________________
૮૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુશીલ સંસર્ગનો ત્યાગ ક્રવાનો છે. જો તેનો ત્યાગ ન ક્રે તો સંયમ જ તું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશંસા ક્રવી, તેની જ ઉન્નતિ
વી. તેની જ સલાહ આપવી. તે જ આચરવું કે જે ભગવંતે કહેલાં આગમમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર, સંભોમય, ખમ્મધારી, તેનશ્રમણ, દુદન્ત દેવ, રક્ષિતમુનિ, વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા હેવી ? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્કવો.
ફિ૮] ભગવન્! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નાગિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમશાસ્ત્રની યુક્તિથી? ગૌતમ ! બિચારા શ્રાવને તમે કહેવાનું સામર્થ્ય શું હોય? જો કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના ક્લતિલક મરક્ત રત્ન સમાન શ્યામ નંતિવાળા બાવીશમાં ધર્મ તીર્થક્ર અરિષ્ટનેમિ નામે હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીક્ત આચારાંગ સૂત્રમાં અનંતગમપર્યવના જ્ઞાતા કેવલી ભગવતે પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણ કરેલી. ત્યાં છબીશ આચારોની પ્રજ્ઞાચના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી ક્રવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન રે, આચરે, પુરુષે તો અનંત સંસારી થાય.
તેથી હે ગૌતમ ! જેણે એક મુખવસ્ત્રિજ્ઞનો અધિક પરિગ્રહ ર્યો તો તેના પાંચમાં મહાવતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા, ચિંતવ્યા પછી તેને આલોચ્યા નહીં. તો તેણે બ્રહ્મચર્યની ગતિની વિરાધના કરી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર ધેવાય તેમ અહીં ચોથા મહાવતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે અણ દીઘેલી રાખ લઈ લીધી. તેના ત્રીજા મહાવતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલાં સૂર્યોદય થયો એમ ક્યું. તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી સંક્રમણ ર્ક્સ, બીજાય ચાંપ્યા, વસ્ત્રથી વનસ્પતિનય સંઘટ્ટો થયો, વિજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ ક્રતા મુહપત્તિથી વાયુ કાયની વિરાધના કરી. તે બધાંને પહેલું મહાવ્રત ભાંગ્યું. એમ તેના પાંચ મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમ યુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઇષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય
હે ભગવન! તો શું આ દૃષ્ટાંત વિચારીને જ મહાવતો ગ્રહણ ક્રવા? ગૌતમ ! આ વાત યથાર્થ છે.
ભગવનું ! ક્યા શરણે ? ગૌતમ ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે જ ભેદો હેલા છે. ત્રીજો ભેદ ન્હેતો નથી. અથવા ભગવતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલ છે, તે પ્રમાણે સુશ્રમણપણાનું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવક્વણું યથાર્થ રીતે પાલન ક્રવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org