________________
ઉપોદ્ઘાત નિ ૪૩૫
૧૮૧
Hકથા - દાઢા. તેમાં ભગવંતની દક્ષિણની દાઢા શકએ લીધી, ડાબી ઈશાનેન્દ્ર, નીચેની જમણી અમરેન્દ્રએ, નીચેની ઉત્તરની બલીન્દ્રએ લીધી. બાકીના દેવોએ બાકીના અંગો ગ્રહણ કર્યા અને ચક્રવર્તી આદિએ ભસ્મ લીધી. બાકીના લોકોએ તે ભસ્મ વડે પંડ્રક-તિલકો કર્યો. પછી તે પ્રસિદ્ધ થયા.
સ્તૂપ અને જિનગૃહ • ભરતે ભગવંતને આશ્રીને, વર્ધકીનને કહીને એક યોજન લાંબો, ત્રણ ગાઉ ઉંચો, સિંહ નિષધાકારે જિનગૃહ કરાવ્યું. તેમાં સ્વ-સ્વ વણી પ્રમાણયુક્ત અને જીવાભિગમમાં કહેલા પરિવારયુક્ત ૪-તીર્થંકર પ્રતિમા તથા ૧૦૦ ભાઈઓની અને પોતાની પ્રતિમા કરાવી. ૧૦૦ ફૂપ કોઈ આક્રમણ ન કરે તે માટે ચાવ્યા. તેમાં એક ભગવંતનો અને ૯-ભાઈઓના હતા. લોઢાનો ચંદ્ર પુરષ ત્યાં બાપાલ રૂપે મૂક્યો. દંડવત્તથી અષ્ટાપદને ચોતરફથી છોલી નાંખ્યો, યોજને યોજને એવા આઠ પગથીયા કર્યા.
ગર ચક્રવર્તીના પુત્રોએ પોતાના વંશના અનુરાગાદિથી ખાઈ કરાવીને તેમાં ગંગા નદીનું અવતરણ કરાવ્યું. વિશેષ બીજા ગ્રંથથી જાણવું.
દેવો વડે ભગવંતની દાઢા ગ્રહણ કરાતા શ્રાવકોએ દેવો પાસે અતિશય ભકિતથી યાચના કરી. દેવો પણ તેમના પ્રયુરપણાથી મહા પ્રયત્નથી યાચના વડે દ્રવિત થઈ કહે છે “અહો યાચકો અહો યાચકો” પછી યાચક શબ્દ રૂઢ થયો. પછી અગ્નિને ગ્રહણ કરીને પોતાના ઘરમાં સ્થાપ્યો. તે કારણે તેઓ ‘હિતાગ્નિ પ્રસિદ્ધ થયા. તે અગ્નિના પરસ્પર કુંડમાં સંક્રાંતમાં આ વિધિ છે – ભગવંત સંબંધી અગ્નિ બધાં કુંડોમાં સંચરે છે, ઈક્વાકુ કુંડનો અગ્નિ બાકીના કુંડોમાં સંચરે છે, પણ ભગવંતના કુંડમાં એકે સંચરતો નથી. • x • હવે પતિહd દ્વાર -
• ભાણ-૪૫+વિવેચન :
ભરતે ૧૦૦ ભાઈઓના રસ્તૂપો કરાવ્યા. તથા ચોવીશ જિનગૃહ કરાવ્યું ઈત્યાદિ. હવે ભરતવક્તવ્યતા સંબંધી સંગ્રહગાથા -
• નિયુક્તિ -૪૩૬ -
ભરતનો આદર્શગૃહમાં પ્રવેશ, વીંટીનું આંગળીથી પડ્યું, બાકીના આભરણો ઉતરવા, સંવેગ પામવો, જ્ઞાન પ્રાપ્તિ અને દીક્ષા.
• વિવેચન-૪૩૬ :
ભગવંત નિર્વાણ પામ્યા. ભરત જિનાયતન કરાવીને અયોધ્યા પાછો આવ્યો. સમય જતાં શોકરહિત થયો. ત્યારે ફરી પણ ભોગ ભોગવવામાં પ્રવૃત્ત થયો. એ પ્રમાણે તેને પાંચ લાખ પૂર્વો ભોગ ભોગવતા વીત્યા. અન્ય કોઈ દિવસે બધાં અલંકારથી વિભૂષિત થઈ આદર્શગૃહમાં આવ્યો. ત્યાં પુરષ સવગિક દેખાય છે. ત્યાં પોતાને નિખતો હતો ત્યારે વીંટી પડી ગઈ. પણ તેને ખબર ન પડી કે ક્યારે પડી. એ પ્રમાણે પોતાને જોતો હતો ત્યારે જ્યાં વીંટી પડેલ આંગળી જોઈ, ત્યારે શોભારહિત લાગી. પછી કટકને ઉતાર્યા, એ રીતે એક એક કરતા બધાં આભરણો ઉતાય.
તે વખતે કમળો કાઢી લીધાં પછીના પા સરોવર માફક પોતાને શોભારહિત
૧૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જોઈને સંવેગ પામ્યો. વિચારવા લાગ્યો કે આગંતુક દ્રવ્યો વડે મારા શરીરની વિભૂષા છે, સ્વભાવિક સુંદર નથી. એમ ચિંતવતા અપૂર્વકરણ ધ્યાનમાં ઉપસ્થિત રહી કેવળજ્ઞાનને પામ્યો. ત્યારે દેવરાજ શકે આવીને કહ્યું કે - દ્રવ્યલિંગને સ્વીકારો, જેથી નિકમણ મહિમા કરું. ત્યારે તેણે પંચમુટ્ટી લોચ કર્યો. દેવતા વડે જોહરણ અને પાદિ ઉપકરણો અપાયા. ૧૦,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બાકીના નવ ચકી ૧૦૦૦ના પરિવાર સાથે નીકળ્યા. શકો વાંધા, એક લાખ પૂર્વનો પર્યાય પાળીને નિર્વાણ પામ્યા.
આદિત્યયશાનો શકએ રાજાપણે અભિષેક કર્યો. એ પ્રમાણે આઠ યુગપુરુષ સધી અભિષેક કરાયો. ભાવાર્થ કહ્યો. અક્ષરગમનિકા માટે ગાયાર્ય જોવો. આનુષાંગિક કહ્યું. હવે મરીચિ વકતવતા કહે છે -
• નિયુક્તિ-૪૩૩ :
મરીચિ પૂછનારને શુદ્ધ ધર્મ કહે છે. તૈયાર થયેલ શિષ્ય સાધુને આપે છે, તે બિમાર થતાં સાધુઓ સંભાળ લેતા નથી. કપિલને કહ્યું કે ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે.
• વિવેચન-૪૩૭ :
પૂર્વે વર્ણિત સ્વરૂપવાળો મરીયિ ભગવંતના નિર્વાણ પછી સાધુઓ સાથે વિચરતો અને લોકો પૂછે ત્યારે જિનપણિત ધર્મ જ કહેતો. ધર્મ સાંભળી તૈયાર થયેલ શિષ્યો સાધુને સોંપતો હતો. કોઈ દિવસે તે બિમાર થયો. સાધુઓએ તેને અસંયત જાણી તેની સંભાળ ન લીધી. મરીચિ વિચારે છે કે આ બધાં તો નિષ્ઠિકાર્ય છે, અસંયતની સેવા ન કરે. મને પણ તેમ કરાવવું કપતું નથી, તેથી કોઈ બોધ પામે તો હું તેને દીક્ષા આપું.
રોગમુક્ત થયા પછી કપિલ નામે કોઈ રાજપુત્ર ધર્મ શ્રવણ માટે તેની પાસે આવ્યો, તેને સાધુ ધર્મ કહ્યો. તેણે પૂછ્યું કે - જો આ માર્ગ છે, તો તમે કેમ આવો [વિચિત્ર વેશ સ્વીકાર્યો છે ? મરીચિએ કહ્યું “હું પાપી છું.” લોયાદિ કથન પૂર્વવત્ કહ્યું. કપિલ પણ કર્મના ઉદયથી સાધુધર્મ પ્રતિ અભિમુખ ન થયો. તેણે પૂછ્યું કે - શું તમારા દર્શનમાં ધર્મ નથી. મરીચિ પણ વિચારે છે કે - આ ભારે કર્યાં છે, તીર્થકરોકત ધર્મ તેને ગમતો નથી. મારે માટે યોગ્ય સહાયક છે. એમ વિચારી કહ્યું “કપિલ ! અહીં પણ ધર્મ છે જ. • x• કપિલે તે સાંભળીને તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ પણ આ વચનથી સંસાર વધાર્યો અને પગ પછાડતાં નીચ ગોત્ર કર્મ બાંધ્યું.
• નિયુક્તિ-૪૩૮,૪૩૯ :
એક જ દુભાષિણથી મરીચિએ દુઃખસાગર પ્રાપ્ત કર્યો. એક કોડાકોડી સંસાર સાગરમાં ભમ્યો. તે પ્રરૂપણા સંસારનું મૂળ બન્યું, પણ પછાડતાં [અહંકાર વડે નીચગોત્ર બાંધ્યું. તેને પ્રતિક્રખ્યા વિના જહા દેવલોકે ગયો. કપિલ પણ અહિંત કથન કરી બ્રહ્મ દેવલોકે ગયો.