________________
ઉપોદ્ઘાત નિં ૪૭૪
૨૧૫
• વિવેચન-૪૭૪ :વૃત્તિકારશ્રીએ પણ અહીં પદો જ નોંધેલ છે. કથા પૂર્વે કહી છે. • નિયુક્તિ-૪૭૫
બ્રાહ્મણ ગામમાં નંદ અને ઉપનંદ, તેજ, પત્યઈ, ચંપા, પ્રભુનો ભેમાસીનો તપ, ચોમાસુ, મુનિ ખરે છે.
• વિવેચન-૪૭૫ :
પદો કહ્યા. આના પદોનો અર્થ કથાનક વડે જાણવો. તે આ –
ત્યારપછી ભગવંત બ્રાહ્મણગ્રામે ગયા. ત્યાં નંદ અને ઉપનંદ બે ભાઈઓ હતા. ગામમાં બે પાળા હતા. એક નંદનો અને બીજો ઉપાનંદનો. ત્યારે ભગવંત નંદના પાળામાં પ્રવેશ્યા. નંદના ઘેર ગયા.
ત્યાં નંદે પયુષિત અન્ન વડે પ્રતિલાભિત કર્યા.
ગોશાળો ઉપનંદના ઘેર ગયો. તેણે ઉપનંદને કહ્યું કે – ભિક્ષા આપો. ત્યારે ત્યાં ભિક્ષાની વેળા ન હતી. તેથી ઠંડા ભાત લાવ્યા. તે ગોશાળાને ઠંડા ભાતની ઈચ્છા ન હતી. પછી તેણીને દાસી કહીને ગોશાળાએ તેના ઉપર તે ભાતને ફેંક્યા અને અપ્રીતિથી બોલ્યો કે –
જો મારા ધર્માચાર્યનું કંઈ તપ-તેજ હોય તો આનું ઘર બળી જાઓ, ત્યારે ત્યાં નીકટમાં રહેલાં વ્યંતરોએ ભગવંતનું વચન ખોટું ન થાય, તેમ સમજી તેઓએ તે ઘર બાળી નાંખ્યુ.
પછી ભગવંત ચંપા નગરી ગયા, ત્યાં ચોમાસુ રહ્યા. ત્યાં બેમાસક્ષમણ [બે માસી] નું તપ કર્યુ. વિચિત્ર તપોકર્મ કર્યા. સ્થાન આદિ પ્રતિમા-કાયોત્સર્ગ કરે છે. ઉત્ક્રુટુક સ્થાનાદિ કરે છે.
આ પ્રમાણે ત્રીજું ચોમાસું થયું. • નિયુક્તિ-૪૭૬ :
કાલાય સંનિવેશમાં શૂન્યગૃહમાં, સીંહ, વિધુન્મતી ગોષ્ઠીદાસી, સ્કંદ, દંતિલિકા, પાત્રાલક, શૂન્યાગારમાં. [આ પદો છે.]
• વિવેચન-૪૭૬ :
=
વૃત્તિકારશ્રી પણ આ રીતે જ પદો નોંધીને કહે છે કે – અક્ષર ગમનિકા ક્રિયા અધ્યાહાથી સ્વ બુદ્ધિથી કરી લેવી અને પદાર્થની જાણકારી કથાનકથી પ્રાપ્ત થઈ શકે છે –
પછી છેલ્લી બેમાસી તપના પારણું બહાર કરીને કાલાક નામે સંનિવેશમાં ગોશાળાની સાથે ભગવંત ગયા. ત્યાં ભગવંત શુન્યગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યા.
ગોશાળો પણ તેના દ્વાર માર્ગે રહ્યો.
ત્યાં સીંહ નામે ગ્રામકૂટ-કોટવાળનો પુત્ર હતો. તે વિધુત્સતી નામે ગોષ્ઠી દાસીના સાથે તે જ શૂન્ય ગૃહમાં પ્રવેશ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ત્યાં આવીને તે બોલ્યો – જો અહીં કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કે પર્થિક અથવા અન્ય કોઈ રહેલા હોય અને તે સાધના કરતા હોય તો અહીંથી બીજે ચાલ્યા જાય. ભગવંત તો મૌનપૂર્વક રહ્યા.
ગોશાળો પણ મૌન રહ્યો. તે બંને (યુગલ) ત્યાં રહી [ક્રીડા કરી] નીકળી ગયા. ગોશાળા વડે તે સ્ત્રીનો સ્પર્શ થયો. દાસી બોલી - અહીં કોઈ છે સીંહ ગ્રામકૂટે તેને પકડીને માર્યો. આ ધૂર્ત અમને અનાચાર કરતા જોઈને રહેલો હતો. ત્યારે ગૌશાળાએ ભગવંતને કહ્યું –
મને એકલાને માર પડ્યો, તમે કેમ નિવારવા ન આવ્યા. ત્યારે ત્યાં રહેલા સિદ્ધાર્થે કહ્યું – શા માટે તારા શીલની રક્ષા કરતો નથી. શું અમારે પણ માર ખાવો ? અંદર કેમ રહેતો નથી ? પછી દ્વારમાં રહ્યો.
ત્યાંથી નીકળી ભગવંત પાત્રાલકે ગયા.
ત્યાં પણ શૂન્યગૃહમાં રહ્યા, ગોશાળો પણ ભયથી અંદર રહ્યો. ત્યાં સ્કંદક નામે ગ્રામકૂટ-કોટવાળનો પુત્ર હતો. પોતાની દાસી દંતિલિકાની સાથે લજ્જાને કારણે તે જ શૂન્યગૃહમાં ગયો.
તે બંનેએ પણ સીંહ કોટવાલપુત્ર માફક જ પૂછ્યું. તે પ્રમો જ ભગવંત અને ગોશાળો બંને મૌન રહ્યા.
૨૧૬
જ્યારે સ્કંદક અને દંતિલિકા ક્રીડા કરીને નીકળ્યા ત્યારે ગોશાળો હસ્યો - ઉપહાસ કર્યો. ત્યારે ફરી પણ માર ખાધો. ત્યારે ભગવંતની જુગુપ્સા કરતાં બોલ્યો. મને માર પડે છે, તો પણ તમે તેને અટકાવતા નથી. - x -
ત્યારે સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું – તું તારી પોતાના દોષથી માર ખાય છે, શા માટે મોટું ઠેકાણે રાખતો નથી ?
પછી ભગવંત કુમારક સંનિવેશ ગયા. ત્યાં ચંપરમણીય ઉધાનમાં પ્રતિમા ધ્યાને ભગવંત રહ્યા.
આ તરફ પાર્સ્થાપત્ય મુનિચંદ્ર નામના સ્થવિર, બહુશ્રુત અને ઘણાં શિષ્યના પરિવારવાળા હતા, તે ત્યાં સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં રહ્યા. તે જિનકલ્પપ્રતિમા કરતા હતા. તેથી શિષ્યને ગચ્છમાં અગ્રણીરૂપે સ્થાપીને નીકળેલા.
આ જ કથાને જણાવતા નિર્યુક્તિકાર કહે છે – • નિર્યુક્તિ-૪૭૭
:
મુનિચંદ્ર સૂરિ, કુમાર સંનિવેશ, કૂપનય, સંપરમણીય ઉધાન, ચૌરાક સંનિવેશ, ગુપ્તચર, કૂવમાં નાંખવા, સોમા અને જયંતી ઉપશાંત કર્યા. • વિવેચન-૪૭૭ :
પદો તો વૃત્તિકારશ્રીએ ઉપર મુજબ જ કહ્યાં છે. પદાર્થના જ્ઞાન માટે કથાનક દ્વારા જાણકારી રજૂ કરી છે. તે આ –
કુમાર સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં મુનિચંદ્રસૂરિ સત્વભાવના વડે