________________
૪/-/૬૮૨
કે શ્રાવકે શ્રાવક્ષણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ.
નિરતિચાર વ્રતો પ્રશંસ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. હૈં આ શ્રમણધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચાર યુક્ત છે. જે પ્રમાણે મહાવ્રતો પાલન કરવાના શાસ્ત્રમાં જણાવેલા છે, તેમ યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવક માટે તો હજારો પ્રરના વિધાનો છે, તે વ્રત પાળે અને તેમાં અતિયાર ન લાગે તે પ્રમાણે શ્રાવકો અણુવ્રત ગ્રહણ કરે. [૬૩] ભગવન્ ! નાગિલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ?
હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો.
ભગવન્ ! કેવી રીતે ? ગૌતમ ! તે નાગિલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણા શ્રવાકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોરથી ભયં આવીમાં સર્વ પાપ લિમલના ક્લેક રહિત ચરમ હિતારી સેંક્ડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થં ભગવતનું વચન છે એમ જાણીને—
નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સારસંભાળ કે ટાપટીપ ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કરેલું હતું.
હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થંકર ભગવંત, અચલિત સત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા, ઉત્તમાર્થ -સમાધિમરણ સાધી આપનાર અતિશયવાળી દેશના ક્હી. જળવાળા
મેઘસમાન ગંભીર અને દેવદુંદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થંકરની વાણી શ્રવણ કરે તો શુભ અધ્યવસાય કરતો અપૂર્વણથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ અંતકૃત કેવલી
થયો.
એ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ ! કુશીલ સંસર્ગનો ત્યાગ કરનારને આટલું અંતર થાય છે.
૯
મહાનિશીથ સૂત્ર અધ્યયન-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
××
-*-* -
Jain Education International
For Private & Personal Use Only
×
www.jainelibrary.org