________________
ઉપોદ્દાત નિ ૪૪૪,૪૪૫
પ્રહારથી બધાં ફળ જમીન ઉપર પાડી દીધા
વિશાખાનંદીને કહ્યું કે - જે રીતે આ પાડી દીધા, તે જ રીતે હું તારું માથું પણ પાડી દઉં, જો હું કાકાનું બહુમાન ન કરતો હોત. હું તારા છoળને લીધે દૂર કરાયો છું. હવે આ ભોગો બસ છે. અપમાનને લીધે તે ભોગ છોડીને નીકળી ગયો. આર્ય સંભૂત સ્થવિર પાસે દીક્ષા લીધી. તેને દીક્ષા લીધી જાણી, રાજા અંતાપુર અને પરિવારજન સહિત યુવરાજ સાથે નીકળ્યો. તેમની ક્ષમા માંગી, પણ વિશ્વભૂતિએ તેની વિનંતી ન સ્વીકારી.
ત્યારપછી ઘણાં છ, અમ આદિ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે. એ રીતે વિચતાં મથુરા ગયો. આ બાજુ વિશાખાનંદી કુમાર ત્યાં મથુરામાં પણ ત્યાં ગયેલ, તેને રાજમાર્ગમાં આવાસ આપેલો. વિશ્વભૂતિ સાધુ માસક્ષમણના પારણે ચાલતા તે સ્થળે આવ્યા. જ્યાં વિશાખાનંદીકુમાર રહેલો. ત્યારે તેના નોકરે કુમારને કહ્યું - તમે આને જાણતા નથી. વિશાખાનંદી બોલ્યો- ના, નથી જાણતો, તેણે કહ્યું કે - આ વિશ્વભૂતિકુમાર છે. તેને જોઈને રોષ ચડ્યો. એટલામાં પ્રસૂતા ગાયના ધક્કાથી વિશ્વભૂતિમુનિ પડી ગયા. ત્યારે વિશાખાનંદીએ ઉત્કૃષ્ટ હાસ્ય કર્યું. પછી બોલ્યો કે - તમારું કોઠાના ફળ પાડી દેનારું બળ કયાં ગયું ?
ત્યારે વિશ્વભૂતિ અણગારે તેને જોયો. તેને જોઈને રોષથી તે ગાયના શીંગડાનો અગ્રભાગ પકડીને ઉંચે આકાશમાં ઉછાળી. સિંહ દુર્બળ હોય તો પણ શું શિયાળના બળથી હારી જાય? વિશ્વભૂતિને થયું - આ દુરાત્મા હજી પણ મારા પ્રત્યે રોષ ધરાવે છે ? ત્યારે તેણે નિયાણું કર્યું કે- જો મારા તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો હું આવતા ભવે અપરિમિતબળવાળો થઉં. તેની આલોચના કર્યા વિના મરીને વિશ્વભૂતિ મહાશુક કયે દેવ થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યો.
ત્યાંથી ચ્યવીને પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું પ્રજાપતિ નામ કઈ રીતે હતું ? પૂર્વે તેનું નામ રિપતિશબુ હતું. તેને ભદ્રા નામે જાણીથી અસલ નામે પુત્ર થયો. તે અસલની બહેન મૃગાવતી નામે કન્યા અતિ રૂપવતી હતી. તે બાલભાવથી મુક્ત થઈ, સવલિંકારથી વિભૂષિત થઈ, પિતાના પગે પડવા આવી. તેણીને પોતાના ખોળામાં બેસાડી, તે રાજા તેના રૂપ, ચૌવન અને અંગ સાર્શમાં મૂછ પામ્યો. તેણીને વિદાય આપી નગરજનોને પૂછ્યું - જે કોઈ રન રાજમાં ઉત્પન્ન થાય, તે કોનું? બધાં બોલ્યા- તમારું. એ પ્રમાણે ત્રણ વખત પૂછીને તે પુગીને બોલાવી. બધાં લજ્જા પામી નીકળી ગયા. રાજાએ જાતે ગાંધર્વ વિવાહ કરી, પુત્રીને પનીરૂપે સ્થાપી દીધી.
ભદ્રા સણી પુત્ર અયલની સાથે દક્ષિણાપયે માહેશ્વરીપુરી જઈને રહ્યા. મહા ઈશ્વર વડે બનાવેલી હોવાથી માહેશ્વરી. અચલ માતાને ત્યાં રાખીને પિતા પાસે આવ્યો. ત્યારે લોકોએ પ્રજાપતિ એવું નામ તે રાજાનું કરી દીધેલ. કેમકે આપણે પ્રજાને અંગીકાર કરેલી. ત્યારે મહાશુકથી ચ્યવીને તે મરીચિનો જીવ મૃગાવતીની કુક્ષીમાં
૧૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉત્પન્ન થયો. માતાએ સાત સ્વપ્નો જોયા. રવM પાઠકોએ કહ્યું – પહેલો વાસુદેવ થશે. જન્મ થયો. ત્યારે તેની પીઠમાં ગણ કરંડક હોવાથી ત્રિપૃષ્ઠ નામ થયું. અનુક્રમે યુવાન થયો.
આ તરફ મહામાંડલિક અશ્વગ્રીવ રાજાએ નૈમિત્તિકને પૂછ્યું - મને કોનાથી ભય છે ? તેણે કહ્યું - જે ચંદમેઘદૂતને આઘર્ષિત કરશે, તમારા મહાબલી સીંહને મારી નાંખશે તેનાથી ભય છે. તેણે વિચાર્યુ કે – પ્રજાપતિના બંને પુત્રો મહાબલી છે,
ત્યાં દૂતને મોકલ્યો. દૂત આવ્યો, રાજા ઉભો થયો. નાટક-પેક્ષણમાં ભંગ પડ્યો. બંને કુમારે પૂછ્યું - આ કોણ છે? તેણે કહ્યું કે - અશ્વગ્રીવરાજાનો દૂત છે. તે બંને બોલ્યા કે - જ્યારે આ પાછો જાય ત્યારે કહેજો. જ્યારે દૂતને વિદાય આપી, • x • માર્ગમાં જઈને અડધા માર્ગે તે બંને ભાઈઓએ તેને માર્યો તેમના જે સહાયક હતા, તે બધાં ચારે દિશામાં ભાગી ગયા.
રાજાએ સાંભળ્યું કે - મારા દૂતને આઘર્ષિત કર્યો, ત્યારે રાજાએ તે દૂતને બમણું - ગણગણું ભેટમું આપીને કહ્યું કે - તારા મા અઘણીવને ન કહેતો કે બંને કુમારોએ આમ કર્યું છે. દૂતે કહ્યું - સારું. પણ જેઓ નગરે પહોંચી ગયા, તેણે રાજાને કહી દીધું. ત્યારે અશ્વગ્રીવ કોપાયમાન થયો. પછી બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહ્યું કે- મારા શાલિના ખેતરની રક્ષા કરો. રાજાએ બંને કુમારોને બોલાવીને કહ્યું કે - કેમ અકાળે મૃત્યુને નોતરો છો ? • x • પછી રાજા જવાને નીકળ્યો. બિપૃષ્ઠ અને અચલે કહ્યું – અમે બંને જઈએ છીએ. તેમને રોક્યા તો પણ ધરાર ગયા.
જઈને ક્ષેત્રિકોને કહ્યું - બીજા રાજાઓ કઈ રીતે ક્ષેત્રની રક્ષા કરતા હતા ? તેઓએ કહ્યું – ઘોડા, હાથી, રથ, સૈન્યો વડે. પ્રાકાર કરીને. કેટલાં કાળ સુધી ? ખેતી થાય ત્યાં સુધી. બિપૃષ્ઠએ કહ્યું કે – બધાંને મારનાર તે સીંહ ક્યાં રહે છે ? મને તે પ્રદેશ બતાવો. તેઓ બોલ્યા કે- આ ગુફામાં રહે છે. ત્યારે કુમાર લઈને તે ગુફામાં પ્રવેશ્યો. લોકોએ બંને પડખે કકળાટ કરી મૂક્યો. તે સિંહ બગાસુ ખાતો નીકળ્યો. કુમારે વિચાર્યું કે આ પગ વડે આવે છે અને હું સ્થ વડે જઉં, તે યુદ્ધ વિસદેશ કહેવાય. હાથમાં તલવાર અને ખગ લઈને થી ઉતરી ગયો. ફરી વિચાર્યું કે - આ સિંહ દાઢ અને નખ વડે લડે છે, હું તલવાર અને ખગ વડે લડુ આ પણ બરાબર નથી. ત્યારે તલવાર અને ખગ્નનો પણ ત્યાગ કર્યો.
સીંહને રોષ ઉત્પન્ન થયો. આ એકલો રથમાં ગુફામાં આવ્યો, બીજું જમીન ઉપર ઉતર્યો, બીજું હથિયારો છોડી દીધા. હવે હું અને મારી જ નાંખ્યું. એમ વિારી મોટું કાળી, ગર્જના કરતો આવ્યો. ત્યારે કુમારે એક હાથે ઉપરનો હોઠ (જડબુ), બીજા હાથે નીચેનું જડબું પકડી લીધું. પછી તેના જીર્ણ વરુ માફક બે ફાડીયા કરી દીધા. ત્યારે લોકોએ ઉત્કટ ક્લિકિલાટ કર્યો. નીકટના દેવોએ ત્યાં આભરણ અને પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારે સીંહ રોષથી કંપતો હતો. હું આવા કુમારના હાથે મરાયો.