક ઈચ્છિત વિષય ન સમજાય ત્યાં સુધી વારંવાર પૂછી સમાધાન કરવું.
આ પ્રમાણે ગાય વગેરેના દૃષ્ટાંતમાં બતાવેલો સાક્ષાત્ અર્થ વિપર્યય પ્રતિપક્ષ દરેકમાં ઉલટો, સીધો આચાર્ય અને શિષ્ય સંબંધી યોજવો. તે યોજિત છે. હવે વિશેષથી શિષ્યની યોગ્યતા જણાવે છે -
• નિર્યુક્તિ-૧૩૭,૧૩૮ -
શ્રુતમાં અનાદરવાળો, નિરૂપકારી, પોતાની ઈચ્છા મુજબ ચાલનારો, પ્રસ્થિક અને જવાની ઈચ્છાવાળો કોને દ્વેષરૂપ ન થાય? વિનય વડે નમેલો, અંજલી જોડેલો, ગુરુ ઈચ્છાને અનુસરનારો, શિષ્ય વડે આરાધિત ગુરુજન, બહુ પ્રકારનું શ્રુત જલ્દી આપે છે.
-
-
શિષ્યના દોષ અને ગુણ વિશેષપણે શા માટે કહો છો? ભાવિમાં તેને જ ગુરુપણું મળવાનું છે તેથી, કેમકે અયોગ્યને ગુરુપદ આપવાથી તીર્થંકરની આજ્ઞાદિનો લોપ થાય છે. કોને દ્વેષ કે અપ્રીતિ ન થાય, જે શ્રુત ઉપરસંપદા અનુપસંપન્ન હોય. ઉપરસંપન્ન પણ બધે દ્વેષ્ય થાય તેવું નથી, તેથી કહે છે - નિરૂપકારના સ્વભાવવાળો - ગુરુને અકૃત્યકારી હોય. ઉપકારી પણ બધે અદ્વેષ્ય નથી તે કહે છે સ્વચ્છંદ મતિવાળો હોય તે. અર્થાત્ પોતાના અભિપ્રાય મુજબ કાર્ય કરનારો. જો ગુરુને અનુસરનાર મતિવાળો હોય તો પણ બધે દ્વેષી ન થાય. કેમ? જે તે ભણી-ગણીને, તૈયાર થઈને ગુરુથી જુદો પડવા માંગે અને બોલે પણ ખરો કે શ્રુતસ્કંધાદિ તૈયાર થતાં હું અવશ્ય જઈશ. પછી કોણ અહીં બેસી રહે? આવું બોલતો શિષ્ય પણ અયોગ્ય છે. હવે દોષોના પરિજ્ઞાનપૂર્વક ગુણો બતાવે છે - ગુરુને વંદન આદિથી વિનય કરનારો હોય, ગુરુને પૂછતાં બે હાથ જોડી શિષ્યે માથું નમાવેલું હોય, ગુરુનો અભિપાય તે સૂત્રોત શ્રદ્ધાને સમર્થન કરનાર - કરાવનાર વગેરેથી ગુરુના વચનને આરાધે. તેવા વિનયવાન, બુદ્ધિવાન્ ગુરુની આજ્ઞા પાળનાર શિષ્યને ગુરુ યોગ્ય જાણીને સૂત્રાર્થરૂપ શ્રુત અનેક પ્રકારે ખુલાસાથી જલ્દી શીખવે છે. બીજી રીતે શિષ્ય પરીક્ષા
• નિયુક્તિ-૧૩૯ :
શૈલ, મેઘ, કુડગ, ચાલણી, પરિપૂર્ણક, હંસ, મહિષ, બકરી, મસક, જળો, બીલાડી, જાહક, ગાય, ભેરી, ભરવાડણાદિ દષ્ટાંત છે.
• વિવેચન-૧૩૯ :
આટલાં શિષ્યની યોગ્યાયોગ્યતા બતાવનાર દૃષ્ટાંતો છે ઉદાહરણો કલ્પિત કે
-
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ચરિત એમ બે પ્રકારે હોય. જેમ ભાત રાંધવાને લાકડાં જોઈએ તેમ પદાર્થને સમજવાને ઉદાહરણ જોઈએ.
તેમાં પહેલાં કલ્પિત દૃષ્ટાંતો કહે છે –
૦ શૈલ - મગના દાણા જેટલો એક નાનો કઠણ પત્થર છે, તેના સામે પુષ્કરાવર્તનો મેઘ જંબુદ્વીપ જેટલો મોટો છે. તેમાં નારદ જેવો કજીયાખોર આવીને મગશેલીયા પત્થરને કહે – સાંભળ ! પુષ્કરાવર્ત મેઘે કહ્યું કે – મગશેલીયાની વાત છોડો, તેને તો એક ધારામાં જ પલાળી સુરે ચુરો કરી વહેવડાવી દઉં. ત્યારે અહંકારથી પત્થરે કહ્યું. જો મેઘ મારો તલના ફોતરાના ત્રીજો ભાગ પણ પલાળે, તો હું મારું નામ છોડી દઉં. નારદે મેઘને જઈને આ વચનો સંભળાવ્યા.
મેઘે કોપાયમાન થઈને મૂસળધારાથી સાત રાત્રિદિન વર્ષા કરી. પછી મેઘને થયું કે તે મગળેલ પલળીને તણાઈ ગયો હશે, તેથી બંધ પડ્યો. પાણી ઘટ્યા, મગશૈલ પત્થર વધુ ચળકતો થઈ કહેવા લાગ્યો, કેમ ભાઈ જીતી ગયો ? મેઘ લજવાઈને પાછો ગયો.
કોઈ શિષ્ય મગશૈલ સમાન હોય, એક પણ પદ ન ભણે, આચાર્ય ગર્જતા આવે અને કહે કે – આચાર્યની જ ઓછી બુદ્ધિ છે કે જેથી શિષ્ય ભણતો નથી. જેખ કુતીર્થે ગાયોને ઉતારે તો ગોવાળનો જ દોષ છે. એમ કહી ભણાવવા લાગ્યા. શિષ્ય ન ભણ્યો, આચાર્ય લજવાઈને પાછા ગયા. આવા શિષ્યને ન ભણાવવો. કેમકે આચાર્ય તથા સૂત્રનું અબહુમાન થાય. ગુરુ પણ ભણેલું વીસરી જાય, બીજા ભણનારાને વિઘ્ન થાય, વંધ્યા ગાયને દુધ ન આવે, તેમ કુશિષ્યને ભણાવવાં છતાં ન આવડી.
—
કાળી ભૂમિનું સુશિષ્ય ઉપર દૃષ્ટાંત ઘટાવે છે દ્રોણ મેઘ પડે તો પણ કૃષ્ણભૂમિથી પાણી પાછું નીકળી જતું નથી. તેમ જે શિષ્ય સાંભળવા અને ધારી રાખવામાં સમર્થ હોય, તેવાને શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવા ગુરુએ હંમેશાં આપવું.
• કુટ [ઘડા]નું દૃષ્ટાંત - ઘડા બે જાતના હોય - નવો, જૂનો. જૂના પણ બે જાતના - ભરેલા, ન ભરેલા. ભરેલા પણ બે જાતના - પ્રશસ્ત વસ્તુથી અને અપશસ્ત વસ્તુથી, પ્રશસ્ત તે અગરુ, તુરુષ્ક આદિ. અપ્રશસ્ત તે કાંદા, લસણ આદિથી. પ્રશસ્ત
ભરેલા વાસ સહિત કે રહિત પણ થાય. એ પ્રમાણે અપ્રશસ્તના બે ભેદ થાય. આમાં
અપ્રશસ્તવાસવાળા નકામા છે, પ્રશસ્ત વારાવાળા વાસ ઉડી જાય તો સુંદર ન કહેવાય. બાકીના હોય તે સુંદર જાણવા. અભાવિત એટલે ન ભરેલા, નવા એટલે નીભાડેથી તુરંત લાવેલા. આ પ્રમાણે નવા શિષ્યોમાં મિથ્યાદૃષ્ટિને પહેલા લેવા, જૂના હોય પણ કુભાવનાથી ભાવિત ન હોય તેને શીખવવું સુંદર છે.
અન્યદર્શની અને પાસત્થાએ પોતાના પક્ષમાં લીધેલા તે ભરેલા ઘડા જેવા જાણવા, સંવિજ્ઞ સાધુથી પ્રશસ્ત ભાવનાવાળા જાણવા. તેવા પણ બોધ વમી જાય, તે ઠીક નહીં. ન વમે તે ઠીક છે. પણ જે અપ્રશસ્ત વમે અને પ્રશસ્ત ન વમે તો સુંદર છે. પણ જે કુબોધ ન છોડે તેને સારા ન જાણવા. [અથવા ઘડાના ચાર ભેદો–