________________
૫૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
વીર્યથી યોગ નિરોધ #વા રૂપ મહાપ્રયતથી જેઓ સિદ્ધ થયેલા છે. અથવા તો આઠ પ્રારનો કર્મક્ષય થવાથી જેમણે સિદ્ધપણાની સાધના ક્રી છે, એવા સિદ્ધ ભગવંતો કે શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી બાંધેલા ર્મો ભસ્મીભૂત ક્રીને જે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ ક્ય છે – પૂર્ણ થયાં છે – રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. તેઓ સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગે યાવત સ્વયંભુદ્ધાદિપણે કર્મક્ષય ક્રીને સિદ્ધ થયા. એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા #ાય છે.
૧૮૦૦૦ શીલાંગોએ આશ્રય રેલા દેહવાળા ૩૬ ભેદ જ્ઞાનાદિ આચારને નિરંતર આચરનારા તેથી આચાર્ય. સર્વે સત્વો તેમજ શિષ્ય સમુદાયનું હિત આચરનારા હોવાથી આચાર્ય પ્રાણના ત્યાગમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો સમારંભ આચરે. આરંભને ન અનુમોદે, કોઈએ મોટો અપરાધ રેલો હોય તો પણ તેમના ઉપર મનથી પણ પાપ ન આચરે તે આચાર્ય કહેવાય છે. આ રીતે નામ સ્થાપનાદિ અનેક ભેદોથી પ્રરૂપિત છે.
સારી રીતે આશ્રવ દ્વારોને બંધ રેલા, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માવા, બિંદુ, પદ, અક્ષરથી વિશુદ્ધ બાર અંગો- શ્રુતજ્ઞાન ભણનાર અને ભણાવનારા તથા બીજાના અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે. તે ઉપાધ્યાય, સ્થિર પરિચિત રેલ અનંતગમ પર્યાય વસ્તુ સહિત દશાંગી અને શ્રુતજ્ઞાન એકગ્ર મનથી ચિંતવે, સ્મરણ કરે, ધ્યાન કરે તે ઉપાધ્યાય.
અત્યંય ષ્ટવાળા, ઉગ્ર-ઉગ્રતર ઘોર તપ અને ચાસ્ત્રિ વાળા, અનેક વ્રતનિયમ, ઉપવાસ, વિવિધ અભિગ્રહ, સંયમપાલન, સમતા સહિત પરિષહ-ઉપસર્ગ સહન કરનારા, સર્વ દુઃખરહિત મોક્ષની સાધના ક્રનારા તે સાધુ ભગવંત Èવાય.
આ પાંચને રેલો નમસ્કાર શું ક્રશે ? જ્ઞાનાવરણીય આદિ સર્વ પાપક્ષ્મી વિશેષનો દરેક દિશામાં નાશ કરે. આ પદ ચૂલિગ્નમાં પહેલો ઉદ્દેશો હેવાય – “એસો પંચ નમુક્કારો- સવ્વપાવપણાસણો.” આ ઉદ્દેશો ક્યા પ્રકારનો છે ?'
મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઇ મંગલ' તેમાં “મંગલ' શબ્દનો અર્થ નિર્વાણસુખ થાય છે. તેવા મોક્ષસુખને સાધી આપવામાં સમર્થ એવા સમ્યગદર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષ ધર્મ જે મને લાવી આપે તે મંગ. અથવા મને ભવ-સંસારથી ગાળે-તારે તે મંગલ. અથવા બદ્ધ, પૃષ્ટ, નિષ્પચિત એવા આઠે પ્રકારના મારા કર્મ સમૂહને જે ગાળે-નાશ પમાડે તે મંગલ.
આ મંગલ અને બીજા સર્વ મંગલોમાં શો તફાવત છે ? પહેલા આદિમાં અરિહંતની સ્તુતિ એ જ મંગલ છે. આ અર્થ સંક્ષેપ થી ક્યો, વિસ્તૃત અર્થ આ પ્રમાણે-તે છે, તે સમયે હે ગૌતમ ! જેનો શબ્દાર્થ આગળ કહેવાયો છે, એવા જે કોઈ ધર્મ તીર્થ થાય છે, તેઓ પૂજયોના પણ વિશેષ પૂજય હોય છે. કેમ કે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષોથી યુક્ત હોય છે.
અચિંત્ય, અપ્રમેય, નિરૂપમ, અતુલ્ય, શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર એવા ગુણ સમૂહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org