________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
આશ્રવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, સુકથિત ધર્મ અને બોધિદુર્લભ એમ બાર પ્રારે ભાવના જાણવી.
૭૮
આ કે આવા સ્થાને પ્રમાદ કરે તે ચારિત્ર કુશીલ.
[૬૪૫] તપ કુશીલ બે ભેદે – બાહ્ય તપકુશીલ, અત્યંતર તપ શીલ. જે કોઈ મુનિ વિચિત્ર એવું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિ તપ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાર્ય ક્લેશ, અંગોપાંગ સંકોચવા રૂપ સંલીનતા. આ છ તપમાં છતી શક્તિએ ઉધમ રતા નથી, તે બાહ્ય તપ કુશીલ કહેવાય.
તથા જે કોઈ વિવિધ પ્રાયશ્ચિત લેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપમાં ઉધમ તાં નથી તે આપ્યંતર તપકુશીલ હેવાય. [૬૪૬, ૬૪૭] બાર ભેદે ભિક્ષુ પ્રતિમાઓ આ છે એક માસિકી, બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાત માસિકી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાત્રિકી, નવમી સાત અહોરાત્રિકી, દશમી-સાત અહોરાત્રિકી, અગિયારમી – એક અહોરાત્રિકી અને બારમી એક્ટાત્રિકી. એ બાર ભિક્ષુ પ્રતિમા જાણવી.
—
[૬૪૮] અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ કરવા. ક્ષેત્રથી ગામમાં કે ગામ બહાર ગ્રહણ કરવું. કાળથી પહેલી વગેરે પોસિમાં ગ્રહણ કરવું. ભાવથી ક્રોધાદિ ક્યાયવાળો આપે તો ગ્રહણ કરીશ.
આ પ્રમાણે ઉત્તર ગુણો સંક્ષેપથી ક્થા. તેમ મ્હેતાં ચાસ્ત્રિાચાર પણ સંક્ષેપથી પૂર્ણથયો. તપાચાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વીર્યાચાર તે કહેવાય જે આ પાંચ આચારોમાં ન્યૂન આચાર ન સેવે.
આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી જોઈને અજાણ્યાથી, દર્પથી, પ્રમાદી, ક્લ્પથી, કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરુ પાસે આલોવીને માર્ગ જાણાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે બરાબર આચરે. આ પ્રકારે ૧૮૦૦૦ શીલાંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે તે પ્રમાદકુશીલ
સમજવો.
[૬૪૯] તે પ્રમાણે ઓસન્ના વિશે જાણવું. જ્ઞાનાદિના પાસસ્થા, સ્વચ્છંદ, ઉત્સૂત્રગામી, શબલોને અહીં લખતા નથી.
અહીં ક્યાંક ક્યાંક જે બીજી વાચના હોય તો તે સારી રીતે શાસ્રસાર જાણેલા ગીતાર્થવર્ષો સંબંધ જોડી દેવો. કેમ કે મૂળપ્રત ઘણી વિનષ્ટ થઈ છે. આગળ જ્યાં જ્યાં સંબંધ જોડવાની જરૂર પડી ત્યાં ત્યાં શ્રુતધરોએ એક્ઠા મળીને અંગોપાંગ સહિત બાર અંગરૂપ શ્રુતસમુદ્રમાંથી અન્ય અન્ય અંગ, ઉપાંગ, શ્રુત, સ્કંધ, અધ્યયન, ઉદ્દેશામાંથી યોગ્ય સંબંધો એક્દા કરીને જે કંઈ સંબંધ ધરાવતા હતા તે અહીં લખેલા છે. પણ પોતે હેલું અહીં કાંઈ ગોઠવેલ નથી.
[૬૫૦] અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org