________________
3-૫૯ નવકાર ભણવા માટે આઠે પ્રહર કહ્યા છે.
બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચમંગલ નવાર એ સામાયિક્તાં હોય કે સામાયિકમાં ન હોય તો પણ ભણી શકાય. પરંતુ સામાયિકદિ સૂબો આરંભ, પરિગ્રહનો ત્યાગ ક્રીને અને જીવજીવ સામાયિક ક્રીને જ ભણાય. આરંભપરિગ્રહના ત્યાગ ક્ય સિવાય કે જીવજીવ સામાયિકસર્વ વિરતિ ગ્રહણ ક્ય સિવાય ભણી શક્યતા નથી. તથા પંચમંગલના આલાવા, શસ્તવ આદિ અને બારે અંગો રૂપ શ્રુતજ્ઞાનના ઉદ્દેશા, અધ્યયનોના સમુદેશ-અનુજ્ઞાવિધિ સમયે આયંબિલ ક્રવું.
૬િ૦૦] ભગવદ્ ! આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે ક્રી શકે?
ગૌતમ ! જે કોઈ આ કહેલી નિયંત્રણાની ઈચ્છા ન રે, સવિનયથી અને ઉપધાન ક્યાં વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા-ભણાવનારને સારો માને તેને નવકાર આપે છે તેવા સામાયિકાદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિયધર્મવાળો કે દેઢ ધર્મવાળો ન ગણાય. શ્રતની ભક્તિવાળો ન ગણાય.
તે સૂત્રની, અર્થની, મૂત્રાર્થ તદુભયની હીલના ક્રનારો ગણાય. ગુરુની હીલના ક્રનારો ગણાય. જે સ્ત્ર, અર્થ, ઉભય તથા ગુરુની અવહેલના નારો થાય તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થોની આશાતના ક્રનારો થાય. જેણે શ્રુતજ્ઞાન, અરિહંત, સિધ્ધ, સાધુની આશાતના કરી તે દીર્ઘાળ અનંતા સંસાર સમદ્રમાં અટવાયા રે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત પ્રગટ, શીત-ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા કરે છે.
વળી ગાઢ અંધકાર, દુર્ગધવાળા વિષ્ઠા પ્રવાહી, ખાર, પેશાબ, પિત્ત, બળખા, અશુચિ પદાર્થોથી પરિપૂર્ણ ચરબી, ઓર, પ, ઉલટી, મલ, રુધિરના ચીકણા કાદવવાળા, જોવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગર્ભવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે છે. – ૪– યાવતુ – ૮ – લાંબાકાળ સુધી નિયંત્રણા, વેદના ગર્ભવાસમાં ભોવવવી પડે છે.
જેઓ શાસ્ત્રાદિમાં કહેલી વિધિથી આ સૂત્રાદિ ભણે છે, થોડાં પણ અતિચાર લગાડતા નથી, ચોક્ત વિધાને જ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાનનું વિનયોપધાન રે છે તે હે ગૌતમ ! તે સૂત્રની હીલના ક્રતો નથી. અર્થની આશાતના જતો નથી. સૂત્રાર્થ ઉભયની હીલના ક્રતલ નથી. ત્રણેય મળમાં થનારા તીર્થક્રની આશાતના રતો નથી. ત્રિલોકની ચોટીએ વાસ ક્રનારા Áરજ રૂપ મેલને જમેણે દૂર કરેલ છે, એવા સિદ્ધોની જેઓ આશાતના ક્રતા નથી. આચાર્ય-ઉપાધ્યાય-સાધુની આશાતના કરતા નથી. અતિ પ્રિયધર્મવાળા, દેટધર્મવાળા તેમજ એનંત ભક્તિવાળા થાય છે. સૂત્રાર્થમાં અતિ રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. એવો પુણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org