________________
૮/૫/૧૪૮૪
વૃદ્ધાવસ્થા, મરણ આદિ સમગ્ર ભયનો સર્વથા નાશ નાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોક્માં અજોડ એવો નાથ, હોય તો એક માત્ર ધર્મ છે.
માટે હવે કુટુંબ, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ, ભંડાર આદિ આ લોક્ના પદાર્થોથી મારે પ્રયોજન નથી.
વળી આ ઋદ્ધિ-સમૃદ્ધિ, ઇંદ્રધનુષ, વિજળી કે લત્તાનાં આટોપ કરતાં અધિક ચંચળ, સ્વપ્ર અને ઇન્દ્ર જાળ સમાન છે, જે જોતાંની સાથે જ ક્ષણમાં અદ્રશ્ય થનારી, નાશવંત, અધ્રુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નાક્માં ઉત્પન્ન થવાના કારણભૂત, સદ્ગતિના માર્ગમાં વિઘ્ન કરનાર છે, અનંત દુઃખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે.
સમ્યક્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિરૂપ ધર્મને સાધી આપનાર છે, આરાધના રાવનાર છે, અનુપમ સામગ્રીયુક્ત આવો સમય તમોને હવે ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર, રાતદિવસ, પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક સમયે ટૂડે ટૂક્યાં થઈને સડી રહેલું છે. દિન-પ્રતિદિન આ શરીર શિથિલ બનતું જાય છે, ઘોર-નિષ્ઠુર-અસભ્ય-ચંડ-જરારૂપી વજૂ શિલાના પ્રતિઘાતથી ચુરેચુરા થઈને સેંક્ડો તડ પડી ગયેલા જીર્ણ માટીના હાંડલા સરખું, ક્શા કામમાં ન આવે તેવું, તદ્ન નિરૂપયોગી બની ગયું છે.
૧૭૭
નવા ફણગા ઉપર લાગેલ જળબિંદુની માફક ઓચિંતુ અર્ધ ક્ષણની અંદર આ જીવિત ઝાડ ઉપરથી ઉડતા પક્ષીની માફક ઉડી જનાર હોય તેવા પ્રકારે છે.
પરલોક માટે ભાથું ન ઉપાર્જન નારને આ મનુષ્ય જન્મ નિષ્ફળ છે, તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ કરવાને હું સમર્થ નથી [એમ તે બ્રાહ્મણી વિચારે છે.] આ મનુષ્યપણામાં સર્વાળ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જોઈએ. તે આ પ્રમાણે
• સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધ ત્રિવિધ વિરતિ,
•
સત્ય વચન બોલવું,
• દાંત ખોતરવાની સળી સરખી કે લોય કરવાની રાખ સમાન નિર્મૂલ્ય વસ્તુ પણ વગર આપેલી ગ્રહણ ન કરવી.
•
મન-વચન-કાયાના યોગો સહિત અખંડિત, અવિાધિત, નવ ગુપ્તિ
સહિત પરમ પવિત્ર સર્વકાળ દુર્ધર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું.
• વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપરણ ઉપર પણ નિર્મમત્વ રાખવું.
ચારે આહારનો રાત્રિના ત્યાગ કરવો.
•
ઉદ્ગમ ઉત્પાદના, એષણાદિ પાંચ દોષોથી મુક્ત થવું.
• પરિમિત કાળ ભોજન વું.
30 12
Jain Education International
---
For Private & Personal Use Only
www.jainelibrary.org