________________
ઉપોદ્ઘાત નિ ૪૫૭
એવા દેવેન્દ્રો અને દાનવેન્દ્ર જિનેન્દ્રની શિબિકાને વહે છે. • વિવેચન-૯૯ :
ચલ – ગમનક્રિયાના યોગથી. સ્વચ્છંદ - સ્વાભિપ્રાયથી, વિકુર્વિત-દેવશક્તિ વડે કરેલ, આભરણ - કુંડલ આદિ. શું તેઓ પરનિર્મિત આભુષણોને ધારણ કરે છે ? તેવા વિકલ્પનો વિચ્છેદ કરવાને કહ્યું કે – સ્વ મતિ અનુસાર વિકુર્વિત આભરણધારી, કોણ ? દેવેન્દ્ર, દાનવેન્દ્ર.
=
ભાષ્ય-૧૦૦ :
પંચવર્તી પુષ્પોની દૃષ્ટિ કરતાં, દેવદુંદુભિ વગાડતા ખુશ થયેલા, દેવોના સમૂહથી આકાશ ચોતરફથી વ્યાપ્ત થયું.
• વિવેચન-૧૦૦ :
૧૯૭
ભગવંત શિબિકામાં આરૂઢ થઈને જતા હતા ત્યારે આકાશ સ્થળમાં રહેલાં, શુક્લાદિ પંચવર્તી પુષ્પોને વેરતા આદિ કોણ ? દેવ સમૂહ. પ્રહષ્ટ-પ્રકર્ષથી હર્ષિત થયેલા. ભગવંતની જ સ્તુતિ કરતા. એ પ્રમાણે સ્તવતા દેવો વડે બધી દિશામાં આકાશ વ્યાપ્ત થયું.
* ભાષ્ય-૧૦૧ :
જેમ શરદઋતુમાં કુસુમિત વનખંડ કે પદ્મસરોવર - કમળ પુષ્પના સમૂહથી શોભે છે. તેમ દેવગણોથી આકાશતલ શોભે છે.
• વિવેચન-૧૦૧ -
વનખંડની જેમ કુસુમિત - x - કુસુમભરેણ-હેતુભૂત થકી.
૭ ભાવ્ય-૧૦૨ -
જેમ સિદ્ધાર્થવન, આસનવન, શણન, અશોકવન, ચૂતવન નવા પુષ્પોથી શોભે છે, તેમ આકાશતલ દેવસમૂહથી શોભે છે.
• વિવેચન-૧૦૨ :
અસન એટલે બીજક, બાકી ગાથાર્થ મુજબ છે.
♦ ભાષ્ય-૧૦૩ :
અતીવન, કણવીવન, ચંપકવન, તિલકવન જેમ પુષ્પિત થયેલ શોભે છે, તેમ આ આકાશતલ દેવસમૂહથી શોભે છે.
• વિવેચન-૧૦૩ :
પ્રતી - માલવદેશમાં પ્રસિદ્ધ છે. - ૪ - શોભે છે આદિ પૂર્વવત્
* ભાષ્ય-૧૦૪ :
શ્રેષ્ઠ પટહ, ભેરી, ઝલ્લરી, દુંદુભિ, શંખ સહિત વાજિંત્રો વડે આકાશતલ
અને પૃથ્વીતલમાં વાજિંત્રનાદ ઘણો રમણીય બન્યો.
• વિવેચન-૧૦૪ --
ગાચાર્ય મુજબ છે. વિશેષ આ - નિનાદ્ - નિર્દોષ, વાજિંત્રનાદ.
૧૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
* ભાષ્ય-૧૦૫ :
એ પ્રમાણે દેવ, મનુષ્યની પર્યાદામાં પરિવરેલા, મધુર વાણીથી સ્તવાતા ભગવંત જ્ઞાતખંડ વનમાં આવ્યા.
• વિવેચન-૧૦૫ :
ઉક્ત વિધિથી દેવ, મનુષ્ય, અસુર સહિત, ગીરા-વાણી.
• ભાષ્ય-૧૦૬ :
ઉધાનમાં આવેલા ભગવંત ઉત્તમ શિબિકાથી ઉત્તરે છે, સ્વયં જ લોય કરે
છે. શક તે કેશને ગ્રહણ કરે છે.
• વિવેચન-૧૦૬ :
શક્ર એટલે દેવરાજા વૃત્ત અનુવાદથી અને ગ્રન્થાકારના વચનથી બધે જ વર્તમાનકાળનો નિર્દેશ અવિરુદ્ધ જ છે.
- ભાષ્ય-૧૦૭ :
જિનેશ્વરની આજ્ઞા લઈને ઈન્દ્ર, તે અંજન, મેઘ, રુચક જેવા નિર્મળ ચમકવાળા કેશોને ક્ષણમાં ક્ષીર સમુદ્રમાં પધરાવે છે.
• વિવેચન-૧૦૭ :
જિનવની અનુજ્ઞા પામીને શક્ર વડે - ૪ - ધન-મેઘ, રુક્-દીપ્ત, તેવા. સંકાશછાયા વિશેષ. અથવા જન ધનરુચક વિમલવત્ છાયાવાળા, સુચક - કાળો મણિ વિશેષ જ. એવા કેશ [વાળ] ક્ષણમાં લઈને, ક્ષીર જેવો સમુદ્ર તે ક્ષીરોદધિ.
આ સમયે ચાસ્ત્રિ સ્વીકારવા ઈચ્છતા ભગવંતને લીધે, શકના આદેશથી સુરઅસુર-મનુષ્યના વૃંદનો ઉદ્ભવેલ અવાજ અને વાજિંત્રનાદ રોકાઈ ગયો. આ જ
અર્થને જણાવવા કહે છે –
. ભાષ્ય-૧૦૮ *
શક્રના વચનથી દિવ્ય અને મનુષ્યનો અવાજ, વાજિંત્રોનો નાદ તુરંત જ બંધ થયા, જ્યારે ભગવંત ચાસ્ત્રિ ગ્રહણ કરે છે.
• વિવેચન-૧૦૮ :
દિવ્ય-દેવોનો, - ૪ - ક્ષીપ-જલ્દીથી, નિલુકા-અટક્યા. હવે ભગવંત જે રીતે ચાસ્ત્રિ ગ્રહણ કરે છે, તે વર્ણવતા કહે છે –
આ ભાષ્ય-૧૦૯ -
સિદ્ધોને નમસ્કાર કરીને, ચાત્રિ આરૂઢ ભગવંતે “સર્વે પાપ મારે અકરણીય છે” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો.
• વિવેચન-૧૦૯ :
ભગવંત ‘“ મયંત' શબ્દ રહિત સામાયિક ઉચ્ચરે છે. - ૪ - ચાસ્ત્રિના સ્વીકાર
કાળે અને સ્વભાવથી ભુવનના ભુષણરૂપ પણ સ્વયં આભુષણ રહિત થયેલા ભગવંતને ઈન્દ્ર દેવષ્યવસ્ત્ર આપે છે.