________________
ઉપોદ્ઘાત નિ ૧૧૪,૧૧૫
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે. જીર્ણ વસ્ત્રવાળા કહે છે કે ભાઈ ! મારી પાસે વસ્ત્ર નથી, જલ્દી આપ ઈત્યાદિ.
(૨) ઔશિક - તે અસ્થિત છે. કેમકે પહેલા-છેલા સાધુને આશ્રીને બનેલ બધાં સાધુને એકલય છે. બાકીના તીર્થના સાધુમાં જેને માટે બનાવેલ છે, તેને જ અકય છે, બીજાને નહીં. (૩ અને ૪) શય્યાતર પિંડ, રાજપિંડ • પહેલાં છેલ્લા તીર્થના સાધુને ન કલો, બાકીનાને પણ ન કલો, માટે તે નિયત કલા છે. (૫) કૃતિકર્મ - વંદન, બઘાં જ તીર્થકરના સાધુમાં નવદીક્ષિતને પણ ચીરકાળની દીક્ષિત સાધ્વી પણ વાંદે અને નાના સાધુઓ મોટા સાધુને પણ વાંદે માટે નિયત કહ્યું છે.
(૬) મહાવત - પ્રાણાતિપાત વિરમણાદિ બધાં જ સાધુ પાલન કરે છે, માટે નિયત ક૫ છે. [પ્રશ્ન] પહેલા-છેલ્લા સિવાયના તીર્યના સાધુને મૈથુન વિરમણ વજીને ચાર વ્રત છે, તો સ્થિત કા કઈ રીતે કહેવાય? તેમને પરિગ્રહમાં અંતભવથી તે છે જ. પરિગ્રહ વિના સ્ત્રી ક્યાંથી ભોગવે ? (૩) જ્યેષ્ઠ-સ્થિત કા છે. માત્ર પહેલાછેલ્લા તીર્થના સાધુને તે કલા વડી દીક્ષાથી છે, બાકીના સાધુને સામાયિક ઉચ્ચરે ત્યારથી છે.
(૮) પ્રતિક્રમણ - અસ્થિતક છે - પહેલા છેલ્લા તીર્થના સાધુને નિયમથી ઉભયકાળ પ્રતિકમણ છે. બાકીનાને દોષના અભાવે સર્વકાળે પણ અપ્રતિક્રમણ થાય છે. (૯,૧૦) માસકલા અને પર્યુષણાકલા - અસ્થિતકલા છે. પહેલાં - છેલ્લા તીર્થના સાધુને નિયમથી માસકા વિહાર છે, બાકીનાને દોષના અભાવે ન પણ હોય, એ રીતે પર્યુષણા કપ પણ જાણવો.
સંક્ષેપમાં આ અર્થ કહ્યો. વિસ્તારી અર્થ બૃહકાચી જાણવો.
હવે ચાલુવાત - [પ્રશ્ન પહેલાં, છેલ્લાને ઈવર સામાયિક હોવા છતાં જાવજીવની સામાયિક ઉચ્ચરાવાય છે, તો વડી દીક્ષામાં પૂર્વના સામાયિકના ત્યાગથી પ્રતિજ્ઞા લોપ ન થાય? [ઉત્તર] અતિચારના અભાવથી દોષ નથી. તે જ સામાયિક પહેલાં દીક્ષામાં સામાન્યથી સાવધયોગ વિરમણરૂપે છે, તેને વધુ શુદ્ધ કરવાથી સંજ્ઞા માત્ર જ વિશેષ છે. આ પ્રથમ ચાસ્ત્રિ કહ્યું.
હવે બીજું છેદોપસ્થાપના કહે છે –
પૂર્વ પર્યાયિનો છેદ કરી શિષ્યને મહાવ્રતમાં સ્થાપવો. તે બે પ્રકારે છે - સાતિચાર અને નિરતિચાર. તેમાં નિરતિચાર જે ઈવર સામાયિકવાળાને વડી દીક્ષામાં સ્થાપવો. અથવા પાર્શ્વપ્રભુના સાધુ મહાવીર પ્રભુને કહ્યું સ્વીકારે ત્યારે પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે અને અતિચાર પૂર્વક મૂળગુણોના ધાતકને કરી વ્રત ઉચ્ચરાવવું તે છે.
પરિહાર વિશદ્ધિ • તેમાં પરિહરણ તે પરિહાર - તપ વિશેષ છે. તેના વડે જેમાં વિશદ્ધિ થાય તે પરિહાર વિશદ્ધિક તે બે ભેદે - નિર્વિસમાનક અને નિર્વિષ્ટકાયિક નિર્વિશમાનક - તે તેને આસેવન કરનારા છે અને ચારિત્રની સાથે એકમેકપણે છે. આસેવિત વિવક્ષિત ચાટિકાયવાળા તો નિર્વિષ્ટકાયવાળા છે. ચારુિ પણ એકમેકપણે 31/7]
હોય છે. આ ચારિત્ર આરાઘવામાં નવ સાધુનો સમૂહ હોય છે. પહેલો ચાર પારિવારિક તપ કરનારા, બીજા ચાર વૈયાવચ્ચ કરનારા, એક કલામાં રહીને વાચનાચાર્ય ગુર તરીકે રહે છે. એમાં નિર્વિશમાનકોનો આ પરિહાર છે.
ધીર પુરુષોએ આ પારિહાકિ તપ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી શીયાળે, ઉનાળે, ચોમાસે આવો બતાવ્યો છે - ઉનાળામાં જઘન્યથી એક, મધ્યમથી બે, ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ છે. શીયાળામાં અનુક્રમે ઉત્કૃષ્ટ ઉપવાસ બે, ત્રણ, ચાર છે. ચોમાસામાં તે ત્રણ, ચાર, પાંચ છે.
પારણામાં આયંબિલ, પાંચનું ગ્રહણ અને ગૌચરીમાં બેનો અભિગ્રહ છે. આ પ્રમાણે કલામાં રહીને હંમેશાં પારણે આયંબિલ કરે. પહેલાના તપસ્વીનો તપ છ માસે પૂરો થાય, ત્યારે તેની સેવા કરનારા તપસ્વી બની ઉપર પ્રમાણે છ માસનો તપ કરે. એ રીતે કલામાં રહેલ વાસનાચાર્ય પણ છ માસનો તપ કરે, બાકીના સેવા કરે * * *
આ પ્રમાણે ત્રીજા ચારિનો તપ ૧૮ માસનો છે. અહીં સંક્ષેપથી કહ્યું, વિશેષ જાણવા ઈચ્છનારે વિશેષ સૂત્રોચી જાણવો. કલા સમાપ્ત થતાં આ નવે સાધુ જિનક સ્વીકારે અથવા પોતાના ગચ્છમાં જાય. • x - આ તપ તીર્થકર કે સમીપે રહેલા ગણધર પાસે ઉચ્ચરે અન્ય પાસે નહીં.
ચોથું સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિ • x • જેના વડે સંસાર વધે તે સંપાય, તે જ કષાયો છે. કેમકે આ રાત્રિમાં સૂમ લોભના અંશો બાકી છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય કહે છે. તે બે ભેદે છે - વિશુધ્યમાનક, સંક્ષિશ્યમાનક વિશુદ્ધયમાનક ક્ષપક અને ઉપશમક એવી બે શ્રેણી ચઢે અને સંક્ષિશ્યમાનક તો ઉપશમ શ્રેણીથી પાછો પડતો હોય છે.
પાંચમું યથાખ્યાત ચારિત્ર • સૂક્ષમ સંપરાય પછી તુરંત અકષાય ચાસ્ત્રિ તે ચયાખ્યાત છે. આ બધાં જીવલોકમાં પ્રસિદ્ધ છે. તે ચાસ્ત્રિ છાસ્ય વીતરાગ અને કેવળીને હોય. તેમાં છવાસ્થ ઉપશામકને તથા ક્ષપકને હોય છે. કેવળીને તો સયોગી કે અયોગી ગુણઠાણું હોય છે જેને પામીને જીવો અજર અમર પદ પામે છે.
ઉક્ત પાંચ ચારિત્રોમાં પહેલાં ત્રણ ક્ષયોપશમ લભ્ય છે, બાકીનાં છેલ્લા બે ઉપશમ કે ક્ષયમાં લભ્ય છે. તેથી કોપશમ ક્રમ બતાવે છે -
• નિયુક્તિ -૧૧૬ :
અનંતાનુબંધીકષાય, દર્શનમોહનીય, નપુંસકવેદ, પ્રીવેદ, હાસ્યાદિ પક, પુરુષવેદ બન્ને એકાંતરે સદંશ ઉપશમાવે છે.
• વિવેચન-૧૧૬ :
અથવા છેલ્લા બે ચાસ્ટિ શ્રેણીમાં રહેલાને કે શ્રેણીમાંથી ઉપર ચડેલાને હોય છે, માટે બે શ્રેણીનો અવસર છે. તેમાં પહેલી ઉપશમશ્રેણી છે, તેથી તેનું સ્વરૂપ કહે છે - ઉપશમ શ્રેણીનો પ્રારંભક અપ્રમત સાધુ હોય છે. બીજી કહે છે કે- અવિરત, દેશ વિરત, પ્રમ, અપ્રમત્ત સંયતમાંનો કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણીની પરિસમાતિમાં પ્રમત, ચાપમત યતમાં કોઈ પણ હોય તે આ રીતે આરંભે - અખrfસ • અવાજ કરે