________________
ઉપોદ્ઘાત નિર્યુક્તિ
સમવતાર કરવો.
તે આગમ પણ લૌકિક લોકોત્તર સૂત્ર અર્થ અને બંને તથા આત્મા, અનંતર અને પરંપર ભેદથી ભિન્ન હોવાથી તેમાં સામાયિકના પરમ ઋષિ પ્રણિત ગણિપિટકમાં હોવાથી લોકોત્તર ગણવું. સૂત્ર અર્થ બંને રૂપે હોવાથી ઉભયમાં ઉતારવું, ગૌતમાદિને તે સૂત્રથી આત્મગત છે અને તેમના શિષ્યો જંબૂસ્વામી આદિને અનંતરાગમ અને પ્રશિષ્યો પ્રભવાદિને પરંપરાગમ છે. એ પ્રમાણે અર્થથી જિનેશ્વરને આત્માગમ, ગણધરોને અનંતર, તેમના શિષ્યોને પરંપરાગમ છે. - ૪ - ૪ -
૫
સામાયિકનો ઉત્કાલિકાદિ શ્રુત પરિમાણની સંખ્યામાં સમવતાર કરવો. તેમાં સૂત્રથી સામાયિક પરિમિત પરિમાણવાળું છે, અર્થથી અનંત પર્યાયપણે હોવાથી અપરિમિત પરિમાણ છે.
હવે વક્તવ્યતા કહે છે. તે ત્રણ ભેદે છે – સ્વામય વક્તવ્યતા, પરસમય વક્તવ્યતા, ઉભયસમય વક્તવ્યતા. સ્વામય - જૈન સિદ્ધાંત, વક્તવ્યતા-પદાર્થ વિચાર, તેમાં સ્વસમય વક્તવ્યતામાં આનો અવતાર છે. એ પ્રમાણે પર અને ઉભય સમયના પ્રતિપાદક અધ્યયનોમાં પણ તેમાં સમવતાર છે. કેમકે બધું જ શ્રુત સમ્યગ્દૃષ્ટિજીવે ગ્રહણ કરેલું પરસંબંધી હોય તો પણ સમ્યક્ જ છે. કેમકે તુલના વડે તે પણ સ્વસમય ઉપકારી છે.
હવે અર્થાધિકાર કહે છે – તે અધ્યયનનો સમુદાયાર્થ છે તે સ્વસમય વક્તવ્યતાનો એક દેશ છે, સર્વ સાવધ યોગની વિકૃતિરૂપ છે. - ૪ - આ રીતે ઉપક્રમ કહ્યો, હવે નિક્ષેપ કહે છે
-
નિક્ષેપ ત્રણ ભેદે છે – ઓદાનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂત્રાલાપકનિષ્પન્ન. તેમાં ઞોષ - સામાન્ય શાસ્ત્રાભિધાન, તે અહીં ચાર પ્રકારનું અધ્યયનાદિ છે. તે પ્રત્યેક નામ આદિ ચાર ભેદે છે, તે અનુયોગમાં બતાવ્યા પ્રમાણે જાણવું. - ૪ - નામ નિષ્પન્ન નિક્ષેપામાં ‘સામાયિક' નામ છે. તે નામાદિ ચાર ભેદે છે તે નિરુક્તિદ્વારમાં તથા સૂત્ર સ્પેશિક નિયુક્તિમાં વિસ્તારથી કહીશું.
તેનું નામ અહીં છે, અવસર છે, તો શા માટે નિરુક્તિમાં તેનું સ્વરૂપ કહેવાનું કહો છો? અહીં નિક્ષેપદ્વારમાં નિક્ષેપાનો અવસર છે અને નિરુક્તિમાં તેનું અનુવ્યાખ્યાન છે. નિરુક્તિ દ્વારમાં સામાયિકનું વ્યાખ્યાન કરવું છે તો પછી સૂત્રમાં શા માટે ફરી કહેશો? ત્યાં સૂત્ર આલાપકનું વ્યાખ્યાન છે, નામનું નથી. નિરુક્તિમાં તો નિક્ષેપદ્વારમાં સ્થાપેલ ‘સામાયિક’ એવું અધ્યયન નામ છે, તેનું નિરૂપણ કરે છે. એટલું જ બસ છે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. સૂત્રનો અભાવ હોવાથી, તે અહીં કહેતાં નથી. - ૪ - અનુગમ દ્વારમાં તેનો નિક્ષેપ કરીશું.
હવે અનુગમ - તે બે ભેદે છે. (૧) નિયુક્તિ અનુગમ, (૨) સૂત્ર અનુગમ નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. (૧) નિક્ષેપનિયુક્તિનો (૨) ઉપોદ્ઘાત નિર્યુક્તિનો, (૩) સૂત્ર સ્પર્શિક નિયુક્તિનો. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ હમણાં કહ્યો. હવે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમનો પ્રસ્તાવ છે, તે ઉદ્દેશાદિ દ્વાર લક્ષણવાળો છે. તેમાં “મહાન્ વિષય હોવાથી વિઘ્ન ન થાઓ !'' માટે આરંભે મંગલ કહે છે –
-
[પ્રશ્ન] મંગળ તો પૂર્વે કહ્યું, ફરી તેનું શું પ્રયોજન છે ? ઈત્યાદિ - ૪ - x - કોઈ કહે છે મંગળ શાસ્ત્રના આરંભે, મધ્યે અને અંતે કહેવું જોઈએ તેમાં પ્રથમનું કહ્યું, હવે મધ્ય મંગળ કહે છે. પણ તે ઉત્તર વ્યાજબી નથી. કેમકે શાસ્ત્રનો આરંભ કર્યા પહેલાં મંગળનો અવકાશ ક્યાંથી હોય ? ત્યારે આચાર્ય ખુલાસો કરે છે કે ચાર અનુયોગ દ્વાર રૂપ શાસ્ત્રમાં બે અનુયોગ ઉપક્રમ અને નિક્ષેપનું વર્ણન કર્યુ, હવે મધ્યમંગલનો અવસર છે.
[શંકા] આ પ્રમાણે પણ શાસ્ત્રનું મધ્યમંગલ ન થાય, કેમકે અધ્યયનનું મધ્યપણું છે, શાસ્ત્રનું નહીં, માટે આ ઉત્તર યોગ્ય નથી.
પહેલાં મંગલ કહેવાયું તે આવશ્યકનું આદિ મંગલ હતું. હવે છે તે સર્વ અનુયોગના ઉપોદ્ઘાત નિર્યુક્તિપણાનું છે. - . - ૪ - કહેશે કે – આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચાર, સૂત્રકૃત્, દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. આગળ કહેશે કે બીજા અધ્યયનોની આ પ્રમાણે નિયુક્તિ થશે.
એમ મહાર્થપણાથી તથા કોઈ અંશે શાસ્ત્રોમાં સમાવેશ થતો હોવાથી ઉપોદ્ઘાતના આરંભે મંગળનો ઉપન્યાસ યુક્ત જ છે.
[પ્રશ્ન] સામાયિકને અનુકૂળ વ્યાખ્યાનાધિકારમાં દશવૈકાલિકાદિનો પ્રસ્તાવ
૩૬
શા માટે ? ઉપોદ્ઘાતના સામ્યપણાથી. - ૪ - તે મંગલ આ – • નિયુક્તિ-૮૦ :
તીર્થંકર, ભગવંત, અનુત્તર પરાક્રમી, અમાપજ્ઞાની, તીર્ણ, સુગતિ પામેલા, સિદ્ધિપથના ઉપદેશકને હું વંદુ છું.
• વિવેચન-૮૦ :
તીર્થ કરવાના સ્વભાવવાળા તીર્થંકરને હું વંદુ છું. - ૪ - ૪ - જેના વડે તરાય તે તીર્થ. તે તીર્થ નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી તદ્ વ્યતિક્તિમાં દ્રવ્ય તીર્થનદી આદિનો સમભૂભાગ, અપાય રહિત હોય તે છે, પુરુષ બાહુ કે નાવ વડે ત્યાં તરે છે, તે તરિતા છે. તેનું દ્રવ્યપણું એટલા માટે છે કે – તે તર્યા પછી તરવાનું બાકી રહે છે, તેમ ત્યાંડૂબી પણ જવાય છે, ત્યાં સ્નાન કરવાથી બાહ્યમલ દૂર થાય છે, પણ પામીના જીવોને દુઃખ થવાથી પ્રાણાતિપાતાદિ અત્યંતર મલનું કારણ નવું થાય છે અત્યંતર મેલ દૂર થયા વિના બાહ્યમલની ઉત્પત્તિના નિરોધનો અભાવ છે. પૂર્વે મિથ્યાત્વ આશ્રિત ક્રિયા કરી જે કર્મમળ પ્રાપ્ત કર્યા હોય તે અશુભ કૃત્યોથી વિરુદ્ધ સમ્યગ્દર્શન પામી સાથે ક્રિયા કરવાથી અને નિર્મળ ભાવના ભાવવી કે જેથી તે મેલ ક્ષય થાય છે. પણ ક્ષચના અભાવમાં ભવતરણની પ્રાપ્તિ ન થાય, માટે નોઆગમથી ભાવતીર્થ તો સંઘ છે, કેમકે સમ્યગ્દર્શનાદિ પરિણામથી તે એકમેકપણે છે. કહ્યું છે કે –
તીર્થ છે તે તીર્થ છે કે તીર્થંકર તે તીર્થ છે ? ગૌતમ ! અરહંત તો નિયમથી તીર્થંકર છે, તીર્થ તે ચતુર્વિધ શ્રમણ સંઘ કે પ્રથમ ગણધર છે. પણ તરનાર તે સાધુ