________________
ઉપોદ્યાત નિ ૧૨૯ થી ૧૩૧
૧૦૫
અનુકૂળ યોગ તે અનુયોગ છે. જેમ ઘડા શબ્દથી ઘડો એ પદાર્થ સમજાય છે. નિયત યોગ તે નિયોગ છે. જેમ ઘટ શબ્દથી ઘટ જ લેવાય પટ નહીં. ભાષણ કસ્વાથી ભાષા-પ્રગટ કરવું. ઘટન કQાથી ઘટ ચેષ્ટાવાળો ઘટ અર્થ છે. તથા વિવિધ ભાષા તે વિભાષા છે એટલે પર્યાય શબ્દોથી તેના સ્વરૂપનું કથન કરવું. જેમકે ઘટ કુંભ છે. વાર્તિક એટલે બધાં પર્યાયો કહી બતાવવા. સમુદાયાર્થ કહ્યો. વિશેષથી પ્રત્યેક દ્વારે કહીશું. - X - X • હવે અનુયોગના પ્રથમ દ્વારનું વર્ણન –
• નિયુક્તિ-૧૩૨ -
નામ, સ્થાપના, દ્રવ્ય, ઝ, કાળ, વચન અને ભાવથી અનુયોગનો આ સાત પ્રકારનો નિક્ષેપ છે.
• વિવેચન-૧૩૨ :
‘નામ’ પૂર્વે નિરૂપેલ છે. નામનો અનુયોગ તે કોઈપણ જીવાદિ પદાર્થનું ચાનુયોગ એવું નામ કરવું, તે નામાનુયોગ. અક્ષ વગેરેમાં અનુયોગની સ્થાપના તે
સ્થાપનામાં અનુયોગ કરવો એ સ્થાપનાનુયોગ. દ્રવ્ય વિષય સંબંધી અનુયોગ છે દ્રવ્યાનુયોગ. તે આગમ અને નોઆગમ બે ભેદે છે - આગમમાં જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યનિરિકા અનુયોગ. દ્રવ્ય કે દ્રવ્યોનો, દ્રવ્ય કે દ્રવ્યો વડે, દ્રવ્ય કે દ્રવ્યોમાં અનુયોગ તે દ્રવ્યાનુયોગ.
આ પ્રમાણે ફોગાદિમાં પણ છ ભેદની યોજના કરવી.
અહીં દ્રવ્યાનુયોગ બે પ્રકારે છે – જીવ દ્રવ્યનો, અજીવ દ્રવ્યનો. તે એકૈક ચાર પ્રકારે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રથી અસંખ્યય પ્રદેશાવગાઢ છે, કાળથી જીવવ અપેક્ષાથી અનાદિ અનંત છે. ભાવથી અનંત જ્ઞાન-દર્શન-ચાત્રિ અચાત્રિ દેશયાત્રિ ગુરલઘુપયચિવાળો છે.
તે પ્રમાણે અજીવ દ્રવ્યો પરમાણુ આદિ છે. પરમાણું દ્રવ્યથી એકદ્રવ્ય, ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ, કાળથી જઘન્યથી એક કે બે સમય ઉત્કૃષ્ટથી અસંખ્યય ઉત્સર્પિણી અવસર્પિણી, ભાવથી એક સ-બે સ, બે સ્પર્શ અને એક ગંધવાળો છે અને આ બધાંનાં સ્વસ્થાનમાં રસાદિ પર્યાયો અનંતા એક ગુણ તીખા આદિ ભેદોથી જાણવા. એ પ્રમાણે બે અણુ આદિથી લઈને અનંત અણુના ડંધ સુધીનું સ્વરૂપ જાણવું.
દ્રવ્ય અનુયોગ કહ્યો. હવે દ્રવ્યોનો અનુયોગ કહે છે. તે જીવ અને અજીવ સંબંધી જાણવો. પન્નવણા સૂત્ર - જીવ પર્યવો સંખ્યય, અસંખ્યય કે અનંત છે ? ગૌતમ ! તે અનંતા છે. એ પ્રમાણે અજીવ પર્યવો જાણવા.
દ્રવ્ય વડે અનુયોગ - પ્રલેપ અથવા અક્ષાદિથી વ્યાખ્યાન કરવું. જેમ પેનથી પાટી ઉપર લખાય તેમ વ્યાખ્યાન કરવા લખે. દ્રવ્યો વડે અનુયોગ - અક્ષો વગેરે ઘણાં દ્રવ્યોથી અનુયોગ કરે.
દ્રવ્યમાં અનુયોગ • પાટીયા આદિમાં અનુયોગ. દ્રવ્યોમાં અનુયોગ. ઘણાં મકાનાદિમાં રહી અનુયોગ કરે.
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એ પ્રમાણે ફોગાનુયોગમાં જાણવું. બનો અનુયોગ - ભરત ડ્રોમાદિનો ફોનોનો અનુયોગ - જંબૂડીપાદિનો ફોન વડે - પૃથ્વીકાયાદિ સંખ્યાનું વ્યાખ્યાન કરવું. કહ્યું છે - પૃથ્વીના જીવો માટે જંબૂદ્વીપ જેવડો પ્રસ્થક બનાવી તેના વડે જીવો માપીએ તો અસંખ્યય લોકમાં તે સમાય. ક્ષેત્રો વડે અનુયોગ - ઘણાં દ્વીપસમુદ્ધો વડે પૃથ્વીકાયના જીવોને માપે. ક્ષેત્રમાં અનુયોગ - તીછ લોક કે ભરતક્ષેત્રમાં અનુયોગ કરવાં. ક્ષેત્રોમાં અનુયોગ - અઢી દ્વીપ, બે સમુદ્રમાં.
કાળનો અનુયોગ • સમયાદિની પ્રરૂપણા કરવી. કાળ વડે અનુયોગ-બાદર વાયુકાયિક જીવોના વૈક્રિય શરીરો અદ્ધા પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર વડે ચાપત કરાય. કાળો વડે અનુયોગ-x-x- અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય. કાળમાં અનુયોગ-જેમકે સૂત્રના અર્થની વ્યાખ્યા કરવી તે બીજી પોરિસિમાં થાય. ઈત્યાદિ - x - ૪ -
વચનાનુયોગ-જેમકે એકવચન. વચનોનો અનુયોગ-દ્વિવચન, બહુવચનાદિ. વચન વડે અનુયોગ - જેમ કોઈ આચાર્ય, સાધુ વગેરેથી પ્રાર્થના કરાતા એકવચન વડે અનુયોગ કરે. વચનો વડે - તે જ આચાર્ય ઘણાં વચનો વડે અનુયોગ કરે - x • વચનમાં અનુયોગ તે ક્ષાયોપથમિકમાં અનુયોગ કરવો ઈત્યાદિ - X •
ભાવ અનુયોગ બે પ્રકારે - આગમચી, નોઆગમથી. આગમચી જ્ઞાતા અને ઉપયોગ સહિત. નોગમથી - ઔદયિકાદિમાંથી કોઈનો પણ ચાનુયોગ કરવો. • x • ભાવ વડે સંગ્રહાદિ, કહ્યું છે – પાંચ સ્થાને સૂpa વાચના કરવી - (૧) સંગ્રહ માટે, (૨) ઉપકાર કરવા માટે આદિ. ઈત્યાદિ ભાવો વડે, ભાવમાં, ભાવોમાં વૃત્તિ મુજબ જાણવું - X - X •
આ બધાં દ્રવ્યાદિ અનુયોગોનો પરસ્પર સમાવેશ થાય છે, તે સ્વબુદ્ધિએ વિચારવું ભાષ્યકારશ્રી કહે છે - દ્રવ્યમાં નિયમથી ભાવો છે. કેમકે ભાવ વિના દ્રવ્ય ન હોય, ભાવો પણ ફોન અને કાળ સાથે હોય. ક્ષેત્રમાં ત્રણેની ભજના જાણવી. કાળમાં ત્રણેની ભજના જાણવી. અનુયોગ કહ્યો. તેથી વિપરીત અનનુયોગ હોય છે. બંનેના દટાંતો આપે છે –
• નિયુક્તિ -૧૩૩ -
વાછરડું અને ગાય, કુબડી, સ્વાધ્યાય, બહેરો, ગામડીયો વચનમાં અને ભાવમાં સાત ટાંત જાણવા.
• વિવેચન-૧33 -
પહેલું દૃષ્ટાંત દ્રવ્યના અનનુયોગ અને અનુયોગનું વાછરડા અને ગાય સંબંધે છે. જેમ ગાય દોહનારો પાટલા ગાયનો] વાછરડો, બહુલા ગાયને વળગાળે અને બહુલા પાટલાને વળગાળે તો અનનુયોગ થાય. ગાયને પ્રેમ ન થવાથી દૂધ ન આપે પણ જે ગાયનો જે વાછરડો હોય તેને તે વળગાડે તો ગાય દુધ આપે, તે અનુયોગ થાય. એમ સૂત્રમાં જીવ લક્ષણ વડે અજીવની પ્રરૂપણા કરે કે અજીવ લક્ષણો વડે જીવ પ્રરૂપણાં કરે તો અનનુયોગ થાય. તેથી ભણનારો