________________ ઉપોદ્દાત નિ 510 240 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નથી. ત્યારે ખબર પડે છે કે આ કોઈ દેવમાયા હતી. - નિયુક્તિ-૫૧૧ : સિદ્ધાપુર ગયા, ચોર માન્યા, અશ્વવણિક કૌશિકે છોડાવ્યા, વજગામ, ચાલ્યા. અનેષણા જામી, બીજે દિને જાણું, ઉપશાંત છે. * વિવેચન-૫૧૧ - [આટલા પદો છે, પદનો અર્થ આ કથાથી જાણવો-] પછી ભગવંત સિદ્ધાર્થપુર ગયા. ત્યાં પણ દેવે તેમને ચોર પણે કરાવ્યાં. લોકો ચોર સમજી ભગવંતને પકડી ગયા. ત્યાં કેંશિક નામે ઘોડાનો વ્યાપારી હતો. તેણે કુંડપુરે ભગવંતને જોયેલા હતા. તેણે છોડાવ્યા. ને ત્યાંથી ભગવંત વગામમાં ગયા, ગોકુળમાં તે દિવસે ક્ષણ હોવાથી બધે જ ખીર બનાવેલી હતી. તે સંગમ દેવે ઘણાં જ ઉપસર્ગો કરીને રહ્યો. ભગવંતે વિચાર્યું કે - છ માસ ગયા. તે દેવ ગયો લાગે છે અમ માનીને ભિક્ષાર્થે ચાલ્યા. પણ દેવ જેવી અનેષણા કરે છે, ત્યારે સ્વામી ઉપયોગવાળા થઈને જુએ છે. તેથી ભગવંત અડધું ચાલીને પાછા આવે છે અને બહાર જ પ્રતિમા ધ્યાને રહી જાય છે. સંગમ દેવ પણ સ્વામીને અવધિ [વિભંગ ?] જ્ઞાન વડે અવલોકે છે. શું તે ભગ્ન પરિણામી થયા કે નહીં ? ત્યારે ભગવંતને પૂર્વવત્ જ શુદ્ધ પરિણામવાળા જોયા. ત્યારે તેવા જોઈને સંગમદેવ વિચારે છે કે આમને ક્ષોભિત કે ચલિત કરવા શક્ય નથી. જે છ માસે ચલિત ન થયા, તે દીર્ધ કાળે પણ ચલિત કરવા શક્ય નથી. ત્યારે ભગવંતને પગે પડીને કહે છે - જે શકએ કહ્યું હતું તે સત્ય છે. ભગવન્! મને બધાં માટે ક્ષમા કરો. હું ભગ્ન પ્રતિજ્ઞ થયો છું અને આપ સમાપ્ત પ્રતિજ્ઞાવાળા થયા છો. * નિયુક્તિ -પ૧૨,૫૧૩ : જાઓ, ભિક્ષા માટે ચાલો, હું કંઈ નહીં કરું. મને કંઈ કહેવાની જરૂર નથી, ત્યાં જ ઘરડી ગોવાલણે ખીર વહોરાવી, વસુધારા થઈ. છ માસનો અનુબદ્ધ દેવે કર્યો, ઉપસર્ગો કર્યા. વજ ગામમાં પ્રચલિત જોઈને, વીર ભગવંતને વાંદીને પાછો ફર્યો. * વિવેચન-૫૧૨,૫૧૩ - જ્યારે સંગમે કહ્યું કે હવે આપ વિચરો, હવે હું ઉપસર્ગ નહીં કરું, ત્યારે ભગવંત કહે છે કે - ઓ સંગમ! હું કોઈના કહેવાથી કે ઈચ્છાથી ભ્રમણ કરતો નથી કે રોકાતો પણ નથી. ત્યારપછી બીજે દિવસે ત્યાં જ ગોકુળમાં ચાલતા, કોઈ વૃદ્ધ ગોવાલણે પષિત [વાસી ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવો પ્રગટ થયા. કોઈ કહે છે - તે દિવસે ખીર વડે લાભ પ્રાપ્ત ન થયો, તેથી બીજે દિવસે મળશે એમ ધારીને તૈયાર કરીને પ્રતિલાભિત કર્યા. આ તરફ સૌધર્મકામાં બધાં દેવો, તે દિવસ સુધી ઉદ્વિગમનથી રહેતા હતા. સંગમદેવ સૌધર્મ કર્ભે ગયો. ત્યાં શકએ તેને જોઈને અવળુ મુખ કરી લીધું અને બોલ્યો કે- ઓ દેવો ! સાંભળો. આ દુરાત્મા [સંગમ દેવ) છે. તેણે અમારા કે અન્ય દેવોના ચિત્તની શાંતિ રાખી નથી. કારણ કે તેણે તીર્થકરની આશાતના કરી છે, તેનું અમારે કોઈ કામ નથી. તેની સાથે કોઈએ વાત કરવી નહીં, તેને તત્કાળ દેશનિકાલ કરો. ત્યારે કાઢી મૂકાયેલો સંગમદેવ દેવીની સાથે મેરુ પર્વતની ચૂડાએ યાનક વિમાન વડે આવીને રહ્યો. બાકીના દેવોને ઈન્દ્રએ રોકી લીધા. તેની સાગરોપમની સ્થિતિ છે. તે નિયુક્તિકાર કહે છે - * નિર્યુક્તિ-૫૧૪ + વિવેચન : - દેવે નિકાલ કરેલ તે મહર્તિક, ઈન્દ્રનો સામાનિક દેવ દેવલોકથી ભ્રષ્ટ થઈને મેર પર્વતની ચલિકાએ વિમાન વડે આવીને પોતાની સ્ત્રી સાથે પરિવરીને ત્યાં રહ્યો. બાકીનું સાગરોપમ આયુષ્ય ત્યાં પુરું કરશે. ઈન્દ્રના દ્વારા નિષેધ કરવાથી તેના ભકત દેવો દેવલોકમાં જ રહ્યા. * નિયુક્તિ-૫૧૫,૫૧૬ : આલભિકામાં વિધુતકમરેન્દ્ર જિનેશ્વરની ભક્તિથી વાંદીને જાય છે, ભગવંતની સાતા પૂછે છે, બોલે છે કે - હે પ્રભુ ! આપે ઘણાં ઉપસર્ગો જીતી લીધા છે, હવે થોડાં જ બાકી છે. તાંબિકામાં હરિસહ, શ્રાવસ્તીમાં કંદ પ્રતિમાને શક પ્રભુ પ્રત્યે નમાવે છે, લોકોને પ્રતિમા અવતરણ દ્વારા વંદન કરાવે છે. * વિવેચન-૫૧૫,૫૧૬ :ત્યારપછી ભગવંત વિહાર કરી આલંભિકાએ ગયા. ત્યાં વિધુતકુમારેન્દ્ર તરી આવ્યો. ત્યારે તેણે વંદન કરીને ભગવંતનો મહિમા કર્યો. પછી કહ્યું કે- હે ભગવન! હું આપની શાતા પૂછું છું. ઉપસર્ગો ઘણા બધા પુરા. થયા, હવે થોડાં જ બાકી છે. આપને હવે થોડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું છે. ત્યાંથી ભગવંત શ્વેતાંબી નગરી ગયા. ત્યાં વિધુકુમારેન્દ્ર હરિસ્સહ ભગવંતને શાતા પૂછવાને આવ્યો. ત્યાંથી ભગવંત શ્રાવસ્તી ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં સ્કંદ પ્રતિમાનો લોકમાં ઘણો જ મહિમા હતો. શકો અવધિ જ્ઞાન પ્રયોજ્ય તેટલામાં છંદ પ્રતિમાને પૂજા કરતા અને ભગવંતનો આદર ન કરતાં લોકોને જુએ છે. તેથી નીચે આવ્યો. તે પ્રતિમા અલંકૃત હતી, રથમાં વળગી ગઈ. ત્યારે શકએ તે પ્રતિમામાં પ્રવેશીને ભગવંત હતા તે માર્ગે પ્રસ્થાન કર્યું. લોકો સંતુષ્ટ થઈને કહે છે - દેવ સ્વયં જ ચાલ્યા છે. જ્યાં સ્વામી હતા ત્યાં