________________
પીઠિકા-નિ -
તેમાં સૂકાંતિ પમ મોક્ષપદની પ્રાપ્તિ છે અને ‘અપર'-તે જીવોના ઉપકારને માટે છે. તેના અર્થનું પ્રતિપાદન કરનારને શું પ્રયોજન છે તેમ પ્રશ્ન થાય. તો ઉત્તરે છે - કંઈપણ નહીં. કેમકે તે જિનેશ્વરો કૃતકૃત્ય છે.
પ્રશ્ન જો તેમને પ્રયોજન નથી તો આ અર્થ પ્રતિપાદન પ્રયાસ અયુક્ત છે. [ઉત્તર] ના, એમ નથી. કેમકે તેમને તીર્થકર નામ ગોત્રકર્મનો આ વિપાક છે. તે વાત નિર્યુક્તિ-૧૮૫ માં પણ આગળ કહેશે કે –
તીર્થકર નામ ગોત્રકર્મ કઈ રીતે વેદાય છે ? અગ્લાનપણે ધર્મદિશના આદિ વડે. શ્રોતાને અપર લાભ તે અર્થનો અધિગમ છે. “પર’ લાભ તે મોક્ષ છે. કઈ રીતે ? જ્ઞાન અને ક્રિયા બંને વડે મોક્ષ છે, તેનાથી યુક્ત આ આવશ્યક સૂત્ર છે. આવશ્યક સત્રના અર્થ શ્રવણ વિના વિશિષ્ટ જ્ઞાન અને ક્રિયા પ્રાપ્તિ થતી નથી. શા માટે ? તેના કારણે વિશિષ્ટ જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ થાય. તેની પ્રાપ્તિમાં પરંપરા મોક્ષ સિદ્ધ થાય છે. તેથી આ આવશ્યક સૂત્રના અર્થના પ્રારંભનો પ્રયાસ છે.
આવશ્યક સૂત્રમાં અભિધેય શું છે? સામાયિકાદિ આવશ્યક.
સંબંધ - ઉપાય અને ઉપેય ભાવના લક્ષણવાળા તકનુસારી છે. કેવી રીતે ? ઉપેય - તે સામાયિકાદિ પરિજ્ઞાન છે અને પર પ્રયોજન મોક્ષ છે. ઉપાય તો આવશ્યક સણ જ વચનરૂપે રચાયું છે. આ આવશકના શ્રવણથી જ સામાયિકાદિના અર્થનો નિશ્ચય થાય છે. તે પ્રાપ્ત થવાથી સમ્યગદર્શન આદિની નિર્મળતા થાય છે અને ક્રિયા કરવાનો પ્રયત્ન થાય છે. તેનાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અથવા ઉપોદઘાત નિર્યુક્તિમાં “ઉદ્દેશા પ્રમાણે નિર્દેશો" ઈત્યાદિ ગ્રંથમાં યુક્તિ સહિત પોતે જ કહેશે.
કોઈ પૂછે – શાસ્ત્ર અને અર્થ ભણેલાઓ જાતે જ પ્રયોજનાદિનું પરિજ્ઞાન મેળવી લેશે. શાસ્ત્રની આદિમાં પ્રયોજન કહેવું નિરર્થક છે ? ના, તેમ નથી. શાસ્ત્રાર્થ ન ભણેલાને તે શાસ્ત્ર પ્રવૃત્તિનો હેતુ છે તેથી તેના પ્રયોજનનો પ્રયાસ જરૂરી છે. પ્રશ્ન કદાચ પ્રયોજનાદિ પૂર્વેથી કહેશો તો પણ શાઅને જાણ્યા વિના તેના નિશ્ચયની ખાતરી નહીં થાય, કેમકે તેમાં સંશય રહેવાથી પ્રવૃત્તિનો અભાવ થવાથી તમારો ઉપન્યાસ કરવો નિરર્થક થશે ? ના, તેમન નથી. સંશય પડે ત્યાં પણ લાભ માટે પ્રવૃત્તિ દેખાય છે. જેમ ખેડૂતો જમીન ખેડે છે.
મંગલને કહે છે - કેમકે ઉત્તમ કાર્યમાં ઘણાં વિનો હોય છે. કહ્યું છે - મોટા પુરુષોને પણ સારા કાર્યો કરતાં ઘણાં વિઘ્નો આવે છે, કેમકે અકાર્યમાં પ્રવર્તેલાને કયાંય પણ વિજ્ઞ કરતાં અટકાવ નથી.
આ આવશ્યકનો અનુયોગ મોક્ષની પ્રાપ્તિના બીજભૂતપણે હોવાથી શ્રેયરૂપ જ છે. તેથી આરંભમાં જ વિન કરનારાની ઉપશાંત માટે મંગલને બતાવે છે. તે મંગલ શાસ્ત્રની આદિમાં, મધ્યમ અને અંતે ઈચ્છે છે.
પ્રશ્ન] આ શાસ્ત્ર જ સંપૂર્ણ મંગળરૂપ છે, કેમકે તપ માફક નિર્જરા કરાવનાર છે. તેથી તે મંગળ કાયમ રહો. તેથી ત્રણે મંગળનો સ્વીકાર અયુકત છે. કેમકે તેવા મંગલના પ્રયોજનનો જ અભાવ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ [ઉત્તર] તેવું નથી. પ્રયોજનનો અભાવ છે, તેવું સિદ્ધ થતું નથી. કેમકે તે બતાવ્યા વિના નવા શિષ્યો કઈ રીતે વિવક્ષિત શાસ્ત્રાર્થનો વિના વિને પાર પામશે ? માટે પહેલાં જ અર્થનો ઉપન્યાસ જરૂરી છે. તે વિના ભણેલું સ્થિર કેમ થશે ? શિષ્યપ્રશિષ્યાદિ વંશમાં અવિચ્છિન્નપણે ઉપકારક કેમ બનશે ? એમ છેવટનું મંગલ પણ આવશ્યક હોવાથી તમારો પ્રશ્ન નકામો છે..
તેમાં મffrofથનાdf ગાયામાં આદિ મંગલ કહ્યું. UT Fત્તિ - આદિ મધ્યમંગલ છે, કેમકે વંદન વિનયરૂપ છે, તે અત્યંતર તપનો ભેદ છે, તપના ભેદપણાથી મંગલપણું છે તથા “પચ્ચકખાણ” ઈત્યાદિ છેલ્લું મંગલ છે. કેમકે તે બાહ્ય તપના ભેદરૂપ છે.
[પ્રશ્ન આ ત્રણે મંગલો શાથી જુદા છે કે એકપણે છે? જો તે ભિન્ન છે તો શારા અમંગલ છે, અન્યથા તેનો ભેદ ઉત્પન્ન ન થાય. જો અમંગલ છે, તો બીજા સો મંગલ કરો તો પણ તે મંગળ થાય નહીં. તેથી મંગલને બતાવવું વ્યર્થ છે. મંગલના ઉપાદાનથી પણ ઈચ્છિત સિદ્ધિ નહીં થાય. જેમ પૂર્વે અમંગલ માટે મંગલ કહ્યું તેમ બીજું પણ મંગલ કહેવું જોઈએ. કેમકે આધ મંગલ કહેવા છતાં શાસ્ત્ર તો અમંગલ જ રહ્યું. એ રીતે ફરી ફરી કહેવા છતાં પણ ભિન્ન હોવાથી અમંગલ મંગલ થશે નહીં.
જો તેને અભિન્ન માનો તો શાસ્ત્ર પોતે જ મંગલ થયું, તો અન્ય મંગલ બતાવવું નકામું થયું, કેમકે મંગલભૂત શાસ્ત્ર છતાં અન્ય મંગલ બતાવો છો ! એમ મંગલ માટે બીજું મંગલ બતાવો તો એ રીતે અનવસ્થા દોષ આવશે. હવે જો અનવસ્થા ન ઈચ્છો તો મંગલના અભાવનો પ્રસંગ આવશે. કઈ રીતે ? મંગળભૂત શાસ્ત્રને અન્ય મંગળની અપેક્ષા રાખવી પડે તો મંગલના અભાવે અમંગળપણું આવશે. • X - એ રીતે મંગલનો અભાવ સિદ્ધ થયો.
(સમાધાન) ભિન્ન પક્ષમાં કહેલ દોષનો અભાવ છે, કેમકે અમે તે ભિ પટ્ટા માનતા જ નથી. કદાચ ભિન્ન પક્ષ માનીએ તો પણ લવણ અને પ્રદીપ આદિની જેમ
સ્વ-પરને અનુગ્રહ કરવાથી તમે કહેલ દોષોનો અભાવ થયો. અભિપક્ષમાં પણ મંગલનું ઉપાદાન અનર્થક નથી. શિષ્યની મતિના મંગલને ગ્રહણ કરવા માટે શાસ્ત્રાનું મંગલવ બતાવવાથી જ તે લાભ છે. આનો ભાવાર્થ એ છે કે- આ શાસ્ત્ર જ મંગલ છે, તેમ શિષ્ય કેમ જાણે ? એ રીતે આ શાસ્ત્ર મંગલ છે, તેમ કહેવાય છે.
[પ્રશ્ન કદાચ આ શાસ્ત્ર મંગલ છે, તેમ શિષ્ય ન જાણે તો પણ સ્વતઃ મંગલરૂપપણે હોવાથી પોતાનું કાર્ય સાધવા માટે પર્યાપ્ત છે, પછી મંગળ બતાવવું અનર્થક કેમ નહીં ? (સમાઘાન] ના, અમારો અભિપ્રાય તમે જાણતા નથી. સાધુની જેમ મંગલને પણ મંગલબુદ્ધિએ માનતાં તે મંગલકારી થાય છે. જેમકે - સાધુ મંગલભૂત હોવા છતાં પણ મંગલબુદ્ધિથી સ્વીકારતા પ્રશસ્ત ચિત્તવૃત્તિવાળા ભવ્યને તે કાર્ય પ્રસાધક થાય છે. જો તે પ્રમાણે ન માને તો કાળા હૃદયવાળા કપટીને સાધુ લાભ ન કરે. તેમ શાસનું પણ છે.