________________
ઉપોદ્ઘાત નિ ૪૬૧
૨૦૩
૨૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પછી ભગવંત એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે ઈન્દ્રશર્મા સુર્ય હતો ત્યાં જ ધૂપ અને પુણ્ય પૂજા કરીને કાપેટિક, કારોટિકાદિ બધાંને જોઈને બોલે છે - અહીંથી જાઓ, જેથી વિનાશ ન પામો. તેણે દેવાર્યને પણ કહ્યું - તમે પણ નીકળી જાઓ, જેથી તમને મારી ન નાંખે, ત્યારે પણ ભગવંત મૌન થઈને રહ્યા.
ત્યારે તે વ્યંતર વિચારે છે કે- દેવકુલિકે અને ગ્રામમુખીએ કહેવા છતાં આ જતો નથી, જુઓ ! તેના શું હાલ કરું છું. ત્યારે સંધ્યા થતાં ભયંકર અટ્ટહાસ્ય મુકતો બીવડાવે છે. ઉકત કથનનો ઉપસંહાર કરતા આ બે ગાથા કહેલી છે -
• નિયુક્તિ -૪૬૨,૪૬૩ -
દૂઈજ્જતક પ્રભુના પિતાનો મિત્ર હતો. ભગવંતે તીવ્ર પાંચ અભિગ્રહો કરાઈ. આપતિક વસતિમાં ન રહેવું કાયા વોસિરાવવી, મૌન પાળવું, હાથને જ પાત્ર કરવું, ગૃહીને વંદન ન કરવું.
ત્યાંથી વેગવતી નદીને કાંઠે વર્ધમાનપુર હતું. ધનદેવ, શૂલપાણી યક્ષ, ઈન્દ્રશમ, અસ્થિક ગામે ગમન.
• વિવેચન-૪૬૨,૪૬૩ -
વિચરતા ભગવંત મોરાક સંનિવેશ પહોંચ્યા. ત્યાંનો નિવાસી દૂઈજ્જતક નામે પાખંડી તિજ્જતક જ કહેવાતો. પિતા સિદ્ધાર્થનો મિત્ર. તેણે ભગવંતને વસતિ આપવાનું કહ્યું. બીજે વિચારીને ભગવંત વર્ષ કાળ આવતા ફરી ત્યાં જ આવ્યા. કુલપતિનો અભિપ્રાય જાયો.
ભગવંતે પાંચ રૌદ્ર અભિગ્રહો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે છે – વેત્ત - પ્રીતિ. ભગવંત પ્રતિ જે અવગ્રહમાં પ્રીતિ ન હોય તે પ્રીતિક અવગ્રહ, મારે તે વસતિમાં રહેવું નહીં.
હંમેશા કાયાને વોસિરાવીને અને મૌનપૂર્વક રહેવું. હાથ એ જ પણ એમ સ્વીકારી હાથમાં જ ભોજન કરવું. ગૃહસ્થને વંદન કે સામા જવું ઈત્યાદિ કર્તવ્ય ન કરવા.
આવા અભિગ્રહો લઈને તથા ત્યાંથી નીકળીને વર્ષાકાળમાં અસ્થિક ગ્રામમાં રહ્યા. તે અસ્થિગ્રામ પૂર્વે વર્ધમાનપુર નામે હતું. પછી આ રીતે તેનું નામ અસ્થિગ્રામ થઈ ગયું. ત્યાં વેગવતી નદી હતી. ધનદેવ નામે એક સાર્થવાહ હતો. તે મુખ્ય બળદ વડે અનેક ગાડા સહિત ઉતર્યો. તે બળદને અનેક ગાડાંને ઉતારતા હદય છેદ થઈ ગયો. સાર્થવાહ તેને ત્યાં જ ત્યજીને ચાલ્યો ગયો.
તે વર્ધમાન નિવાસી લોકોએ તે બળદની દરકાર ન કરી, તેનાથી મરીને તે બળદ ત્યાં જ શુલપાણી યક્ષ થયો. ભય પામીને લોકોએ એક આયતન બનાવીને, તે યક્ષની ત્યાં પ્રતિષ્ઠા કરી. ત્યાં ઈન્દ્રશમ નામનો પ્રતિ જાણક - સાર સંભાળ લેનારો મૂક્યો.
એ રીતે બીજી ગાથાની અક્ષર ગમનિકા સ્વબુદ્ધિથી કરવી.
શેષ કથાનક - જ્યારે શૂલપાણી યક્ષ અટ્ટહાસ્ય વડે ભગવંતને ક્ષોભાયમાન કરવા પ્રવૃત થયો, ત્યારે બધાં લોકો તેના શબ્દો સાંભળીને ડરી ગયા. હમણાં તે દેવાયને મારી નાંખશે.
ત્યાં ઉત્પલ નામે દીક્ષા છોડેલ પાર્શ્વનાથ પરંપરાનો સાધુ પછી પધ્રિાજક અને અષ્ટાંગ નિમિત જાણનાર થયેલો લોકો પાસેથી તે સાંભળીને આ ક્યાંક તીર્થકર ના હોય એમ અવૃતિ કરવા લાગ્યો. કેમકે રાત્રિના જતાં તે ડરતો હતો.
ભગવંત જ્યારે હાસ્યથી ન ડર્યા, ત્યારે પક્ષે હાથીનું રૂપ લઈ ઉપસર્ગ આરંભ્યા. પછી પિશાચનું રૂપ, નાગનું રૂપ વિકુવ્યું. આ બધાંથી જયારે ભગવંતને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો ત્યારે સાત પ્રકારની વેદનાની ઉદીરણા કરી. તે આ પ્રમાણે - મસ્તકની વેદના, કર્ણવેદના, ચક્ષુવેદના, નાસિકા વેદના, દંત વેદના, નખ વેદના અને પીઠની વેદના. એક એક વેદના સામાન્ય લોકોના જીવિતનું સંક્રમણ કરવાને માટે સમર્થ હતી. તો સાતે વેદના સાથે કેવી ત્રાસદાયી થાય ? ભગવંતે આવી વેદના પણ સહન કરી. ત્યારે પણ તે દેવ જ્યારે ભગવંતને ચલાયમાન કરવા કે ક્ષોભ પમાડવા સમર્થ ન થયો. ત્યારે થાકીને ભગવંતને પગે પડી ગયો. હે ભટ્ટાક ! મને ક્ષમા કરો.
ત્યારે સિદ્ધાર્થ વ્યંતર દોડતો આવીને બોલ્યો - હે શૂલપાણી ! પાયિતના પ્રાચિંક ! શું તું જાણતો નથી કે આ સિદ્ધાર્થરાજાના પુત્ર એવા ભગવંત તીર્થકર છે. જો આ શક જાણશે તો તે તારો દેશનિકાલ કરી દેશે, ત્યારે તે યક્ષ ડરીને બમણી ક્ષમાયાચના કરે છે. સિદ્ધાર્થ તેને ધર્મ કહે છે. ત્યાં ઉપશાંત થઈ તે યક્ષ સ્વામીનો મહિમા કરે છે.
ત્યારે લોકો વિચારે છે કે – તે યક્ષ દેવાઈને મારી નાંખીને હવે ક્રીડા કરે છે, ત્યાં સ્વામી દેશોન ચાર પ્રહર અતિ પરિતાપ પામ્યા. પ્રભાતકાળે મુહર્ત માત્ર નિદ્રાપ્રમાદમાં સર્યા. ત્યારે આ દશ મહા સ્વપ્નો જોઈને જાગૃત થયા. તે આ પ્રમાણે -
(૧) તાલ પિશાચનું હણાવું, (૨) શેત પક્ષી, (૩) ચિમકોકીલ, બીજા અને ત્રીજા બંને પર્યાપાસના કરતા જોયા. (૪) બે પુષ્પની માળા, સુગંધી ફૂલથી યુક્ત, (૫) પર્યાપાસના કરતો ગાયોનો વર્ગ, (૬) પડા સરોવર, (૭) મારા વડે સાગર તરી જવાવો, (૮) સૂર્યના પ્રકીર્ણ રશ્મિ મંડલનું ઉંચે જવું. (૯) આંતરડા વડે મારાથી માનુણોત્તર પર્વતને વીંટવો, (૧૦) મેર પર્વત ચઢી જવું.
પ્રભાતે લોકો, ઉત્પલ અને ઈન્દ્રશર્મા આવ્યા. તેઓએ પૂજા, દિવ્યગંધ ચૂર્ણ, પુષ્પ વર્ષા જોયા, ભટ્ટારક ભગવંતને સર્વાગ અક્ષત જોયા. ત્યારે તે બધાં લોકો ઉત્કૃષ્ટ સીંહનાદ કરતાં પગે પડીને કહે છે – દેવાર્યએ દેવને ઉપશમિત કર્યો, મહિમા થયો. ઉત્પલે પણ ભગવંતને જોઈને, વાંદીને કહ્યું - હે સ્વામી ! આપે અંતિમ રાત્રિમાં દસ સ્વપ્નો જોયા. તેનું ફળ આ પ્રમાણે છે –
(૧) જે તાલ પિશાચ હણ્યો તેથી થોડો જ કાળમાં તમે મોહનીયને મૂળથી